Somnathમાં આજથી રાજય સરકારની 11મી ચિંતન શિબીર મળશે, કરાશે મહત્વની ચર્ચાઓ
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ આજથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે. નેતાઓ પણ રહેશે હાજર આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. અધિકારીઓને એવોર્ડસ અપાશે ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે. અધિકારીઓ અને મંત્રીઓને જવાબદારીઓ મળશે ચિંતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ કે જે સીધી રીતે સામાન્ય લોકો સાથે જોડાઈ શકે છે. આવી યોજનાઓની માહિતી પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે જે તે જિલ્લાના પ્રભારી પ્રધાનો અને જિલ્લાના કલેક્ટર કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડાને કામ મળી શકે છે. આ સિવાય ચિંતન શિબિરમાં સામેલ પદાધિકારીઓ વચ્ચે જે નાના-મોટા ખટરાગ છે. તેને લઈને પણ ચર્ચાઓ થવાની પૂરી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ વચ્ચે ખટરાગ કોઈ પણ રાજકીય પક્ષને પરવડે તેમ નથી. આવી સ્થિતિમાં ચિંતન બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને એક થઈને જિલ્લા સ્તરનું આયોજન કરવાની પણ સુચના ચિંતન બેઠકમાંથી મળી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબીર તારીખ આજથી ૩ દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-૨૦૦૩થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે.
નેતાઓ પણ રહેશે હાજર
આ પરંપરાને આગળ વધારતાં ૧૧મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.આ ૧૧મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
અધિકારીઓને એવોર્ડસ અપાશે
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.
અધિકારીઓ અને મંત્રીઓને જવાબદારીઓ મળશે
ચિંતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ કે જે સીધી રીતે સામાન્ય લોકો સાથે જોડાઈ શકે છે. આવી યોજનાઓની માહિતી પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે જે તે જિલ્લાના પ્રભારી પ્રધાનો અને જિલ્લાના કલેક્ટર કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડાને કામ મળી શકે છે. આ સિવાય ચિંતન શિબિરમાં સામેલ પદાધિકારીઓ વચ્ચે જે નાના-મોટા ખટરાગ છે. તેને લઈને પણ ચર્ચાઓ થવાની પૂરી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ વચ્ચે ખટરાગ કોઈ પણ રાજકીય પક્ષને પરવડે તેમ નથી. આવી સ્થિતિમાં ચિંતન બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને એક થઈને જિલ્લા સ્તરનું આયોજન કરવાની પણ સુચના ચિંતન બેઠકમાંથી મળી શકે છે.