Rajkotના થોરાળામાં નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો
રાજકોટમાં નકલી પોલીસ બનીને તોડ કરવો હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે,યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી 23,000 પડાવનાર સગીર સહીત એક આરોપીને થોરાળા પોલીસે ઝડપી પાડયો છે. અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યાનો થયો ખુલાસો. અગાઉ પણ પોલીસના નામે કરતો હતો તોડ રાજકોટ શહેરમાં અસલી પોલીસ જેટલી નિષ્ક્રિય બની છે તેટલી જ નકલી પોલીસ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામના યુવકને નકલી પોલીસનો ભેટો થયો હતો અને રેડલાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરતો હતો કેસ કરવાનો છે તેમ કહી ધમકાવી યુવક પાસેથી રૂ.23 હજાર લૂંટીને બે શખ્સ નાસી ગયા હતા જેની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી આજ રોજ થોરાળા પોલીસ દ્વારા એક સગીર સહીત બે આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ વાહન તેમજ 23,000 રોકડ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા અગાઉ પણ પોલીસના નામે તોડ કરવા તેમજ ચોરી સહીત સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. અનેક લોકો પાસેથી લીધા રૂપિયા રાજકોટ એસીપી વિનાયક પટેલએ જણાવ્યું હતું કે, ચોટીલાના લાખણકા ગામે રહેતા ફરિયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખ્સ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના મોટોભાઇ તથા ભાભી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે. ભાભીને રૈયા રોડ પરની હોસ્પિટલમાં પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હોય માટે તેઓ રાજકોટ આવ્યા હતા દરમિયાન તા.25 જાન્યુઆરીના રોજ સાંજે હોસ્પિટલથી તેઓ ભાઇના ઘરે જવા નીકળેલ ત્યારે હોસ્પિટલ ખર્ચના રૂ.25 હજાર રોકડા સ્કૂટરની ડેકીમાં રાખ્યા હતા. ગુગલ પે માં રહેલા રૂપિયાની પણ કરતા માંગણી ફરિયાદી ચુનારાવાડ ચોક ભાવનગર રોડથી અમૂલ સર્કલ પાસે પહોંચતા સમયે પાછળથી સ્કૂટરમાં બે શખ્સો આવ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તું ચુનારાવાડ ચોક પાસે મકાનની ડેલી નજીક એક સ્ત્રી પાસે ગયો હતો, તારી પાછળ આવીને અમે તને પકડ્યો છે, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે, પોલીસ સ્ટેશન ચાલ તેમ કહીને ધમકાવતાં ફરિયાદી ગભરાઇ ગયો હતો અને તેણે તમારી રીતે પૂરું કરોને મારા ભાભીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે હોસ્પિટલે જવાનું છે તેવી આજીજી કરતાં બંનેએ તારા ગૂગલ પે એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે તેમ કહેતા ફરિયાદીએ રૂ.4500 હોવાનું કહેતાં બે પૈકીના એક શખ્સે ફરિયાદી પાસેથી તેના સ્કૂટરની ચાવી લઇ લીધી હતી અને સ્કૂટરની ડેકી ખોલી હતી તેમાં રૂ.25 હજાર દેખાઇ જતાં તે શખ્સે લઇ લીધા હતા અને રૂ.2 હજાર પરત આવી રૂ.23 હજાર લઇને બંને નાસી ગયા હતા. અલગ-અલગ બે સ્થળોએ આચર્યા ગુના બંને શખ્સ નકલી પોલીસ હોવાની શંકા જતા પોલીસ કન્ટ્રોલ રૂમ પર ફોન કરતાં થોરાળા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે બાતમીના આધારે થોરાળા પોલીસે સલીમ અને સગીર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં આરોપી સલીમ અગાઉ પણ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા હોવાનું અને ચોરી સહોત કુલ સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું અને સગીર આરોપી પણ અલગ અલગ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં નકલી પોલીસ બનીને તોડ કરવો હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોરાળા વિસ્તારમાં એક યુવક નકલી પોલીસનો ભોગ બન્યો છે,યુવક સ્ત્રી પાસે ઉભો હતો અને પોલીસ કેસ થશે એમ કહી 23,000 પડાવનાર સગીર સહીત એક આરોપીને થોરાળા પોલીસે ઝડપી પાડયો છે. અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યાનો થયો ખુલાસો.
અગાઉ પણ પોલીસના નામે કરતો હતો તોડ
રાજકોટ શહેરમાં અસલી પોલીસ જેટલી નિષ્ક્રિય બની છે તેટલી જ નકલી પોલીસ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામના યુવકને નકલી પોલીસનો ભેટો થયો હતો અને રેડલાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરતો હતો કેસ કરવાનો છે તેમ કહી ધમકાવી યુવક પાસેથી રૂ.23 હજાર લૂંટીને બે શખ્સ નાસી ગયા હતા જેની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી આજ રોજ થોરાળા પોલીસ દ્વારા એક સગીર સહીત બે આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ વાહન તેમજ 23,000 રોકડ સહીત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા અગાઉ પણ પોલીસના નામે તોડ કરવા તેમજ ચોરી સહીત સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.
અનેક લોકો પાસેથી લીધા રૂપિયા
રાજકોટ એસીપી વિનાયક પટેલએ જણાવ્યું હતું કે, ચોટીલાના લાખણકા ગામે રહેતા ફરિયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખ્સ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના મોટોભાઇ તથા ભાભી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે. ભાભીને રૈયા રોડ પરની હોસ્પિટલમાં પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હોય માટે તેઓ રાજકોટ આવ્યા હતા દરમિયાન તા.25 જાન્યુઆરીના રોજ સાંજે હોસ્પિટલથી તેઓ ભાઇના ઘરે જવા નીકળેલ ત્યારે હોસ્પિટલ ખર્ચના રૂ.25 હજાર રોકડા સ્કૂટરની ડેકીમાં રાખ્યા હતા.
ગુગલ પે માં રહેલા રૂપિયાની પણ કરતા માંગણી
ફરિયાદી ચુનારાવાડ ચોક ભાવનગર રોડથી અમૂલ સર્કલ પાસે પહોંચતા સમયે પાછળથી સ્કૂટરમાં બે શખ્સો આવ્યા હતા અને બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તું ચુનારાવાડ ચોક પાસે મકાનની ડેલી નજીક એક સ્ત્રી પાસે ગયો હતો, તારી પાછળ આવીને અમે તને પકડ્યો છે, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે, પોલીસ સ્ટેશન ચાલ તેમ કહીને ધમકાવતાં ફરિયાદી ગભરાઇ ગયો હતો અને તેણે તમારી રીતે પૂરું કરોને મારા ભાભીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે હોસ્પિટલે જવાનું છે તેવી આજીજી કરતાં બંનેએ તારા ગૂગલ પે એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે તેમ કહેતા ફરિયાદીએ રૂ.4500 હોવાનું કહેતાં બે પૈકીના એક શખ્સે ફરિયાદી પાસેથી તેના સ્કૂટરની ચાવી લઇ લીધી હતી અને સ્કૂટરની ડેકી ખોલી હતી તેમાં રૂ.25 હજાર દેખાઇ જતાં તે શખ્સે લઇ લીધા હતા અને રૂ.2 હજાર પરત આવી રૂ.23 હજાર લઇને બંને નાસી ગયા હતા.
અલગ-અલગ બે સ્થળોએ આચર્યા ગુના
બંને શખ્સ નકલી પોલીસ હોવાની શંકા જતા પોલીસ કન્ટ્રોલ રૂમ પર ફોન કરતાં થોરાળા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે બાતમીના આધારે થોરાળા પોલીસે સલીમ અને સગીર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં આરોપી સલીમ અગાઉ પણ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા હોવાનું અને ચોરી સહોત કુલ સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું અને સગીર આરોપી પણ અલગ અલગ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.