Botad: બરવાળામાં તંત્રનું બુલડોઝર ફર્યું, શહેરમાં મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી
બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 2.5 કિલોમીટરના અંતરમાં 20,000 સ્કવેર કિલોમિટર જગ્યા પરના 130 જેટલા પાકા અને કાચા બાંધકામો અંદાજે કરોડોની રૂપિયાની જમીન પરના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે 3 જેસીબી મારફતે ડિમોલીશન કરી હટાવવામાં આવ્યા હતા.બરવાળામાં મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે મોટાભાગના દબાણો શાંતિ પૂર્ણ રીતે સ્વેચ્છાએ હટાવવાની કામગીરી કરાઈ હોવાથી મામલતદારે સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 130 જેટલા પાકા સહિત કાચા બાંધકામો હટાવવાની મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી બરવાળા મામલતદાર, ચીફ ઓફિસર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈવે રોડ પરની બંને સાઈડ પરના 2.5 કિલોમીટરના અંતરમાં પથરાયેલા 130 જેટલા ગેરકાયદેસર ધંધાકીય એકમો હટાવવામાં આવ્યા હતા. ડિમોલીશન કામગીરીને લઈ બરવાળા મામલતદારે શું કહ્યું? ડિમોલીશન કામગીરીને લઈ બરવાળા મામલતદારે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષથી દબાણકર્તાઓ પર લીટીગેશન ચાલી રહ્યું હતું. જેમાં કોઈ રાહત ન મળતા કાર્યવાહી કરાઈ છે. હાઈવે પરના રોડ ડેવલોપમેન્ટ તેમજ નગરપાલિકાના રિહેબિલિટેશનના કામો ચાલી રહ્યા છે. જેમાં 20 હજાર સ્કવેર કિલોમિટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવશે. ત્યારે સ્થાનિકોએ તેમજ દબાણકર્તાઓએ સાથ સહકાર આપી 95% જેટલું દબાણ જાતે અને સ્વેચ્છાએ હટાવી લઈ લોકોએ આપેલા સાથ સહકાર બદલ મામલતદારે અભિનંદન પાઠવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 2.5 કિલોમીટરના અંતરમાં 20,000 સ્કવેર કિલોમિટર જગ્યા પરના 130 જેટલા પાકા અને કાચા બાંધકામો અંદાજે કરોડોની રૂપિયાની જમીન પરના દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે 3 જેસીબી મારફતે ડિમોલીશન કરી હટાવવામાં આવ્યા હતા.
બરવાળામાં મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી
ત્યારે મોટાભાગના દબાણો શાંતિ પૂર્ણ રીતે સ્વેચ્છાએ હટાવવાની કામગીરી કરાઈ હોવાથી મામલતદારે સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. બરવાળા શહેરના મુખ્ય હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ પરના 30 વર્ષથી વધારે સમયથી ખડકાયેલા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પરના 130 જેટલા પાકા સહિત કાચા બાંધકામો હટાવવાની મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી
બરવાળા મામલતદાર, ચીફ ઓફિસર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈવે રોડ પરની બંને સાઈડ પરના 2.5 કિલોમીટરના અંતરમાં પથરાયેલા 130 જેટલા ગેરકાયદેસર ધંધાકીય એકમો હટાવવામાં આવ્યા હતા.
ડિમોલીશન કામગીરીને લઈ બરવાળા મામલતદારે શું કહ્યું?
ડિમોલીશન કામગીરીને લઈ બરવાળા મામલતદારે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષથી દબાણકર્તાઓ પર લીટીગેશન ચાલી રહ્યું હતું. જેમાં કોઈ રાહત ન મળતા કાર્યવાહી કરાઈ છે. હાઈવે પરના રોડ ડેવલોપમેન્ટ તેમજ નગરપાલિકાના રિહેબિલિટેશનના કામો ચાલી રહ્યા છે. જેમાં 20 હજાર સ્કવેર કિલોમિટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવશે. ત્યારે સ્થાનિકોએ તેમજ દબાણકર્તાઓએ સાથ સહકાર આપી 95% જેટલું દબાણ જાતે અને સ્વેચ્છાએ હટાવી લઈ લોકોએ આપેલા સાથ સહકાર બદલ મામલતદારે અભિનંદન પાઠવ્યા હતા.