Ahmedabad શિક્ષણ વિભાગે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સ્કૂલોને છેક હવે સૂચના આપી
ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવા જેવો સરકારમાં ઘાટ જોવા મળી રહ્યો છે. મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે ચોમાસાના આરંભે ગાઇડલાઇન જારી કરવાના બદલે વિદાય સમયે ગાઈડ લાઈન જારી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ ગત તા.26 જૂલાઈના રોજ યોજાયેલી ટાસ્ક ફોર્સની મિનિટ્સ સ્કૂલોને ચોમાસુ પુરું થયું ત્યારે મોકલવામાં આવી છે.નિયામક કચેરીએ મોકલેલી મિનિટ્સમાં જણાવ્યું છે કે, સરકારના જુદા જુદા વિભાગોના સહાકાર માટે 26 જુલાઈના રોજ આંતરખાતાકીય સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગને લગતા મુદ્દે જાહેર કરાયા હતા. એ મુજબ શાળા બિલ્ડિંગનાં છત પર પાણી ભરાતું હોય તો તે દૂર કરવું. કેમ્પસની આસપાસ ખુલ્લામાં ખાદ્ય પદાર્થો કે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વિતરણ થતુ હોય તે તેને અટકાવવું. તમામ શાળામાં એક શિક્ષકને નોડલ ઓફિસર અને 4થી 5 બાળકોની ટીમ બનાવી કેમ્પસમાં અકઠું થતું કે ભરાઈ રહેતું પાણી હોય તો તેનો નિકાલ કરવો. પ્રાર્થના બાદ વાહક જન્ય રોગ અંગે સમજ આપવી વકૃત્ત્વ, નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવું. મહત્ત્વની વાત એ છે કે, આ માર્ગદર્શિકા ખરેખર ચોમાસુ શરૂ થાય એ પહેલા સ્કૂલો સુધી મોકલી આપવી જોઈએ અને એ માટેની જાગૃતતા ફેલાવવી જોઈએ. એના બદલે હવે ચોમાસુ પુરૂ થયુ છે ત્યારે સ્કૂલોને મોકલવાનો શું ફાયદો ? એવા સવાલ ઊઠયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવા જેવો સરકારમાં ઘાટ જોવા મળી રહ્યો છે. મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે ચોમાસાના આરંભે ગાઇડલાઇન જારી કરવાના બદલે વિદાય સમયે ગાઈડ લાઈન જારી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ ગત તા.26 જૂલાઈના રોજ યોજાયેલી ટાસ્ક ફોર્સની મિનિટ્સ સ્કૂલોને ચોમાસુ પુરું થયું ત્યારે મોકલવામાં આવી છે.
નિયામક કચેરીએ મોકલેલી મિનિટ્સમાં જણાવ્યું છે કે, સરકારના જુદા જુદા વિભાગોના સહાકાર માટે 26 જુલાઈના રોજ આંતરખાતાકીય સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગને લગતા મુદ્દે જાહેર કરાયા હતા. એ મુજબ શાળા બિલ્ડિંગનાં છત પર પાણી ભરાતું હોય તો તે દૂર કરવું. કેમ્પસની આસપાસ ખુલ્લામાં ખાદ્ય પદાર્થો કે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વિતરણ થતુ હોય તે તેને અટકાવવું. તમામ શાળામાં એક શિક્ષકને નોડલ ઓફિસર અને 4થી 5 બાળકોની ટીમ બનાવી કેમ્પસમાં અકઠું થતું કે ભરાઈ રહેતું પાણી હોય તો તેનો નિકાલ કરવો. પ્રાર્થના બાદ વાહક જન્ય રોગ અંગે સમજ આપવી વકૃત્ત્વ, નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવું. મહત્ત્વની વાત એ છે કે, આ માર્ગદર્શિકા ખરેખર ચોમાસુ શરૂ થાય એ પહેલા સ્કૂલો સુધી મોકલી આપવી જોઈએ અને એ માટેની જાગૃતતા ફેલાવવી જોઈએ. એના બદલે હવે ચોમાસુ પુરૂ થયુ છે ત્યારે સ્કૂલોને મોકલવાનો શું ફાયદો ? એવા સવાલ ઊઠયા છે.