Bharuch: બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં માત્ર 10 વર્ષની બાળકીને સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું આઠ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માગ કરી હતી. લોકોએ આરોપીના પૂતળા પર ગુસ્સો ઉતાર્યો ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરુચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે તેની પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ગંભીર હાલતમાં બાળકીને વડોદરા SSGની હોસ્પિટલમાં 8 દિવસ સુધી સારવાર આપતા જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી. જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજાની માગ સાથેના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. આરોપીના પૂતળાને ચપ્પલો મારી ફાંસીની માગ કરાઈ ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખ્તમાં સખત સજા કરી ફાંસીના માંચડે ચડાવવાની માગ સાથે આરોપી વિજય પાસવાનના પૂતળાને ચપ્પલો મારી આપવાની માગ સાથે ફાંસી આપવાની માગ સાથે રેલી કાઢી વિરોધ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના ચપ્પલ મારતા પોલીસે તાત્કાલિક પૂતળાને જપ્ત કરતા એક સમય વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં માત્ર 10 વર્ષની બાળકીને સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું આઠ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માગ કરી હતી.
લોકોએ આરોપીના પૂતળા પર ગુસ્સો ઉતાર્યો
ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરુચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે તેની પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ગંભીર હાલતમાં બાળકીને વડોદરા SSGની હોસ્પિટલમાં 8 દિવસ સુધી સારવાર આપતા જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી. જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજાની માગ સાથેના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે.
આરોપીના પૂતળાને ચપ્પલો મારી ફાંસીની માગ કરાઈ
ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખ્તમાં સખત સજા કરી ફાંસીના માંચડે ચડાવવાની માગ સાથે આરોપી વિજય પાસવાનના પૂતળાને ચપ્પલો મારી આપવાની માગ સાથે ફાંસી આપવાની માગ સાથે રેલી કાઢી વિરોધ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના ચપ્પલ મારતા પોલીસે તાત્કાલિક પૂતળાને જપ્ત કરતા એક સમય વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માગ કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.