Porbandar: 700 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની શખ્સોના રિમાન્ડ મંજૂર

પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ અને 8 ઈરાની નાગરિકોને ઝડપી લેવાનો મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો હતો. જેમાં NCB, ATS દ્વારા આજે આ 8 ઈરાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા ત્યારે કોર્ટે ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની શખ્સોના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પણ પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એજન્સીઓની ટીમે 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા હતા અને આ ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઈટ ફોન સહિતની ટેકનોલોજી મળી આવી હતી. ત્યારે હવે ડ્રગ્સ કોને આપવાના હતા તે મુદ્દે એજન્સીઓ પૂછપરછ કરશે. પોરબંદરમાં ફરી ઝડપાયો મોતનો સામાન તમને જણાવી દઈએ કે ગઈકાલે જ પોરબંદરમાં ફરી એક વખત મોતનો સામાન ઝડપાયો હતો. 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની અંદાજે કિંમત 3000 કરોડની આસપાસ હોવાનું જણાવવામાં આવી રહી છે. NCB અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં 8 ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એજન્સીઓએ 8 ઈરાની નાગરિકોને ઝડપ્યા હતા. આરોપીઓ બોટ મારફતે દક્ષિણ ભારત જવાના હતા પણ અરબી સમુદ્રમાં IMBL નજીકથી જ ડ્રગ્સના જથ્થા સાથે એજન્સીની ટીમોએ ઝડપી પાડ્યા હતા. નેવીના INS મુરમુગાઓ શીપની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો જથ્થો પોરબંદર નેવી જેટી પર લાવવામાં આવ્યો હતો. એજન્સીની આ કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહપ્રધઆન અમિત શાહે પણ એજન્સીઓને અભિનંદન આપ્યા હતા. પોરબંદરનું ગાર્ડન નશેડીઓનો અડ્ડો બની ગયું પબ્લિકના રૂપિયાનું સ્વાહા કરતી પોરબંદર પાલિકા, પોરબંદરમાં પાલિકા દ્વારા ભુતકાળમાં અનેક બાગ બગીચાઓ, ગાર્ડનો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક બ્રહ્માકુમારી નજીકનું ગાર્ડન આવારા તત્વોનો અને નશેડીઓનો અડ્ડો બની ગયું છે, જેનું હજુ પાલિકા દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં અસ્વચ્છતા જોવા મળી રહી છે, અનેક બાગ બગીચાઓમાં થોડી ગંદકી તો દેખાતી હોય, પરંતુ એક ગાર્ડન એવું છે જ્યાં ગંદકીની સાથો સાથ નશાની મહેફિલો જામતી હોય છે. ઈંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ડબલાઓ જોવા મળે છે, પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Porbandar: 700 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની શખ્સોના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ અને 8 ઈરાની નાગરિકોને ઝડપી લેવાનો મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો હતો. જેમાં NCB, ATS દ્વારા આજે આ 8 ઈરાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.

પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ત્યારે કોર્ટે ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની શખ્સોના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પણ પોરબંદર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એજન્સીઓની ટીમે 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા હતા અને આ ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઈટ ફોન સહિતની ટેકનોલોજી મળી આવી હતી. ત્યારે હવે ડ્રગ્સ કોને આપવાના હતા તે મુદ્દે એજન્સીઓ પૂછપરછ કરશે.

પોરબંદરમાં ફરી ઝડપાયો મોતનો સામાન

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ પોરબંદરમાં ફરી એક વખત મોતનો સામાન ઝડપાયો હતો. 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની અંદાજે કિંમત 3000 કરોડની આસપાસ હોવાનું જણાવવામાં આવી રહી છે. NCB અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં 8 ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એજન્સીઓએ 8 ઈરાની નાગરિકોને ઝડપ્યા હતા. આરોપીઓ બોટ મારફતે દક્ષિણ ભારત જવાના હતા પણ અરબી સમુદ્રમાં IMBL નજીકથી જ ડ્રગ્સના જથ્થા સાથે એજન્સીની ટીમોએ ઝડપી પાડ્યા હતા. નેવીના INS મુરમુગાઓ શીપની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો જથ્થો પોરબંદર નેવી જેટી પર લાવવામાં આવ્યો હતો. એજન્સીની આ કાર્યવાહી બાદ કેન્દ્રીય ગૃહપ્રધઆન અમિત શાહે પણ એજન્સીઓને અભિનંદન આપ્યા હતા.

પોરબંદરનું ગાર્ડન નશેડીઓનો અડ્ડો બની ગયું

પબ્લિકના રૂપિયાનું સ્વાહા કરતી પોરબંદર પાલિકા, પોરબંદરમાં પાલિકા દ્વારા ભુતકાળમાં અનેક બાગ બગીચાઓ, ગાર્ડનો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક બ્રહ્માકુમારી નજીકનું ગાર્ડન આવારા તત્વોનો અને નશેડીઓનો અડ્ડો બની ગયું છે, જેનું હજુ પાલિકા દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં અસ્વચ્છતા જોવા મળી રહી છે, અનેક બાગ બગીચાઓમાં થોડી ગંદકી તો દેખાતી હોય, પરંતુ એક ગાર્ડન એવું છે જ્યાં ગંદકીની સાથો સાથ નશાની મહેફિલો જામતી હોય છે. ઈંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ડબલાઓ જોવા મળે છે, પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.