Gadhada: કેરાળા ગામે આવેલા સહસ્ત્ર ધરામાં પાણીની આવકથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ગઢડા(સ્વામીના) તાલુકાના લીંબાળી સિંચાઈ ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા લીંબાળી, કેરાળા, માંડવધાર, ગઢડા સહિતની નદીઓ અને તળાવો પાણીથી સજીવન બન્યા છે. તેમજ કેરાળા ગામે આવેલા અને સ્વામિનારાયણ ભગવાનના સ્નાન લીલાના પ્રાસાદિક સ્થાન સહસ્ત્રધરા તરીકે જાણિતી જગ્યામાં પાણીના ધોધ અને ખડક વચ્ચેથી ઝરણાં વહેતા થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગઢડા ખાતે યોજાનાર જળજીલણી એકાદશીના સમૈયા માટે સરકાર સમક્ષ પાણી છોડવા થયેલી રજૂઆતના પગલે લીંબાળી સિંચાઈ યોજના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે લીંબાળીથી ગઢડા સુધીના વિસ્તારમાં આવતી નદીઓ અને તળાવો સજીવન બન્યા છે. જેના કારણે કેરાળા ગામ પાસે આવેલા સહસ્ત્રધરા સ્થાને પાણીના ખળખળ વહેતા ઝરણા અને ધોધ શરૂ થતા કુદરતી મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના પગલે મોટી સંખ્યામા લોકો કુદરતનું સાંનિધ્ય માણવા માટે સહસ્ત્ર ધરા અને ખોડીયાર મંદિરે ઉમટી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગઢડા(સ્વામીના) તાલુકાના લીંબાળી સિંચાઈ ડેમના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા લીંબાળી, કેરાળા, માંડવધાર, ગઢડા સહિતની નદીઓ અને તળાવો પાણીથી સજીવન બન્યા છે. તેમજ કેરાળા ગામે આવેલા અને સ્વામિનારાયણ ભગવાનના સ્નાન લીલાના પ્રાસાદિક સ્થાન સહસ્ત્રધરા તરીકે જાણિતી જગ્યામાં પાણીના ધોધ અને ખડક વચ્ચેથી ઝરણાં વહેતા થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
ગઢડા ખાતે યોજાનાર જળજીલણી એકાદશીના સમૈયા માટે સરકાર સમક્ષ પાણી છોડવા થયેલી રજૂઆતના પગલે લીંબાળી સિંચાઈ યોજના ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે લીંબાળીથી ગઢડા સુધીના વિસ્તારમાં આવતી નદીઓ અને તળાવો સજીવન બન્યા છે. જેના કારણે કેરાળા ગામ પાસે આવેલા સહસ્ત્રધરા સ્થાને પાણીના ખળખળ વહેતા ઝરણા અને ધોધ શરૂ થતા કુદરતી મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના પગલે મોટી સંખ્યામા લોકો કુદરતનું સાંનિધ્ય માણવા માટે સહસ્ત્ર ધરા અને ખોડીયાર મંદિરે ઉમટી રહ્યા છે.