Ahmedabad:આંતરિક કેમ્પમાં ભાગ લેનાર આચાર્ય જિલ્લા ફેરમાં આવી ન શકે તેવી સ્થિતિ
રાજ્યની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા H-TAT આચાર્યો (મુખ્ય શિક્ષક)નો આજે 23મી ઓક્ટોબરના રોજ જિલ્લા આંતરિક બદલી કેમ્પ યોજાયો હતો. બદલીના નિયમોમાં આચાર્યો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાની આજના કેમ્પમાં ફરિયાદો ઊઠી હતી.આંતરિક કેમ્પમાં ભાગ લેનાર મુખ્ય શિક્ષક (આચાર્ય) જિલ્લા ફેરમાં આવે જ નહીં એવી સ્થિતિ પેદા થઈ હોવાથી રોષ ફેલાયો છે. કારણ કે, સિનિયોરીટીમાં આજે થનાર હુકમની તારીખ ગણવાના નિયમ સામે વિરોધ થયો હતો. રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની નિયુક્તિના 12 વર્ષ બાદ શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો ઘડવામાં આવ્યા છે. ગત 20 જુલાઈએ નવા જાહેર થયેલા નિયમો અન્વયે 23મીએ જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો યોજાયો હતો. નવા મુજબ જિલ્લા આંતરિક બદલીમાં 3 વર્ષની ફરજ બજાવેલી હોવી જોઈએ અને જિલ્લા ફેરબદલી માટે 5 વર્ષની નોકરી હોવી ફરજિયાત છે. જોકે આ નિયમમાં જિલ્લામાં નિયુક્તિની તારીખને સિનિયોરીટી મુજબ ગણવાના બદલે આજે યોજાયેલા કેમ્પમાં એવી સૂચના અપાઈ હતી કે, આજનો આંતરિક કેમ્પમાં જે હુકમ થાય એ દિવસની તારીખને નિયુક્તિની તારીખ તરીકે ગણવી. આ સંજોગોમાં આજે આંતરિક કેમ્પમાં જે મુખ્ય શિક્ષકો ભાગ લે એ શિક્ષકો હવે પછી યોજાનાર જિલ્લા ફેરબદલી કેમ્પમાં ભાગ લઈ શકે નહી. કારણ કે, જિલ્લા ફેર બદલી કેમ્પમાં ભાગ લેવા માટે નોકરીના 5 વર્ષ હોવા જોઈએ એ મુજબ આજે ભાગ લેનાર શિક્ષકોના ન થાય એવુ મુખ્ય શિક્ષકો પાસેથી જાણવા મળ્યું હતુ. જોકે આ મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાઈ છે. જાણવા મળ્યા મુજબ, અપૂરતા સ્ટાફથી વહીવટી ભારણથી કંટાળેલા અનેક આચાર્યો આજે કેમ્પમાં ઓછી સંખ્યા ધરાવતી નજીકની શાળાઓમાં નિયુક્ત થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા H-TAT આચાર્યો (મુખ્ય શિક્ષક)નો આજે 23મી ઓક્ટોબરના રોજ જિલ્લા આંતરિક બદલી કેમ્પ યોજાયો હતો. બદલીના નિયમોમાં આચાર્યો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાની આજના કેમ્પમાં ફરિયાદો ઊઠી હતી.
આંતરિક કેમ્પમાં ભાગ લેનાર મુખ્ય શિક્ષક (આચાર્ય) જિલ્લા ફેરમાં આવે જ નહીં એવી સ્થિતિ પેદા થઈ હોવાથી રોષ ફેલાયો છે. કારણ કે, સિનિયોરીટીમાં આજે થનાર હુકમની તારીખ ગણવાના નિયમ સામે વિરોધ થયો હતો.
રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની નિયુક્તિના 12 વર્ષ બાદ શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો ઘડવામાં આવ્યા છે. ગત 20 જુલાઈએ નવા જાહેર થયેલા નિયમો અન્વયે 23મીએ જિલ્લા આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો યોજાયો હતો. નવા મુજબ જિલ્લા આંતરિક બદલીમાં 3 વર્ષની ફરજ બજાવેલી હોવી જોઈએ અને જિલ્લા ફેરબદલી માટે 5 વર્ષની નોકરી હોવી ફરજિયાત છે. જોકે આ નિયમમાં જિલ્લામાં નિયુક્તિની તારીખને સિનિયોરીટી મુજબ ગણવાના બદલે આજે યોજાયેલા કેમ્પમાં એવી સૂચના અપાઈ હતી કે, આજનો આંતરિક કેમ્પમાં જે હુકમ થાય એ દિવસની તારીખને નિયુક્તિની તારીખ તરીકે ગણવી. આ સંજોગોમાં આજે આંતરિક કેમ્પમાં જે મુખ્ય શિક્ષકો ભાગ લે એ શિક્ષકો હવે પછી યોજાનાર જિલ્લા ફેરબદલી કેમ્પમાં ભાગ લઈ શકે નહી. કારણ કે, જિલ્લા ફેર બદલી કેમ્પમાં ભાગ લેવા માટે નોકરીના 5 વર્ષ હોવા જોઈએ એ મુજબ આજે ભાગ લેનાર શિક્ષકોના ન થાય એવુ મુખ્ય શિક્ષકો પાસેથી જાણવા મળ્યું હતુ. જોકે આ મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાઈ છે. જાણવા મળ્યા મુજબ, અપૂરતા સ્ટાફથી વહીવટી ભારણથી કંટાળેલા અનેક આચાર્યો આજે કેમ્પમાં ઓછી સંખ્યા ધરાવતી નજીકની શાળાઓમાં નિયુક્ત થયા છે.