શહેરમાં 15 વર્ષ જૂના 859 સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ
વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં નોંધાયેલા ત્રણ હજાર પૈકી 15 વર્ષ જુના 859 સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ થઈ ગયું છે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત ધૂળ ખાતા સરકારી વાહનોના યોગ્ય નિકાલમાં ધાંધિયાથી સરકારને જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.શહેર-જિલ્લામાં વિવિધ સરકારી વિભાગને ફળવાયેલા ત્રણ હજાર વાહનોનું રજિસ્ટ્રેશન (જીજે-06) વડોદરા આરટીઓની કચેરીમાં છે. જેમાં ટુ અને ફોર વ્હીલર સાથે હળવા ભારદારી વાહનોનો સમાવેશ થાય છે. ત્રણ હજાર પૈકી 859 સરકારી વાહનો 15 વર્ષ જુના છે. સ્ક્રેપ પોલિસી હેઠળ 859 વાહનોનું આરટીઓ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ 15 વર્ષ જુના અને વાતાવરણ પ્રદુષિત કરતા સરકારી વાહનોનો ચોક્કસ પ્રક્રિયા હેઠળ નિકાલ કરવાનો હોય છે. સ્ક્રેપના વાહનો માટે નિયત વળતર પણ મળે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ, મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ (MSTC) દ્વારા ઇ-ઓક્શન પ્લેટફેર્મ વિકસાવવામાં આવ્યું છે. સરકારી વાહનોને સ્ક્રેપ કરવા માટે ઇ-ઓક્શનનની પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. MSTC પર ઈ-ઓક્શન દ્વારા સરકારી માલિકીના વાહનોને સ્ક્રેપ કરવા માટે સૂચિત પદ્ધતિની વિગતો હોય છે. બીજી તરફ, કેન્દ્રના ટ્રાન્સપોર્ટ વિભાગના 23 સપ્ટેમ્બર 2021ના પરિપત્રની જોગવાઈ મુજબ રાજ્યમાં પાંચ RVSF (રજિસ્ટ્રર વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટિ સેન્ટર) કાર્યરત છે. સરકાર માન્ય RVSFને જ ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. RVSF દ્વારા સ્ક્રેપના સરકારી વાહનોના મહત્તમ ભાવને સંબંધિત કચેરીના વડા મંજુર કરી શકે છે. વડોદરામાં સ્ક્રેપ પાલિસીના અમલમાં બાબુઓની આળસથી સરકારને જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, સમય પસાર થતા સ્ક્રેપના વાહનોની કિંમત પણ ઓછી મળે છે. 15 વર્ષ જૂના ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યૂ થઈ શકે છે 15 જુના હોય સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ થયા બાદ તેનો ઉપયોગ કરી શકાય નહીં. તે વાહનોનો સ્ક્રેપ પાલિસી અંતર્ગત નિકાલ કરવો પડે છે. ખાનગી ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોને આ નિયમ હજુ સુધી લાગુ પડતો નથી. 15 વર્ષ જુના ખાનગી વાહનો ફિટનેસ ટેસ્ટમાં પાસ થાય તો અત્રેથી રજિસ્ટ્રેશન રિન્યુ કરવામાં આવે છે. રાજ્યમાં અઢી વર્ષમાં ફક્ત 778 સરકારી વાહનો સ્ક્રેપ થયા રાજ્યમાં સરકારી વાહનોના સ્ક્રેપ માટે છેલ્લાં અઢી વર્ષમાં 1,865 પૈકી 1,437 અરજી મંજૂર થઈ હતી. જે અંતર્ગત ફક્ત 778 સરકારી વાહનોને સર્ટિફિકેટ ઓફ વ્હીકલ સ્ક્રેપિંગ (CVS) મળ્યું હતું. વડોદરામાં જ 15 વર્ષ જુના 859 સરકારી વાહનો છે તો સમગ્ર રાજ્યમાં કેટલા હશે ? તેનો અંદાજ લગાવી શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં નોંધાયેલા ત્રણ હજાર પૈકી 15 વર્ષ જુના 859 સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ થઈ ગયું છે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત ધૂળ ખાતા સરકારી વાહનોના યોગ્ય નિકાલમાં ધાંધિયાથી સરકારને જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
શહેર-જિલ્લામાં વિવિધ સરકારી વિભાગને ફળવાયેલા ત્રણ હજાર વાહનોનું રજિસ્ટ્રેશન (જીજે-06) વડોદરા આરટીઓની કચેરીમાં છે. જેમાં ટુ અને ફોર વ્હીલર સાથે હળવા ભારદારી વાહનોનો સમાવેશ થાય છે. ત્રણ હજાર પૈકી 859 સરકારી વાહનો 15 વર્ષ જુના છે. સ્ક્રેપ પોલિસી હેઠળ 859 વાહનોનું આરટીઓ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ 15 વર્ષ જુના અને વાતાવરણ પ્રદુષિત કરતા સરકારી વાહનોનો ચોક્કસ પ્રક્રિયા હેઠળ નિકાલ કરવાનો હોય છે. સ્ક્રેપના વાહનો માટે નિયત વળતર પણ મળે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ, મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ (MSTC) દ્વારા ઇ-ઓક્શન પ્લેટફેર્મ વિકસાવવામાં આવ્યું છે. સરકારી વાહનોને સ્ક્રેપ કરવા માટે ઇ-ઓક્શનનની પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. MSTC પર ઈ-ઓક્શન દ્વારા સરકારી માલિકીના વાહનોને સ્ક્રેપ કરવા માટે સૂચિત પદ્ધતિની વિગતો હોય છે. બીજી તરફ, કેન્દ્રના ટ્રાન્સપોર્ટ વિભાગના 23 સપ્ટેમ્બર 2021ના પરિપત્રની જોગવાઈ મુજબ રાજ્યમાં પાંચ RVSF (રજિસ્ટ્રર વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટિ સેન્ટર) કાર્યરત છે. સરકાર માન્ય RVSFને જ ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. RVSF દ્વારા સ્ક્રેપના સરકારી વાહનોના મહત્તમ ભાવને સંબંધિત કચેરીના વડા મંજુર કરી શકે છે. વડોદરામાં સ્ક્રેપ પાલિસીના અમલમાં બાબુઓની આળસથી સરકારને જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, સમય પસાર થતા સ્ક્રેપના વાહનોની કિંમત પણ ઓછી મળે છે.
15 વર્ષ જૂના ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યૂ થઈ શકે છે
15 જુના હોય સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન રદ થયા બાદ તેનો ઉપયોગ કરી શકાય નહીં. તે વાહનોનો સ્ક્રેપ પાલિસી અંતર્ગત નિકાલ કરવો પડે છે. ખાનગી ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોને આ નિયમ હજુ સુધી લાગુ પડતો નથી. 15 વર્ષ જુના ખાનગી વાહનો ફિટનેસ ટેસ્ટમાં પાસ થાય તો અત્રેથી રજિસ્ટ્રેશન રિન્યુ કરવામાં આવે છે.
રાજ્યમાં અઢી વર્ષમાં ફક્ત 778 સરકારી વાહનો સ્ક્રેપ થયા
રાજ્યમાં સરકારી વાહનોના સ્ક્રેપ માટે છેલ્લાં અઢી વર્ષમાં 1,865 પૈકી 1,437 અરજી મંજૂર થઈ હતી. જે અંતર્ગત ફક્ત 778 સરકારી વાહનોને સર્ટિફિકેટ ઓફ વ્હીકલ સ્ક્રેપિંગ (CVS) મળ્યું હતું. વડોદરામાં જ 15 વર્ષ જુના 859 સરકારી વાહનો છે તો સમગ્ર રાજ્યમાં કેટલા હશે ? તેનો અંદાજ લગાવી શકાય છે.