Surendranagar: પાલિકા હોય કે મનપા, શહેરીજનોની સ્થિતિ તો જૈસે થે
સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના દુધરેજ વિસ્તારમાં રસ્તા, ગંદકી, ઉભરાતી ગટરોથી મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે બુધવારે સાંજે મહિલાઓ મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી. મહિલાઓએ ઈજનેરને મૌખીક રજૂઆતો કરતા જણાવ્યુ કે, શું નગરપાલિકા કે શું મહાનગરપાલિકા, અમારી સ્થિતિ તો જૈસે થે જ રહી છે.સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકામાં સમાવેશ થયેલા દુધરેજ વિસ્તારનો વર્ષોથી વિકાસ થયો નથી. નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ હોવા છતાં દુધરેજમાં ગામડા જેવુ વાતાવરણ રહ્યુ છે. સુરેન્દ્રનગર શહેરને અડીને આવેલ ગામ હોવા છતાં વિકાસ જાણે ત્યાં પહોંચ્યો જ ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે મહાનગરપાલિકા જાહેર થતા દુધરેજ વાસીઓને પણ વિકાસની આશા રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ બુધવારે સાંજે પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓએ મનપાના ઈજનેર કયવંતસીંહ હેરમાને મૌખીક રજૂઆત કરી પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યુ કે, શું નગરપાલિકા કે શું મહાનગરપાલિકા અમારી સ્થિતિ તો જૈસે થે જ રહી છે. દુધરેજ બસ સ્ટેશનથી તળાવ સુધીનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે. આ રસ્તેથી પ્રસુતાને પ્રસુતી માટે લઈ જવાતા રસ્તામાં જ પ્રસુતી થઈ જાય તેવી કપરી સ્થિતિ છે. આ ઉપરાંત ગામમાં નિયમિત સફાઈ પણ થતી નથી કે ઉભરાતી ગટરો સાફ કરવા કોઈ આવતુ નથી. મહિલાઓની રજૂઆત સાંભળી ઈજનેરે રસ્તાઓ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી ટુંક સમયમાં રસ્તાનું કામ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત કચરા માટે નવા ડોર-ટુ-ડોર વાહનો મુકાયા છે એ વાહનો જો દુધરેજ વિસ્તારમાં ન આવે તો સંપર્ક કરવા તેમનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના દુધરેજ વિસ્તારમાં રસ્તા, ગંદકી, ઉભરાતી ગટરોથી મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે બુધવારે સાંજે મહિલાઓ મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી. મહિલાઓએ ઈજનેરને મૌખીક રજૂઆતો કરતા જણાવ્યુ કે, શું નગરપાલિકા કે શું મહાનગરપાલિકા, અમારી સ્થિતિ તો જૈસે થે જ રહી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકામાં સમાવેશ થયેલા દુધરેજ વિસ્તારનો વર્ષોથી વિકાસ થયો નથી. નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ હોવા છતાં દુધરેજમાં ગામડા જેવુ વાતાવરણ રહ્યુ છે. સુરેન્દ્રનગર શહેરને અડીને આવેલ ગામ હોવા છતાં વિકાસ જાણે ત્યાં પહોંચ્યો જ ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે મહાનગરપાલિકા જાહેર થતા દુધરેજ વાસીઓને પણ વિકાસની આશા રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ બુધવારે સાંજે પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓએ મનપાના ઈજનેર કયવંતસીંહ હેરમાને મૌખીક રજૂઆત કરી પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યુ કે, શું નગરપાલિકા કે શું મહાનગરપાલિકા અમારી સ્થિતિ તો જૈસે થે જ રહી છે. દુધરેજ બસ સ્ટેશનથી તળાવ સુધીનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે.
આ રસ્તેથી પ્રસુતાને પ્રસુતી માટે લઈ જવાતા રસ્તામાં જ પ્રસુતી થઈ જાય તેવી કપરી સ્થિતિ છે. આ ઉપરાંત ગામમાં નિયમિત સફાઈ પણ થતી નથી કે ઉભરાતી ગટરો સાફ કરવા કોઈ આવતુ નથી. મહિલાઓની રજૂઆત સાંભળી ઈજનેરે રસ્તાઓ મંજૂર થઈ ગયા હોવાનું જણાવી ટુંક સમયમાં રસ્તાનું કામ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત કચરા માટે નવા ડોર-ટુ-ડોર વાહનો મુકાયા છે એ વાહનો જો દુધરેજ વિસ્તારમાં ન આવે તો સંપર્ક કરવા તેમનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.