Bharuch: આમોદ તાલુકાના ગામડાઓમાંથી મગરોનું કરાયું રેસ્ક્યું
ભરૂચના આમોદ નગર સહિત આમોદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી મગરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. આમોદ શહેર અને આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામેથી મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. રાત્રિના એક વાગ્યા દરમ્યાન NGOના અંકિત પરમાર દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ભારે વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા હોવાના અનેક બનાવો આમોદથી કરજણ જતા મુખ્ય માર્ગ ઉપર આમોદ કોર્ટ સામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારમાં મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા હોવાના અનેક બનાવો અગાઉ બન્યા છે અને જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે આમોદ બગાસા ચોરાના યુવાનો હોટલ સમા ઉપરથી ઘરે જતા હતા અને રોડ ઉપર મગર જોતા એનજીઓના અંકિત પરમારને બોલાવવામાં આવ્યો હતો અને યુવાનોની મદદ લઈ અંકિત પરમારે મગરનું રેસ્ક્યું કર્યું હતું. મગરને જોઈને લોકોમાં ભારે ફફડાટ ફેલાયો જ્યારે બીજા એક મગરનું આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામે પાંજરૂ મૂકીને તળાવમાંથી રેસ્ક્યું કરી લેવામાં આવ્યું હતું. આમોદ ઢાઢર નદીના પાણી ઓસરતા જ અનેક જગ્યાઓ પર મગરો જોવા મળી રહ્યા છે અને લોકોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઢાઢર નદીમાં પૂર આવવાથી ઢાઢર નદીના પાણી આમોદ શહેર નજીક અને ગામડાઓમાં ફરી વળતા ઢાઢર નદીના પ્રવાહમાંથી મગરો જુદી જુદી જગ્યાઓ પર ચાલ્યા જતા હોય છે. જેમાં હાલમાં આમોદ મોટા તળાવમાં પણ મગરો આવી જતા જુદી જુદી જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. 6 દિવસ પહેલા કરજણમાં 9 ફૂટના મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું તમને જણાવી દઈએ કે 6 દિવસ પહેલા કરજણ તાલુકાના નિસાળીયા ગામેથી 9 ફૂટના મહાકાય મગરનુ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું અને ગામની કેનાલમાંથી પ્રાણી ફાઉન્ડેશન અને કરજણ વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કેનાલમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે મહાકાય મગર ઝડપાતા તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.ત્યારે આ પહેલા વડોદરામાં પૂર બાદ પણ અનેક વિસ્તારમાં મગરો જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ પર પણ મગર જોવા મળ્યો હતો. કાલાઘોડા વિશ્વામિત્રિ બ્રિજ પર 9 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો અને 9 ફૂટ લાંબો મગર જોતા રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચના આમોદ નગર સહિત આમોદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી મગરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. આમોદ શહેર અને આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામેથી મગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. રાત્રિના એક વાગ્યા દરમ્યાન NGOના અંકિત પરમાર દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા હોવાના અનેક બનાવો
આમોદથી કરજણ જતા મુખ્ય માર્ગ ઉપર આમોદ કોર્ટ સામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારમાં મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા હોવાના અનેક બનાવો અગાઉ બન્યા છે અને જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે આમોદ બગાસા ચોરાના યુવાનો હોટલ સમા ઉપરથી ઘરે જતા હતા અને રોડ ઉપર મગર જોતા એનજીઓના અંકિત પરમારને બોલાવવામાં આવ્યો હતો અને યુવાનોની મદદ લઈ અંકિત પરમારે મગરનું રેસ્ક્યું કર્યું હતું.
મગરને જોઈને લોકોમાં ભારે ફફડાટ ફેલાયો
જ્યારે બીજા એક મગરનું આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામે પાંજરૂ મૂકીને તળાવમાંથી રેસ્ક્યું કરી લેવામાં આવ્યું હતું. આમોદ ઢાઢર નદીના પાણી ઓસરતા જ અનેક જગ્યાઓ પર મગરો જોવા મળી રહ્યા છે અને લોકોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઢાઢર નદીમાં પૂર આવવાથી ઢાઢર નદીના પાણી આમોદ શહેર નજીક અને ગામડાઓમાં ફરી વળતા ઢાઢર નદીના પ્રવાહમાંથી મગરો જુદી જુદી જગ્યાઓ પર ચાલ્યા જતા હોય છે. જેમાં હાલમાં આમોદ મોટા તળાવમાં પણ મગરો આવી જતા જુદી જુદી જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.
6 દિવસ પહેલા કરજણમાં 9 ફૂટના મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું
તમને જણાવી દઈએ કે 6 દિવસ પહેલા કરજણ તાલુકાના નિસાળીયા ગામેથી 9 ફૂટના મહાકાય મગરનુ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું અને ગામની કેનાલમાંથી પ્રાણી ફાઉન્ડેશન અને કરજણ વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કેનાલમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે મહાકાય મગર ઝડપાતા તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ત્યારે આ પહેલા વડોદરામાં પૂર બાદ પણ અનેક વિસ્તારમાં મગરો જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ પર પણ મગર જોવા મળ્યો હતો. કાલાઘોડા વિશ્વામિત્રિ બ્રિજ પર 9 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો અને 9 ફૂટ લાંબો મગર જોતા રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.