Kheda-Ahmedabad હાઈવે પર એક કરોડની લૂંટની ઘટનાને અંજામ આપી લૂંટારુંઓ ફરાર
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે. ખેડા જિલ્લામાં 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા લઇને રિક્ષામાં જઇ રહેલા શખ્સને ઇકોમાં આવેલા ઇસમોએ ખેડા-અમદાવાદ હાઇવે પર આંતર્યો હતો અને તેની પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.સીસારાએ જણાવ્યું હતું કે, અમદાવાદના વેપારીને ત્યાં છેલ્લા 10 વર્ષથી હસમુખભાઈ ડાભી નોકરી કરે છે. ગઇકાલે સાંજે તેઓ નડિયાદ બેન્કમાંથી 1 કરોડની રોકડ રકમ ઉપાડીને રિક્ષામાં અમદાવાદ જવા નીકળ્યા હતા. જે દરમિયાન ખેડા વિસ્તારના બેટડી-લાટ હાઇવે પર ઇકો કારની અંદર ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતર્યા હતા. તેમની પાસે રહેલી 1 કરોડની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
ખેડા જિલ્લામાં 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા લઇને રિક્ષામાં જઇ રહેલા શખ્સને ઇકોમાં આવેલા ઇસમોએ ખેડા-અમદાવાદ હાઇવે પર આંતર્યો હતો અને તેની પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.સીસારાએ જણાવ્યું હતું કે, અમદાવાદના વેપારીને ત્યાં છેલ્લા 10 વર્ષથી હસમુખભાઈ ડાભી નોકરી કરે છે. ગઇકાલે સાંજે તેઓ નડિયાદ બેન્કમાંથી 1 કરોડની રોકડ રકમ ઉપાડીને રિક્ષામાં અમદાવાદ જવા નીકળ્યા હતા. જે દરમિયાન ખેડા વિસ્તારના બેટડી-લાટ હાઇવે પર ઇકો કારની અંદર ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતર્યા હતા. તેમની પાસે રહેલી 1 કરોડની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.