BZ ગ્રૂપનો હિસાબ રાખનાર કૌંભાડી નરેશ પ્રજાપતિની CID ક્રાઈમે કરી ધરપકડ
BZ ગ્રૂપના કૌભાંડને લઈ CID ક્રાઈમને વધુ એક સફળતા મળી છે જેમાં નરેશ પ્રજાપતિની CID ક્રાઈમે ધરપકડ કરી છે,નરેશ પ્રજાપતિ ગ્રૂપના સંપૂર્ણ હિસાબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો તે પહેલાનો તે ફરાર થયો હતો સાથે સાથે નરેશ પ્રજાપતિને આજે કોર્ટમાં રજૂ કરાશે અને હિસાબોને લઈ પોલીસ તેના રિમાન્ડ પણમાંગી શકશે,નરેશ જૂનાગઢ પાસેના એક ગામમાંથી મળ્યો છે,કયાં અને કોની પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા તેને લઈ પોલીસ તપાસ હાથધરશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. અન્ય લોકોની પણ પોલીસે હાથધરી તપાસ BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપના કૌભાંડને લઈ CID ક્રાઈમને વધુ એક સફળતા મળી છે જેમાં નરેશ પ્રજાપતિની CID ક્રાઈમે ધરપકડ કરી છે,નરેશ પ્રજાપતિ ગ્રૂપના સંપૂર્ણ હિસાબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો તે પહેલાનો તે ફરાર થયો હતો સાથે સાથે નરેશ પ્રજાપતિને આજે કોર્ટમાં રજૂ કરાશે અને હિસાબોને લઈ પોલીસ તેના રિમાન્ડ પણમાંગી શકશે,નરેશ જૂનાગઢ પાસેના એક ગામમાંથી મળ્યો છે,કયાં અને કોની પાછળ કેટલા રૂપિયા ખર્ચ કર્યા તેને લઈ પોલીસ તપાસ હાથધરશે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો
ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.
અન્ય લોકોની પણ પોલીસે હાથધરી તપાસ
BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.