Gujarat રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુકત અભિયાન 15 દિવસ ચલાવાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે બોટાદ ખાતે તા.14-11-24થી 28-11-24 સુધી 15 દિવસ સુધી સવારે 6 થી 8 વાગ્યા સુધી શ્રીમતી જે.એમ.ડી પ્રાથમિક શાળા, સંજય હોસ્પિટલ પાછળ રોકડીયા હનુમાનવાળો ખાંચો પાળીયાદ રોડ, બોટાદ ખાતે કેમ્પ યોજાશે. રજીસ્ટ્રેશન કરાવાશે ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબીટીસ દર્દીઓ અને અન્ય બોટાદવાસીઓને લાભ લેવા જણાવાયું છે. આ કેમ્પના બોટાદ જિલ્લા કોર્ડીનેટરશ્રી પ્રવિણભાઈ કળથીયાએ જણાવ્યુ હતું કે, ભાગ લેનારને નિયમિત સમયસર રોજે રોજ જોડાવવાનું રહેશે. જેમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવાશે. ગ્રામજનો લાભ લો આ કેમ્પમાં ભાગ લેનારને મેડીકલ કેમ્પમાં ટીમ દ્વારા નિ:શુલ્ક નિરીક્ષણ થશે. રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ આયુર્વેદીક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે અને દીનચર્યા પ્રમાણે ડાયટ પણ અપાશે.વધુ માહિતી માટે તેમના કોન્ટેક્ટ નં. 9725796203 પર સંપર્ક સાધી શકાય છે. આથી વધુમાં વધુ બોટાદવાસીઓ આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે. સર્વેલન્સ કામગીરી બોટાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ ગામોમા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોના ઘરમાં રહેલી પાણીની ટાંકીઓને સ્વચ્છ રાખવાની કામગીરી, ખુલ્લામા રહેલા પાણીને યોગ્ય પાત્રોમા ભરવા, તેમજ પાણીમા પોરાનાશક દવાનો છંટકાવ અને સ્વચ્છતા રાખવા સહિતની સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. જાગૃતિલક્ષી કામગીરી ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોપાળાના સબ સેન્ટર અડતાળામાં એમપીએચડબલ્યુ તેમજ એફએચડબલ્યુ દ્વારા વાડી વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના તમામ ગામોમા પણ સર્વેલસ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઢાળી દ્વારા આરોગ્ય અંગે જાગૃતિલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકો સાથે આઈઈસી એટલે આરોગ્ય સંબંધી માર્ગદર્શન, શિક્ષણ અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

Gujarat રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુકત અભિયાન 15 દિવસ ચલાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે બોટાદ ખાતે તા.14-11-24થી 28-11-24 સુધી 15 દિવસ સુધી સવારે 6 થી 8 વાગ્યા સુધી શ્રીમતી જે.એમ.ડી પ્રાથમિક શાળા, સંજય હોસ્પિટલ પાછળ રોકડીયા હનુમાનવાળો ખાંચો પાળીયાદ રોડ, બોટાદ ખાતે કેમ્પ યોજાશે.

રજીસ્ટ્રેશન કરાવાશે

ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબીટીસ દર્દીઓ અને અન્ય બોટાદવાસીઓને લાભ લેવા જણાવાયું છે. આ કેમ્પના બોટાદ જિલ્લા કોર્ડીનેટરશ્રી પ્રવિણભાઈ કળથીયાએ જણાવ્યુ હતું કે, ભાગ લેનારને નિયમિત સમયસર રોજે રોજ જોડાવવાનું રહેશે. જેમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવાશે.

ગ્રામજનો લાભ લો

આ કેમ્પમાં ભાગ લેનારને મેડીકલ કેમ્પમાં ટીમ દ્વારા નિ:શુલ્ક નિરીક્ષણ થશે. રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ આયુર્વેદીક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે અને દીનચર્યા પ્રમાણે ડાયટ પણ અપાશે.વધુ માહિતી માટે તેમના કોન્ટેક્ટ નં. 9725796203 પર સંપર્ક સાધી શકાય છે. આથી વધુમાં વધુ બોટાદવાસીઓ આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

સર્વેલન્સ કામગીરી

બોટાદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ ગામોમા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોના ઘરમાં રહેલી પાણીની ટાંકીઓને સ્વચ્છ રાખવાની કામગીરી, ખુલ્લામા રહેલા પાણીને યોગ્ય પાત્રોમા ભરવા, તેમજ પાણીમા પોરાનાશક દવાનો છંટકાવ અને સ્વચ્છતા રાખવા સહિતની સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે.

જાગૃતિલક્ષી કામગીરી

ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોપાળાના સબ સેન્ટર અડતાળામાં એમપીએચડબલ્યુ તેમજ એફએચડબલ્યુ દ્વારા વાડી વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના તમામ ગામોમા પણ સર્વેલસ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઢાળી દ્વારા આરોગ્ય અંગે જાગૃતિલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકો સાથે આઈઈસી એટલે આરોગ્ય સંબંધી માર્ગદર્શન, શિક્ષણ અને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.