Surat: સરકારી બસ એ કચરાપેટી નથી, મુસાફરોએ સ્વચ્છતા રાખવી જોઈએ: હર્ષ સંઘવી

સુરત એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો. જે વર્કશોપનું ઉદઘાટન વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. આ ડેપો 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું. ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, બે રેકોર્ડ રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યો છે. નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય, સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા. રાજ્યના શહેરોને કનેક્ટ કરવા 20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 20 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન નાગરિકો માટે કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે. આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે. વિવિધ સુવિધાઓથી સજ્જ આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

Surat: સરકારી બસ એ કચરાપેટી નથી, મુસાફરોએ સ્વચ્છતા રાખવી જોઈએ: હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો. જે વર્કશોપનું ઉદઘાટન વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું.

આ ડેપો 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું. ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, બે રેકોર્ડ રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યો છે. નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય, સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા.

રાજ્યના શહેરોને કનેક્ટ કરવા 20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 20 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન નાગરિકો માટે કરવામાં આવ્યું હતું.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે.

આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

વિવિધ સુવિધાઓથી સજ્જ

આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.