Bhujમાં ગટરની સમસ્યાથી કંટાળીને સ્થાનિકોએ નગરપાલિકાને તાળાબંધી કરી કર્મચારીઓને પૂરી દીધા
ભુજમાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે,આજે સ્થાનિકોએ ભેગા મળીને નગરપાલિકાને તાળાબંધી કરી હતી,સાથે સાથે તાળાબંધી કરીને કર્મીઓને કચેરીમાં પુરી દેવામાં આવ્યા હતા,આ સમસ્યા આશાપુરા નગરના લોકોની છે,તેમનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેમના પેટનું પાણી હલતુ નથી,જેને લઈ આજે તાળાબંધી કરી છે.બીજી તરફ નગરપાલિકા પરીસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ભૂજના નારાયણનગરમાં પણ ગટરના પાણીની સમસ્યા ભૂજ શહેરમાં વરસેલા વરસાદ બાદ ગટરની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની જવા પામી છે. શહેરના નર નારાયણનગર સોસાયટીના સ્થાનિકો ગટર ઉભરાવાથી પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.ગટરની અને બીજી સમસ્યાઓને લઈ લોકોએ અનેકવાર સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે. તેમ છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ સત્વરે ગટરના દૂષિત પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી છે. ગટરની સમસ્યા યથાવત ભૂજના એરપોર્ટ રોડ પાસેની શ્રીક્રિષ્ના નગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં અંદાજિત 100 જેટલા ઘર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોસાયટીના ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે અને વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં ગટરના પાણી આ સોસાયટીમાં ઠેર ઠેર ભરાઈ ગયેલ છે અને ભયંકર રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે. વરસાદ બાદ ગટરની સમસ્યા યથાવત વરસાદ બાદ શહેરમાં ગટરના પાણી બેક મારવાની સમસ્યા યથાવત છે,આ સમસ્યા કોઈ એક દિવસી નથી,સ્થાનિકોનું કહેવું છે કે,વરસાદના પાણી સાથે ગટરના પાણી બેક મારી રહ્યાં છે અને તેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે અને ઘરની બહાર પણ નિકળવું મુશ્કેલ બન્યું છે.ત્યારે ભૂજમાં ઠેર ઠેર ગટરની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજમાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે,આજે સ્થાનિકોએ ભેગા મળીને નગરપાલિકાને તાળાબંધી કરી હતી,સાથે સાથે તાળાબંધી કરીને કર્મીઓને કચેરીમાં પુરી દેવામાં આવ્યા હતા,આ સમસ્યા આશાપુરા નગરના લોકોની છે,તેમનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેમના પેટનું પાણી હલતુ નથી,જેને લઈ આજે તાળાબંધી કરી છે.બીજી તરફ નગરપાલિકા પરીસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભૂજના નારાયણનગરમાં પણ ગટરના પાણીની સમસ્યા
ભૂજ શહેરમાં વરસેલા વરસાદ બાદ ગટરની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની જવા પામી છે. શહેરના નર નારાયણનગર સોસાયટીના સ્થાનિકો ગટર ઉભરાવાથી પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.ગટરની અને બીજી સમસ્યાઓને લઈ લોકોએ અનેકવાર સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે. તેમ છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ સત્વરે ગટરના દૂષિત પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી છે.
ગટરની સમસ્યા યથાવત
ભૂજના એરપોર્ટ રોડ પાસેની શ્રીક્રિષ્ના નગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં અંદાજિત 100 જેટલા ઘર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોસાયટીના ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે અને વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં ગટરના પાણી આ સોસાયટીમાં ઠેર ઠેર ભરાઈ ગયેલ છે અને ભયંકર રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે.
વરસાદ બાદ ગટરની સમસ્યા યથાવત
વરસાદ બાદ શહેરમાં ગટરના પાણી બેક મારવાની સમસ્યા યથાવત છે,આ સમસ્યા કોઈ એક દિવસી નથી,સ્થાનિકોનું કહેવું છે કે,વરસાદના પાણી સાથે ગટરના પાણી બેક મારી રહ્યાં છે અને તેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે અને ઘરની બહાર પણ નિકળવું મુશ્કેલ બન્યું છે.ત્યારે ભૂજમાં ઠેર ઠેર ગટરની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે.