Valsad: હરિયા ગામે પાણીની લાઈનનું કામ ગામના લોકોએ હોબાળો કરી અટકાવ્યું

વલસાડના હરિયા ગામે ગામના લોકો દ્વારા હોબાળો અને વિરોધ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠાની નખાતી પાણીની લાઈનનું કામ ગામના લોકોએ અટકાવ્યું છે. હરિયા ગામના ઓરી ફળિયામાં 40થી વધુ ઘરને પાણીની પાઈપલાઈન નાખવાથી તેઓના ઘરોને નુકસાનની ભીતિને લઈ કામગીરી બંધ કરાવવામાં આવી છે. હરીયા ગામના સરપંચ અને માજી સરપંચ દ્વારા ગામ લોકો સાથે મળીને પાણી પુરવઠાની ચાલતી કામગીરી બંધ કરાવવામાં આવી છે.સરપંચ, માજી સરપંચે પાણી પુરવઠાની કામગીરી બંધ કરાવી હાલમાં મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈને કામ અટકાવ્યું છે અને જેસીબી અને ટ્રેક્ટરની ચાવી લઈ લેવામાં આવી છે. ગામના લોકોની એક જ માગ છે કે રસ્તો ખોદાયો તે બનાવી આપવામાં આવે. 35 વર્ષ પછી બનેલો રસ્તો પાણીની પાઈપલાઈન ખોદવા માટે ખોદી કાઢવામાં આવ્યો છે. ત્યારે ગામ લોકો માટે સ્મશાન ભૂમિ જવા માટે એક માત્ર રસ્તો છે, જે પણ ખોદી નાખવામાં આવતા ગામના લોકો રોષે ભરાયા છે. ત્યારે વધુમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે પાણી પુરવઠા વિભાગે ગામ પંચાયતની મંજૂરી લીધા વગર જ રસ્તાઓ ખોદતા હોબાળો મચ્યો છે. ગામના લોકોએ અને સરપંચે પાણી પુરવઠાની નખાતી પાઈપલાઈનની કામગીરીનો વિરોધ કર્યો છે. ભરૂચના જંબુસરના ડાભા ગામે ડામર પ્લાન્ટને લઈને ગ્રામજનોનો હોબાળો ભરૂચના જંબુસરના ડાભા ગામે આવેલા ડામર પ્લાન્ટને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. જંબુસર તાલુકાના ડાભા ગામે ડામર પ્લાન્ટથી ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતોના પાક અને નજીકમાં આવેલા વૃક્ષ પણ કાળ પડી રહ્યા છે. ડાભા ગામે આવેલા ડામર પ્લાન્ટના કાળા કલરના ધુમાડાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચે છે. ખેતરમાંથી 12 જેટલી ongcની લાઈનો જતી હોય તે છતાં પણ NAની પરમિશન કોણે આપી તેવી લોકચર્ચા છે. ડાભા ગજેરા રોડ ઉપર આવેલા ડામર પ્લાન્ટને બંધ કરાવવા ડાભા ગામ તેમજ ગામના ખેડૂતોની માગ ઉઠી છે. પોલ્યુશન વિભાગની પરમિશન છે કે નથી એ પણ તપાસનો વિષય છે. આ ડામર પ્લાન્ટ દ્વારા ડાભા ગામ પંચાયતમાંથી પણ કોઈ પરમિશન લેવામાં આવી નથી આવનારા દિવસોમાં આ પ્લાન્ટને બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Valsad: હરિયા ગામે પાણીની લાઈનનું કામ ગામના લોકોએ હોબાળો કરી અટકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડના હરિયા ગામે ગામના લોકો દ્વારા હોબાળો અને વિરોધ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠાની નખાતી પાણીની લાઈનનું કામ ગામના લોકોએ અટકાવ્યું છે. હરિયા ગામના ઓરી ફળિયામાં 40થી વધુ ઘરને પાણીની પાઈપલાઈન નાખવાથી તેઓના ઘરોને નુકસાનની ભીતિને લઈ કામગીરી બંધ કરાવવામાં આવી છે. હરીયા ગામના સરપંચ અને માજી સરપંચ દ્વારા ગામ લોકો સાથે મળીને પાણી પુરવઠાની ચાલતી કામગીરી બંધ કરાવવામાં આવી છે.

સરપંચ, માજી સરપંચે પાણી પુરવઠાની કામગીરી બંધ કરાવી

હાલમાં મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈને કામ અટકાવ્યું છે અને જેસીબી અને ટ્રેક્ટરની ચાવી લઈ લેવામાં આવી છે. ગામના લોકોની એક જ માગ છે કે રસ્તો ખોદાયો તે બનાવી આપવામાં આવે. 35 વર્ષ પછી બનેલો રસ્તો પાણીની પાઈપલાઈન ખોદવા માટે ખોદી કાઢવામાં આવ્યો છે. ત્યારે ગામ લોકો માટે સ્મશાન ભૂમિ જવા માટે એક માત્ર રસ્તો છે, જે પણ ખોદી નાખવામાં આવતા ગામના લોકો રોષે ભરાયા છે. ત્યારે વધુમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે પાણી પુરવઠા વિભાગે ગામ પંચાયતની મંજૂરી લીધા વગર જ રસ્તાઓ ખોદતા હોબાળો મચ્યો છે. ગામના લોકોએ અને સરપંચે પાણી પુરવઠાની નખાતી પાઈપલાઈનની કામગીરીનો વિરોધ કર્યો છે.

ભરૂચના જંબુસરના ડાભા ગામે ડામર પ્લાન્ટને લઈને ગ્રામજનોનો હોબાળો

ભરૂચના જંબુસરના ડાભા ગામે આવેલા ડામર પ્લાન્ટને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. જંબુસર તાલુકાના ડાભા ગામે ડામર પ્લાન્ટથી ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતોના પાક અને નજીકમાં આવેલા વૃક્ષ પણ કાળ પડી રહ્યા છે. ડાભા ગામે આવેલા ડામર પ્લાન્ટના કાળા કલરના ધુમાડાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચે છે. ખેતરમાંથી 12 જેટલી ongcની લાઈનો જતી હોય તે છતાં પણ NAની પરમિશન કોણે આપી તેવી લોકચર્ચા છે. ડાભા ગજેરા રોડ ઉપર આવેલા ડામર પ્લાન્ટને બંધ કરાવવા ડાભા ગામ તેમજ ગામના ખેડૂતોની માગ ઉઠી છે. પોલ્યુશન વિભાગની પરમિશન છે કે નથી એ પણ તપાસનો વિષય છે. આ ડામર પ્લાન્ટ દ્વારા ડાભા ગામ પંચાયતમાંથી પણ કોઈ પરમિશન લેવામાં આવી નથી આવનારા દિવસોમાં આ પ્લાન્ટને બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.