Dhandhuka: નગરપાલિકાની ચૂંટણી માટે નગારે ઘા

અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે નગરપાલિકા ચૂંટણીને લઈ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોગઠા ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે.નગરપાલિકાની 28 બેઠકો માટેનું સત્તાવાર જાહેરનામું આગામી દિવસોમાં બહાર પડશે. ત્યારે હાલ તંત્ર દ્વારા 28 બેઠકોમાંથી 14 બેઠકો સ્ત્ર્રી અનામત જાહેર કરાઈ છે. નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 14 બેઠકો સ્ત્ર્રી અનામત અને વોર્ડ વાઇઝ અનામતનું જાહેર નામું પણ બહાર પાડવામાં આવ્યું છે. પાલિકામાં પાછલા ઘણા વર્ષોથી ભાજપનું એકધારું શાસન ચાલી રહ્યું છે. વોર્ડ વાઇઝ બેઠકોની અનામતની યાદી જાહેર કરાતા જ સ્થાનિક રાજકારણમાં ટીકીટવાંચ્છું નેતાઓ સીટની જોતરણમાં લાગી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલિકાના આગામી પ્રમુખ પદે મહિલા અનામત હોઈ સક્ષમ મહિલાની શોધમાં અત્યારથી બંને રાજકીય પક્ષ મજબુત ચહેરો શોધવા માટે કામે લાગી ગયા છે. પાલિકામાં બેઠકો અંગે માહિતી કુલ વોર્ડ-7 કુલ મતદારો-32475 બેઠકોની સંખ્યા-28 કુલ સ્ત્ર્રી બેઠકો-14 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો -2 પૈકી 1 સ્ત્ર્રી અનામત અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠક - 0 પછાત વર્ગ માટે અનામત બેઠક - 8 પૈકી 4 બેઠકો સ્ત્ર્રી અનામત કુલ અનામત બેઠકો -19

Dhandhuka: નગરપાલિકાની ચૂંટણી માટે નગારે ઘા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના તાલુકા મથક ધંધૂકા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે નગરપાલિકા ચૂંટણીને લઈ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોગઠા ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે.

નગરપાલિકાની 28 બેઠકો માટેનું સત્તાવાર જાહેરનામું આગામી દિવસોમાં બહાર પડશે. ત્યારે હાલ તંત્ર દ્વારા 28 બેઠકોમાંથી 14 બેઠકો સ્ત્ર્રી અનામત જાહેર કરાઈ છે.

નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 14 બેઠકો સ્ત્ર્રી અનામત અને વોર્ડ વાઇઝ અનામતનું જાહેર નામું પણ બહાર પાડવામાં આવ્યું છે. પાલિકામાં પાછલા ઘણા વર્ષોથી ભાજપનું એકધારું શાસન ચાલી રહ્યું છે. વોર્ડ વાઇઝ બેઠકોની અનામતની યાદી જાહેર કરાતા જ સ્થાનિક રાજકારણમાં ટીકીટવાંચ્છું નેતાઓ સીટની જોતરણમાં લાગી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલિકાના આગામી પ્રમુખ પદે મહિલા અનામત હોઈ સક્ષમ મહિલાની શોધમાં અત્યારથી બંને રાજકીય પક્ષ મજબુત ચહેરો શોધવા માટે કામે લાગી ગયા છે.

પાલિકામાં બેઠકો અંગે માહિતી

કુલ વોર્ડ-7

કુલ મતદારો-32475

બેઠકોની સંખ્યા-28

કુલ સ્ત્ર્રી બેઠકો-14

અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો -2 પૈકી 1 સ્ત્ર્રી અનામત

અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠક - 0

પછાત વર્ગ માટે અનામત બેઠક - 8 પૈકી 4 બેઠકો સ્ત્ર્રી અનામત

કુલ અનામત બેઠકો -19