Ahmedabad: સગર્ભા પત્નીને સજાતીય સંબંધ થયા, બહેનપણી સાથે જતી રહી:પતિ HCમાં

લેસ્બિયન સંબંધોના દબાણમાં, સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની તેની નાનપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબીયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઇ, લાપતા બનેલ પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી.હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને તા.23મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા પોલીસને હુકમ કર્યો હતો.શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર અને વિચિત્ર આક્ષેપો લગાવી હાઇકોર્ટ સમક્ષ હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, અરજદારના લગ્ન તેની પત્ની સાથે તા.9-10-2022ના રોજ થયા હતા. તેઓ સુખેથી પોતાનું લગ્નજીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે. ફ્ેબ્રુઆરી-2025માં તેને ડિલીવરી થવાની શકયતા છે. જો કે, તેની પત્નીની નાનપણની એક બહેનપણી કે જેની સાથે તેનો ગાઢ ઘરોબો હતો અને આ બહેનપણીને પણ અરજદારની પત્ની પ્રત્ય લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું. દરમ્યાન ગત તા.29-10-2024ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમા કોઇને કીધા વગર જતી રહી હતી. અરજદારે તેણીના પિયરમાં, સગા વ્હાલા અને અન્ય પરિચિતો, મિત્રવર્તુળમાં તપાસ કરી પરંતુ કયાંય તેની પત્નીની ભાળ મળી નહી. બીજીબાજુ, તેની પત્નીની બહેનપણી કે જેને અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું તે પણ ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં જાણવા જોગ પણ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી તેની પત્નીની કોઇ ભાળ મળી નથી.

Ahmedabad: સગર્ભા પત્નીને સજાતીય સંબંધ થયા, બહેનપણી સાથે જતી રહી:પતિ HCમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લેસ્બિયન સંબંધોના દબાણમાં, સાત મહિનાનો ગર્ભ ધરાવતી પોતાની પત્ની તેની નાનપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતી હેબીયર્સ કોર્પસ અરજી એક પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા પીઆઇ, લાપતા બનેલ પત્નીની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી.

હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને તા.23મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ રજૂ કરવા પોલીસને હુકમ કર્યો હતો.શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન અથવા હોમોસેકસ્યુઅલના ગંભીર અને વિચિત્ર આક્ષેપો લગાવી હાઇકોર્ટ સમક્ષ હેબીયર્સ કોર્પસ અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, અરજદારના લગ્ન તેની પત્ની સાથે તા.9-10-2022ના રોજ થયા હતા. તેઓ સુખેથી પોતાનું લગ્નજીવન જીવી રહ્યા હતા અને તેની પત્નીને સાત મહિનાની પ્રેગનન્સી પણ રહી છે. ફ્ેબ્રુઆરી-2025માં તેને ડિલીવરી થવાની શકયતા છે. જો કે, તેની પત્નીની નાનપણની એક બહેનપણી કે જેની સાથે તેનો ગાઢ ઘરોબો હતો અને આ બહેનપણીને પણ અરજદારની પત્ની પ્રત્ય લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું.

દરમ્યાન ગત તા.29-10-2024ના રોજ અચાનક જ તેની પત્ની ઘરમા કોઇને કીધા વગર જતી રહી હતી. અરજદારે તેણીના પિયરમાં, સગા વ્હાલા અને અન્ય પરિચિતો, મિત્રવર્તુળમાં તપાસ કરી પરંતુ કયાંય તેની પત્નીની ભાળ મળી નહી. બીજીબાજુ, તેની પત્નીની બહેનપણી કે જેને અરજદારની પત્ની પ્રત્યે લેસ્બિયન કે હોમોસેક્સ્યુઅલ પ્રકારનું આકર્ષણ હતું તે પણ ઘરેથી ગાયબ હતી. તેથી અરજદારે સમગ્ર મામલે ચાંદખેડા પોલીસમાં જાણવા જોગ પણ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી તેની પત્નીની કોઇ ભાળ મળી નથી.