અશ્લીલતા ફેલાવવાની હરિફાઈ? ભાજપ બાદ હવે કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે શેર કર્યા બિભત્સ ફોટા
Obscene photo Send in Congress WhatsApp Group: તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા છલકાઈ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ જાણે અશ્લીલતા ફેલાવવાની હરીફાઈ લગાવી હોય. શરમમાં મૂકાઈ મહિલા કાર્યકર્તાઓવાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના એક આધેડ કાર્યકર દ્વારા ચાંદખેડા બૂથ ટીમ અને સંગઠન ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં કૉર્પોરેટરથી માંડીને શહેર પ્રમુખ સહિત મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ હોવાથી મહિલાઓને શરમમાં મૂકાવવાનો વારો આવ્યો હતો. આ પણ વાંચો : રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરોથી હોબાળો, મેયર સહિતના મહિલા નેતાઓ એક્ઝિટમોબાઇલ હેક થયો હોવાનો કાર્યકર્તાનો દાવોવોટ્સએપમાં અચાનક અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ગ્રુપમાં હોબાળો મચી ગયો હતો અને તાત્કાલિક ફોટા ડિલેટ કરી આધેડ કાર્યકરને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રુપમાં સતત આધેડ કાર્યકર્તા વિરૂદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જો કે આધેડ કાર્યકારે અશ્લીલ ફોટા શેર કરવાના મુદ્દે ખુલાસો કરતાં મોબાઇલ હેક થયો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાર્યકર્તા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં શેર થયા હતા અશ્લીલ ફોટાતાજેતરમાં જ આવી ઘટના રાજકોટમાં સર્જાઈ હતી. ભાજપ રાજકોટના વૉર્ડ નં. 4ના બૂથ નં. 56ના વોટ્સએપ ગ્રુપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રુપમાં 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે. આ ગ્રુપમાં સામેલ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મૂકાઈ હતી અને મહિલા મેયર નયનાબહેન પેઢડિયા સહિત અનેક મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રુપ લેફ્ટ કરી દીધું હતું. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી ગયો અને આ મામલે તપાસ કરવાની જવાદારી વૉર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Obscene photo Send in Congress WhatsApp Group: તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા છલકાઈ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ જાણે અશ્લીલતા ફેલાવવાની હરીફાઈ લગાવી હોય.
શરમમાં મૂકાઈ મહિલા કાર્યકર્તાઓ
વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના એક આધેડ કાર્યકર દ્વારા ચાંદખેડા બૂથ ટીમ અને સંગઠન ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં કૉર્પોરેટરથી માંડીને શહેર પ્રમુખ સહિત મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ હોવાથી મહિલાઓને શરમમાં મૂકાવવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરોથી હોબાળો, મેયર સહિતના મહિલા નેતાઓ એક્ઝિટ
મોબાઇલ હેક થયો હોવાનો કાર્યકર્તાનો દાવો
વોટ્સએપમાં અચાનક અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ગ્રુપમાં હોબાળો મચી ગયો હતો અને તાત્કાલિક ફોટા ડિલેટ કરી આધેડ કાર્યકરને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રુપમાં સતત આધેડ કાર્યકર્તા વિરૂદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જો કે આધેડ કાર્યકારે અશ્લીલ ફોટા શેર કરવાના મુદ્દે ખુલાસો કરતાં મોબાઇલ હેક થયો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાર્યકર્તા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી.
રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં શેર થયા હતા અશ્લીલ ફોટા
તાજેતરમાં જ આવી ઘટના રાજકોટમાં સર્જાઈ હતી. ભાજપ રાજકોટના વૉર્ડ નં. 4ના બૂથ નં. 56ના વોટ્સએપ ગ્રુપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રુપમાં 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે. આ ગ્રુપમાં સામેલ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મૂકાઈ હતી અને મહિલા મેયર નયનાબહેન પેઢડિયા સહિત અનેક મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રુપ લેફ્ટ કરી દીધું હતું. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી ગયો અને આ મામલે તપાસ કરવાની જવાદારી વૉર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી.