જ્યોતિષ દંપતિએ અનેક લોકો પાસેથી વિધીના નામે લાખો રૂપિયા પડાવ્યા
(આરોપી- અલ્પેશ જોષી) અમદાવાદ,સોમવારશહેરના સેેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પારિવારીક પ્રશ્નો હોવાથી તેેણે એક મહિલા જ્યોતિષનો સંપર્ક કરતા તેની પાસેથી વિધીના નામે જ્યોતિષે તેની પત્ની સાથે મળીને ૨૦ લાખ રૂપિયા પડાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તે જ્યોતિષના નામે અલગ અલગ મોબાઇલ નંબર અને નામ ધારણ કરીને છેતરપિંડી આચરતા હતા. ખાસ કરીને જે મહિલાઓને પતિ કે સાસરિયાઓ સાથે અણબનાવ હોય તેમને ટારગેટ કરીને નાણાં પડાવવાની સાથે બ્લેકમેઇલ પણ કરતા હતા. જો કે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસને હજુ સુધી આરોપીઓને કોઇ કડી મળી નથી. શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ અને સાસુ સાથે ખટરાગ હોવાથી તે એક જ્યોતિષના વિશ્વાસમાં આવી હતી અને કથિત જ્યોતિષ દંપતિએ ૨૦ લાખ જેટલી રકમ વસુલી લીધી હતી. આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ પોતાની ઓળખ અમિત ત્રિવેદી તરીકે આપતો હતો તેનું નામ અલ્કેશ જોષી હતું અને મનીષા નામની મહિલાનું નામ નીતુ જોષી હતું. આ બન્ટી બબલીએ જ્યોતિષ દંપત્તિના નામે માત્ર સેટેલાઇટમાં રહેતી મહિલા જ નહી પણ અમદાવાદમાં વાસણા, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ હતા. જ્યોતિષ દંપતિની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે તે સાસરિયાઓથી પિડીત મહિલાઓને ટારગેટ કરતા હતા. જેમાં વિધી કરાવવાના નામે લાખો રૂપિયા લેતા હતા. જ્યારે અનેક કિસ્સામા ંસાસરિયાઓથી નાખુશ હોય તેવી મહિલાઓને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે અન્ય સ્થળે લગ્ન કરાવી દેવાનું કહીને વિશ્વાસમાં લેતા હતા. જેમાં તે લગ્ન માટે અગાઉ નક્કી કરેલા યુવકને મળવાને બદલે તેની સાથે ફોન પર વાત કરવાનું કરતા હતા. આ માટે અલ્કેશ જોષી તેના બે ભત્રીજા અને અન્ય સાગરિતોની મદદ લઇને તેમને લગ્ન માટેના યુવક તરીકે ઓળખ અપાવીને વાત કરાવતા હતા. જેથી મહિલા તેમના વિશ્વાસ આવે ત્યારે વધારે નાણાં પડાવતા હતા. અત્યાર સુધીમાં આ બંટી બબલીએ ૫૦ થી વધારે મહિલાઓને ટારગેટ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા અને આ માટે તે અખબારમાં જાહેરાત આપતા સમયે અલગ અલગ નામ અને મોબાઇલ નંબર આપતા હતા. એટલું જ નહી તે ગુજરાતમાં ચોક્કસ ક્યા શહેરના રહેવાસી છે? તે અંગે પણ ભોગ બનનારને માહિતી આપતા નહોતા. ત્યારે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
(આરોપી- અલ્પેશ જોષી) અમદાવાદ,સોમવાર
શહેરના સેેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલાને પારિવારીક પ્રશ્નો હોવાથી તેેણે એક મહિલા જ્યોતિષનો સંપર્ક કરતા તેની પાસેથી વિધીના નામે જ્યોતિષે તેની પત્ની સાથે મળીને ૨૦ લાખ રૂપિયા પડાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં તે જ્યોતિષના નામે અલગ અલગ મોબાઇલ નંબર અને નામ ધારણ કરીને છેતરપિંડી આચરતા હતા. ખાસ કરીને જે મહિલાઓને પતિ કે સાસરિયાઓ સાથે અણબનાવ હોય તેમને ટારગેટ કરીને નાણાં પડાવવાની સાથે બ્લેકમેઇલ પણ કરતા હતા. જો કે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસને હજુ સુધી આરોપીઓને કોઇ કડી મળી નથી.
શહેરના સેટેલાઇટ પ્રેરણાતીર્થ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ અને સાસુ સાથે ખટરાગ હોવાથી તે એક જ્યોતિષના વિશ્વાસમાં આવી હતી અને કથિત જ્યોતિષ દંપતિએ ૨૦ લાખ જેટલી રકમ વસુલી લીધી હતી. આ કેસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ પોતાની ઓળખ અમિત ત્રિવેદી તરીકે આપતો હતો તેનું નામ અલ્કેશ જોષી હતું અને મનીષા નામની મહિલાનું નામ નીતુ જોષી હતું. આ બન્ટી બબલીએ જ્યોતિષ દંપત્તિના નામે માત્ર સેટેલાઇટમાં રહેતી મહિલા જ નહી પણ અમદાવાદમાં વાસણા, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ હતા.
જ્યોતિષ દંપતિની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે તે સાસરિયાઓથી પિડીત મહિલાઓને ટારગેટ કરતા હતા. જેમાં વિધી કરાવવાના નામે લાખો રૂપિયા લેતા હતા. જ્યારે અનેક કિસ્સામા ંસાસરિયાઓથી નાખુશ હોય તેવી મહિલાઓને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે અન્ય સ્થળે લગ્ન કરાવી દેવાનું કહીને વિશ્વાસમાં લેતા હતા. જેમાં તે લગ્ન માટે અગાઉ નક્કી કરેલા યુવકને મળવાને બદલે તેની સાથે ફોન પર વાત કરવાનું કરતા હતા. આ માટે અલ્કેશ જોષી તેના બે ભત્રીજા અને અન્ય સાગરિતોની મદદ લઇને તેમને લગ્ન માટેના યુવક તરીકે ઓળખ અપાવીને વાત કરાવતા હતા. જેથી મહિલા તેમના વિશ્વાસ આવે ત્યારે વધારે નાણાં પડાવતા હતા.
અત્યાર સુધીમાં આ બંટી બબલીએ ૫૦ થી વધારે મહિલાઓને ટારગેટ કરીને લાખો રૂપિયા પડાવ્યા હતા અને આ માટે તે અખબારમાં જાહેરાત આપતા સમયે અલગ અલગ નામ અને મોબાઇલ નંબર આપતા હતા. એટલું જ નહી તે ગુજરાતમાં ચોક્કસ ક્યા શહેરના રહેવાસી છે? તે અંગે પણ ભોગ બનનારને માહિતી આપતા નહોતા. ત્યારે આ કેસની તપાસમાં આનંદનગર પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.