Daman Rescue: દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ Video
દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દમણમાં મધદરિયે ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવમાં આવ્યું છે. કોસ્ટગાર્ડે પાંચેય માછીમારોનું રેસ્ક્યૂ કર્યું છે.દરિયામાં માછીમારી કરવા ગયેલી ભક્તિ સાંઈ ફિશીંગ બોટમાં પાંચ માછીમારો ફસાઈ ગયા હતાં. જેની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસક્યુ માટે પહોંચ્યા હતાં. પ્રથમ પ્રયાસમાં ત્રણ માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતાં. બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા બે માછીમારોને બચાવી દમણ લવાયા હતાં. સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલાં વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.અગાઉ જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બોટ મારફત ત્યાં પહોંચી હતી અને માછીમાર યુવકનુ રેસ્ક્યુ કરી પીપાવાવ જેટી પર લાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો. ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતુ કે દરિયામા 37 નોટીકલ માઇલ દુર મંગાભાઇ બાંભણીયાની માલિકીની ધનપ્રસાદ બોટમા હરેશભાઇ લીંબાભાઇ બારૈયા માછીમારી માટે ગયા હતા. અચાનક હરેશભાઇની તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઇ હતી. જેથી બોટ નંબર પી 419મા ટીમ રવાના થઇ હતી અને હરેશભાઇને પીપાવાવ જેટીએ લાવી 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. હાલ હરેશભાઇની તબીયત સુધારા પર છે. ભગુભાઇ સોલંકી, રામભાઇ, કનૈયાલાલ વિગેરેએ કોસ્ટગાર્ડ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દમણમાં મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. દમણમાં મધદરિયે ભક્તિ સાંઈ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરવમાં આવ્યું છે. કોસ્ટગાર્ડે પાંચેય માછીમારોનું રેસ્ક્યૂ કર્યું છે.
દરિયામાં માછીમારી કરવા ગયેલી ભક્તિ સાંઈ ફિશીંગ બોટમાં પાંચ માછીમારો ફસાઈ ગયા હતાં. જેની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર રેસક્યુ માટે પહોંચ્યા હતાં. પ્રથમ પ્રયાસમાં ત્રણ માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડાયા હતાં. બીજા ચક્કરમાં કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર બોટમાં ફસાયેલા બે માછીમારોને બચાવી દમણ લવાયા હતાં. સ્ટેશનની તબીબી ટીમે બચાવેલા લોકોને વધારાની સંભાળ અને સમર્થન માટે સ્થાનિક સત્તાવાળાઓને સોંપવામાં આવે તે પહેલાં વધુ પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
અગાઉ જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બોટ મારફત ત્યાં પહોંચી હતી અને માછીમાર યુવકનુ રેસ્ક્યુ કરી પીપાવાવ જેટી પર લાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો. ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતુ કે દરિયામા 37 નોટીકલ માઇલ દુર મંગાભાઇ બાંભણીયાની માલિકીની ધનપ્રસાદ બોટમા હરેશભાઇ લીંબાભાઇ બારૈયા માછીમારી માટે ગયા હતા. અચાનક હરેશભાઇની તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઇ હતી. જેથી બોટ નંબર પી 419મા ટીમ રવાના થઇ હતી અને હરેશભાઇને પીપાવાવ જેટીએ લાવી 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. હાલ હરેશભાઇની તબીયત સુધારા પર છે. ભગુભાઇ સોલંકી, રામભાઇ, કનૈયાલાલ વિગેરેએ કોસ્ટગાર્ડ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.