Gujarat: રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરો માટે સારા સમાચાર, સરકારે સ્ટાઈપેન્ડમાં કર્યો ધરખમ વધારો
રાજ્ય સરકારે ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલે વધારો કર્યો અગાઉ મળતા સ્ટાઈપેડથી 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી રેસિડેન્ટ તબીબોની માંગણી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડથી 20 ટકા જેટલો વધારો કરાયો છે. જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી 40% ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે, જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અગ્રેસર ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે. રૂપિયા 1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20% નો વધારો કરીને 1,30,000 સુધીનું કર્યું છે. રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂપિયા 1 લાખથી વધુ દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂપિયા 1 લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ હોય છે જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે. પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ આપવા રેસિડેન્ટ તબીબોની માંગણી આ ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. અન્ય રાજ્યોના રેસીડન્ટ તબીબોની સ્ટાઈપેન્ડની સરેરાશ સ્થિતિનું પત્રક સામેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્ય સરકારે ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલે વધારો કર્યો
- અગાઉ મળતા સ્ટાઈપેડથી 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે
- પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી રેસિડેન્ટ તબીબોની માંગણી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડથી 20 ટકા જેટલો વધારો કરાયો છે. જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી 40% ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે, જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.
સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અગ્રેસર
ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે. રૂપિયા 1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20% નો વધારો કરીને 1,30,000 સુધીનું કર્યું છે.
રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂપિયા 1 લાખથી વધુ
દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂપિયા 1 લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ હોય છે જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે.
પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ આપવા રેસિડેન્ટ તબીબોની માંગણી
આ ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. અન્ય રાજ્યોના રેસીડન્ટ તબીબોની સ્ટાઈપેન્ડની સરેરાશ સ્થિતિનું પત્રક સામેલ છે.