Ahmedabad: નરાધમ ભાઈએ પિતરાઈ બહેનના ફોટાને બીભસ્ત મોર્ફ કરી કર્યા વાયરલ
આરોપીએ પિતરાઈ બહેનના ફોટાને બીભસ્ત મોર્ફ કરી સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરાઈ આરોપીની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના હતા તેના લગ્ન ફરિયાદી સાથે થતા રચ્યું કાવતરું અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ તેની પિતરાઈ બહેનના ફોટાને બીભસ્ત મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીભસ્ત રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ પોલીસની ગિફ્ટમાં ઉભેલો આ આરોપી છે જેણે પોતાની સગી બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે પિતરાઈ બહેન તેમજ અન્ય પરિવારના સભ્યોના ફોટો બીભસ્ત રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ફરિયાદીના મોબાઇલમાં તેના બીભસ્ત ફોટા જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેને લઈને સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ સમગ્ર કાવતરા પાછળ મુખ્ય આરોપી ફરિયાદીનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના હતા તેના લગ્ન ફરિયાદી સાથે થઈ ગયા હતા. જેના કારણે પોતાની બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે આરોપીએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે. જેના કારણે ફરિયાદીના લગ્નની ફોટોગ્રાફી આરોપીએ જ કરી હતી. જેથી તેની પાસે ફરિયાદી અને તેના પરિવારને મહિલાના ફોટોસ હતા જેનો મોર્ફ કરી સમાજમાં બદનામી થાય તે હેતુથી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે આરોપીએ તેના મોબાઈલ ફોન અને ઇમેલ આઇડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હાલ તો સમગ્ર મામલે ઓઢવ પોલીસે આરોપી ધરપકડ કરી છે. સાથે જ આ સમગ્ર કાવતરામાં તેણે કોની કોની મદદ લીધી હતી તેમજ આ કૃત્ય કરવા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આરોપીએ પિતરાઈ બહેનના ફોટાને બીભસ્ત મોર્ફ કરી સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ
- સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરાઈ
- આરોપીની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના હતા તેના લગ્ન ફરિયાદી સાથે થતા રચ્યું કાવતરું
અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ તેની પિતરાઈ બહેનના ફોટાને બીભસ્ત મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બીભસ્ત રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં કર્યા વાયરલ
પોલીસની ગિફ્ટમાં ઉભેલો આ આરોપી છે જેણે પોતાની સગી બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે પિતરાઈ બહેન તેમજ અન્ય પરિવારના સભ્યોના ફોટો બીભસ્ત રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ફરિયાદીના મોબાઇલમાં તેના બીભસ્ત ફોટા જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેને લઈને સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ સમગ્ર કાવતરા પાછળ મુખ્ય આરોપી ફરિયાદીનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું હતું.
આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના હતા તેના લગ્ન ફરિયાદી સાથે થઈ ગયા હતા. જેના કારણે પોતાની બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે આરોપીએ આ સમગ્ર કાવતરું રચ્યું હતું. આરોપી વ્યવસાયે ફોટોગ્રાફર છે. જેના કારણે ફરિયાદીના લગ્નની ફોટોગ્રાફી આરોપીએ જ કરી હતી. જેથી તેની પાસે ફરિયાદી અને તેના પરિવારને મહિલાના ફોટોસ હતા જેનો મોર્ફ કરી સમાજમાં બદનામી થાય તે હેતુથી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે આરોપીએ તેના મોબાઈલ ફોન અને ઇમેલ આઇડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
હાલ તો સમગ્ર મામલે ઓઢવ પોલીસે આરોપી ધરપકડ કરી છે. સાથે જ આ સમગ્ર કાવતરામાં તેણે કોની કોની મદદ લીધી હતી તેમજ આ કૃત્ય કરવા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.