Patanમાં ચાલતા ઓનલાઈન ગેમિંગ સટ્ટા રેકેટનો પર્દાફાશઃ પાંચની ધરપકડ કરાઈ

સ્ટેટ મોનિટરિંગ સેલે પાટણમાં કેનાલ રોડ પર આવેલી જીવરાજપાર્ક સોસાયટીમાં દરોડા પાડી ઓનલાઇન ગેમિંગ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર હરિશકુમાર ઉર્ફ જીગર કેશવલાલ ઠક્કર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.આરોપી યુનિકોન.365 એપ પર આવેલી જુદી જુદી ઓનલાઇન ગેમ પર સટ્ટા રેકેટ ચલાવી રહ્યો છે. અન્ય પકડાયેલા ચાર આરોપી જિગર ઠક્કરના ત્યાં નોકરી કરતા હોવાની વિગતો મળી છે. હરિશકુમાર ઉર્ફ જિગરની પૂછપરછમાં માધુપુરા સટ્ટા રેકેટમાં સંડોવાયેલા સૌરભ ચંદ્રાકર ઉર્ફ મહાદેવનું નામ ખૂલ્યું છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ સૌરભે તેની જુગારની એપ લોટસનું નામ બદલી યુનિકોર્ન365 કરી નાંખ્યું છે. હાલ સૌરભ ચંદ્રાકર દુબઈમાં હોવાની વિગતો આધારે તપાસ એજન્સીઓ તેના વિશે માહિતી એકત્ર કરી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પાટણની જીવરાજપાર્ક સોસાયટીમાં આવેલા મકાન નંબર 81-સીમાં રેડ કરીને હરીશકુમાર ઉર્ફ જીગર કેશવલાલ ઠક્કર, વાઝીદ સલીમ શેખ, વિજય રસીકભાઈ ઠક્કર, પ્રતીક રતિભાઈ લિમ્બાચિયા અને વૈભવ પ્રકાશભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી યુનિકોન365 એપ જુદી જુદી ગેમો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેના મોબાઇલ ફોનમાં યુનિકોન365 એપ ચેક કરતા તેમાં 30,52,281 કોઈનનું બેલેન્સ હતું. પોલીસે સ્થળ પરથી 13 મોબાઈલ ફોન, રૂ.500ની રોક્ડ, 3 લેપટોપ, રાઉટર-ડીવીઆર એક-એક મળીને કુલ રૂ.2,29,500ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.યુનિકોન એપનો માલિક સૌરભ ચંદ્રાકર ઉર્ફ મહાદેવ છે. મૂળ છતીસગઢનો વતની મહાદેવ હાલમાં દુબઈમાં હોવાની વિગતો પોલીસને મળી છે. લોટસ365 એપનું નામ બદલી યુનિકોન 365 એપના નામે બેનંબરી ધંધો શરૂ કર્યો હતો.

Patanમાં ચાલતા ઓનલાઈન ગેમિંગ સટ્ટા રેકેટનો પર્દાફાશઃ પાંચની ધરપકડ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્ટેટ મોનિટરિંગ સેલે પાટણમાં કેનાલ રોડ પર આવેલી જીવરાજપાર્ક સોસાયટીમાં દરોડા પાડી ઓનલાઇન ગેમિંગ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર હરિશકુમાર ઉર્ફ જીગર કેશવલાલ ઠક્કર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.

આરોપી યુનિકોન.365 એપ પર આવેલી જુદી જુદી ઓનલાઇન ગેમ પર સટ્ટા રેકેટ ચલાવી રહ્યો છે. અન્ય પકડાયેલા ચાર આરોપી જિગર ઠક્કરના ત્યાં નોકરી કરતા હોવાની વિગતો મળી છે. હરિશકુમાર ઉર્ફ જિગરની પૂછપરછમાં માધુપુરા સટ્ટા રેકેટમાં સંડોવાયેલા સૌરભ ચંદ્રાકર ઉર્ફ મહાદેવનું નામ ખૂલ્યું છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ સૌરભે તેની જુગારની એપ લોટસનું નામ બદલી યુનિકોર્ન365 કરી નાંખ્યું છે. હાલ સૌરભ ચંદ્રાકર દુબઈમાં હોવાની વિગતો આધારે તપાસ એજન્સીઓ તેના વિશે માહિતી એકત્ર કરી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે પાટણની જીવરાજપાર્ક સોસાયટીમાં આવેલા મકાન નંબર 81-સીમાં રેડ કરીને હરીશકુમાર ઉર્ફ જીગર કેશવલાલ ઠક્કર, વાઝીદ સલીમ શેખ, વિજય રસીકભાઈ ઠક્કર, પ્રતીક રતિભાઈ લિમ્બાચિયા અને વૈભવ પ્રકાશભાઈ ઠક્કરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી યુનિકોન365 એપ જુદી જુદી ગેમો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેના મોબાઇલ ફોનમાં યુનિકોન365 એપ ચેક કરતા તેમાં 30,52,281 કોઈનનું બેલેન્સ હતું. પોલીસે સ્થળ પરથી 13 મોબાઈલ ફોન, રૂ.500ની રોક્ડ, 3 લેપટોપ, રાઉટર-ડીવીઆર એક-એક મળીને કુલ રૂ.2,29,500ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.યુનિકોન એપનો માલિક સૌરભ ચંદ્રાકર ઉર્ફ મહાદેવ છે. મૂળ છતીસગઢનો વતની મહાદેવ હાલમાં દુબઈમાં હોવાની વિગતો પોલીસને મળી છે. લોટસ365 એપનું નામ બદલી યુનિકોન 365 એપના નામે બેનંબરી ધંધો શરૂ કર્યો હતો.