Bharuch: નર્મદા નદીની સપાટી ઘટતા તંત્રને હાશકારો
નર્મદામાં પાણીને પગલે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટી થઈગોકુળ આઠમ અને છડીનોમના મેળામાં વેપારીઓએ ઊભા કરેલ સ્ટોલને વરસાદે ધોઈ નાંખ્યા તે સાથે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટીએ બપોરે 1 કલાકે વહેતી હતી ભરૂચ પંથકમાં વિતેલા બે-ત્રણ દિવસ દરમ્યાન ભારે વરસાદના કારણે લોકો વરસાદથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. ભરૂચ નગરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા જો કે ગતરોજથી વરસાદે આંશિક વિરામ લેતા લોકોને હાશકારો થયો હતો. તે સાથે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટીએ બપોરે 1 કલાકે વહેતી હતી. જે તેની એલર્ટ સપાટી 22 ફૂટ કરતા ઓછી હતી. ભરૂચ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાએ ભારે જમાવટ કરી હતી. આ જમાવટના પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, ભરૂચના ગોકુળ આઠમ અને છડીનોમના મેળામાં વેપારીઓએ ઉભા કરેલ સ્ટોલને વરસાદે ધોઈ નાંખ્યા હતા. તેમ છતાં વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉમટી પડતા વેપારીઓને સારો એવો ધંધો પ્રાપ્ત થયો હતો. જો કે સ્ટોલના હાલ હવાલ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં મેઘરાજાએ ગતરોજ સમીસાંજથી આંશિક વિરામ લેતા લોકોને અને તંત્રને હાશકારાની લાગણી અનુભવાઈ હતી. આ વરસાદ અને પૂરના પરિણામે ભરૂચ જિલ્લામાં 400 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જો કે ધીરે ધીરે નર્મદા નદીની સપાટી એલર્ટ લેવલ કરતા ઘટતા હવે સ્થાળંતર થયેલ લોકો પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા છે. તેમ છતાં ઢાઢર નદીની સપાટી હજી પણ નિયમિત રીતે વધતા આમોદ અને જંબુસર તાલુકાના ગામોમાં પૂરનો ભય યથાવત રહ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ આમોદ અને જંબુસર તાલુકાના તંત્ર દ્વારા પૂર અંગેની તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે જયારે પોલીસ દ્વારા પણ સ્થાળંતર અને રેસ્કયુ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં હજી હવામાન ખાતા દ્વારા તા.30મી સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ લખાય છે. ભરૂચના બિસમાર રસ્તા અંગે સ્વયંભૂ હલ્લાબોલ ભરૂચ નગરના બિસ્માર રસ્તા અંગે આજરોજ પાલિકા ખાતે સ્વયંભૂ હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગર ખાતે આજરોજ બિસ્માર રસ્તાના કારણે રોષે ભરાયેલા લોકો સમાજ સેવક અબ્દુલ કામઠીની આગેવાનીમાં ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદ સાથે કોંગ્રેસના અન્ય સભ્યો જોડાયા હતા. આ હલ્લાબોલ કાર્યક્રમમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, પાંચબત્તીથી ઢાલ, મહંમદપુરા, સંતોષી વસાહત, એપીએમસી, બાયપાસ સુધી રસ્તા પર 5 થી 6 ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. કેટલાક દિવસોથી પડેલ આ ખાડાઓને પુરવા અંગે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સમયે એવુ જણાવાયુ હતુ કે, જો નગરપાલિકા સમર્થ ન હોય તો નાગરિકો જાતે ખાડા ભરી દેશે પરંતુ આવા સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર હરેશ અગ્રવાલે ખાત્રી આપી હતી કે, આજે સાંજથી ખાડા ભરવા અંગેની અને રસ્તા સમતલ કરવાની કાર્યવાહી શરૂ થઈ જશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નર્મદામાં પાણીને પગલે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટી થઈ
- ગોકુળ આઠમ અને છડીનોમના મેળામાં વેપારીઓએ ઊભા કરેલ સ્ટોલને વરસાદે ધોઈ નાંખ્યા
- તે સાથે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટીએ બપોરે 1 કલાકે વહેતી હતી
ભરૂચ પંથકમાં વિતેલા બે-ત્રણ દિવસ દરમ્યાન ભારે વરસાદના કારણે લોકો વરસાદથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
ભરૂચ નગરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા જો કે ગતરોજથી વરસાદે આંશિક વિરામ લેતા લોકોને હાશકારો થયો હતો. તે સાથે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 17.31 ફૂટની સપાટીએ બપોરે 1 કલાકે વહેતી હતી. જે તેની એલર્ટ સપાટી 22 ફૂટ કરતા ઓછી હતી.
ભરૂચ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાએ ભારે જમાવટ કરી હતી. આ જમાવટના પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, ભરૂચના ગોકુળ આઠમ અને છડીનોમના મેળામાં વેપારીઓએ ઉભા કરેલ સ્ટોલને વરસાદે ધોઈ નાંખ્યા હતા. તેમ છતાં વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉમટી પડતા વેપારીઓને સારો એવો ધંધો પ્રાપ્ત થયો હતો. જો કે સ્ટોલના હાલ હવાલ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં મેઘરાજાએ ગતરોજ સમીસાંજથી આંશિક વિરામ લેતા લોકોને અને તંત્રને હાશકારાની લાગણી અનુભવાઈ હતી. આ વરસાદ અને પૂરના પરિણામે ભરૂચ જિલ્લામાં 400 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જો કે ધીરે ધીરે નર્મદા નદીની સપાટી એલર્ટ લેવલ કરતા ઘટતા હવે સ્થાળંતર થયેલ લોકો પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા છે.
તેમ છતાં ઢાઢર નદીની સપાટી હજી પણ નિયમિત રીતે વધતા આમોદ અને જંબુસર તાલુકાના ગામોમાં પૂરનો ભય યથાવત રહ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ આમોદ અને જંબુસર તાલુકાના તંત્ર દ્વારા પૂર અંગેની તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે જયારે પોલીસ દ્વારા પણ સ્થાળંતર અને રેસ્કયુ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં હજી હવામાન ખાતા દ્વારા તા.30મી સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ લખાય છે.
ભરૂચના બિસમાર રસ્તા અંગે સ્વયંભૂ હલ્લાબોલ
ભરૂચ નગરના બિસ્માર રસ્તા અંગે આજરોજ પાલિકા ખાતે સ્વયંભૂ હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગર ખાતે આજરોજ બિસ્માર રસ્તાના કારણે રોષે ભરાયેલા લોકો સમાજ સેવક અબ્દુલ કામઠીની આગેવાનીમાં ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદ સાથે કોંગ્રેસના અન્ય સભ્યો જોડાયા હતા. આ હલ્લાબોલ કાર્યક્રમમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, પાંચબત્તીથી ઢાલ, મહંમદપુરા, સંતોષી વસાહત, એપીએમસી, બાયપાસ સુધી રસ્તા પર 5 થી 6 ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. કેટલાક દિવસોથી પડેલ આ ખાડાઓને પુરવા અંગે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સમયે એવુ જણાવાયુ હતુ કે, જો નગરપાલિકા સમર્થ ન હોય તો નાગરિકો જાતે ખાડા ભરી દેશે પરંતુ આવા સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર હરેશ અગ્રવાલે ખાત્રી આપી હતી કે, આજે સાંજથી ખાડા ભરવા અંગેની અને રસ્તા સમતલ કરવાની કાર્યવાહી શરૂ થઈ જશે.