Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઇ

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતી કાલે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી આવતી કાલે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ લાઈન પસાર થશે જેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી, તે આગામી બે દિવસમાં ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે છે. ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કોરાપુટ જિલ્લાના કુન્દ્રા અને બોઈપારીગુડા બ્લોક સૌથી વધુ પ્રભાવિત થયા છે. મળતી માહિતી મુજબ બંને બ્લોકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિવાય રસ્તા પર પાણી વહી જવાને કારણે કુન્દ્રા બ્લોકનો દિઘાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વધારાનું પાણી છોડવા માટે મચકુંડ ડેમના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ હવામાન વિભાગે સોમવારે ગંજમ, કોરાપુટ, કંધમાલ, બોલાંગીર, બરગઢ, બૌધ, સોનપુર, જાજપુર, કેન્દ્રપારા, સંબલપુર, અંગુલ અને નયાગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે અને વિભાગને તૈયારી રહેવા પણ કહ્યું છે. આ સિવાય ગજપતિ, રાયગડા, મલકાનગીરી, નબરંગપુર, કાલાહાંડી, નુઆપાડા, ઝારસુગુડા, સુંદરગઢ, દેવગઢ, કેઓંઝર, મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આવતી કાલે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી

આવતી કાલે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ લાઈન પસાર થશે જેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી, તે આગામી બે દિવસમાં ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે છે.

ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો

ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કોરાપુટ જિલ્લાના કુન્દ્રા અને બોઈપારીગુડા બ્લોક સૌથી વધુ પ્રભાવિત થયા છે. મળતી માહિતી મુજબ બંને બ્લોકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિવાય રસ્તા પર પાણી વહી જવાને કારણે કુન્દ્રા બ્લોકનો દિઘાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વધારાનું પાણી છોડવા માટે મચકુંડ ડેમના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

આ જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ

હવામાન વિભાગે સોમવારે ગંજમ, કોરાપુટ, કંધમાલ, બોલાંગીર, બરગઢ, બૌધ, સોનપુર, જાજપુર, કેન્દ્રપારા, સંબલપુર, અંગુલ અને નયાગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે અને વિભાગને તૈયારી રહેવા પણ કહ્યું છે. આ સિવાય ગજપતિ, રાયગડા, મલકાનગીરી, નબરંગપુર, કાલાહાંડી, નુઆપાડા, ઝારસુગુડા, સુંદરગઢ, દેવગઢ, કેઓંઝર, મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.