Gujarat : ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા પહેલા વાંચી લો Special Story

સમગ્ર ભારતમાં હાલમાં છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,જેમાં અલગ-અલગ રીતે છેતરપિંડી કરીને સાયબર ગઠીયાઓ તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યાં છે.તમને નકલી પોલીસ સ્ટેશન કે ખોટી લિંકો બનાવીને તમને ડરાવીને તમારી પાસે રહેલ રુપિયા આ ઠગો ઓનલાઈન મેળવી છે અને ત્યારબાદ તમને ખબર પડે છે કે તમે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે,પરંતુ તમારે ડરવાની નહી પણ અમારી સ્ટોરી વાંચવાની જરૂર છે જેમાં તમને ડિજિટલ એરેસ્ટથી કઈ રીતે બચી શકાય તે જાણકારી મળશે. તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે. જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. આ બાબતો ધ્યાનમાં રાખો સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો. અમદાવાદમાં 21-09-2024ના રોજ એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં 22-08-2024ના રોજ એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને બંધક બનાવી ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સુરતમાં 01-09-2024ના રોજપ્રોફેસરને બંધક બનાવ્યા સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો.

Gujarat : ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા પહેલા વાંચી લો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર ભારતમાં હાલમાં છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,જેમાં અલગ-અલગ રીતે છેતરપિંડી કરીને સાયબર ગઠીયાઓ તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યાં છે.તમને નકલી પોલીસ સ્ટેશન કે ખોટી લિંકો બનાવીને તમને ડરાવીને તમારી પાસે રહેલ રુપિયા આ ઠગો ઓનલાઈન મેળવી છે અને ત્યારબાદ તમને ખબર પડે છે કે તમે ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે,પરંતુ તમારે ડરવાની નહી પણ અમારી સ્ટોરી વાંચવાની જરૂર છે જેમાં તમને ડિજિટલ એરેસ્ટથી કઈ રીતે બચી શકાય તે જાણકારી મળશે.

તમારી સાથે ફોન કરીને ધરપકડનો ઢોંગ કરવામાં આવે છે

સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે. ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.

અમદાવાદમાં 21-09-2024ના રોજ એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા

લોકો હવે ડિજિટલ અરેસ્ટ ના નામે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ નંબર પરથી પ્રતિબંધિત એવડવર્ટાઇસ અને ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું જણાવીને તેમની પાસેથી વોટ્સએપ કોલ કરીને રૂપિયા 79,34,639 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

સુરતમાં 22-08-2024ના રોજ એક મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને બંધક બનાવી

ડિજિટલ એરેસ્ટ કરીને મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો,જેમાં મહિલાને એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે જેમાં આરોપી તેમને કહી રહ્યો છે કે,તમે જે પાર્સલ સુરતથી ઈરાન મોકલ્યું છે તેમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેથી તમારી સામે ગુનો નોંધાયો છે,જો તમારે આ કેસમાં સમાધાન કરવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે,જેથી મહિલા ડોકટર ગભરાઈ ગયા અને તેમણે રૂપિયા 2.28 લાખ ટ્રાન્સફર કર્યા હતા.જયારે મહિલા ડોકટર કુરિયરની ઓફીસે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે,તેમના પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ત્યાંથી તેઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

સુરતમાં 01-09-2024ના રોજપ્રોફેસરને બંધક બનાવ્યા

સુરત શહેરમાં પ્રોફેસરને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બંધક બનાવામાં આવ્યા હતા,આ સમગ્ર ઘટનામાં ચાલુ વીડિયો કોલે પ્રોફસરનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેથી પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર થતા બચી ગયા હતા.છેલ્લા બે દિવસથી આરોપીઓ દ્રારા પ્રોફેસરની સાથે માનસિક ટોર્ચરીંગ કરીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ,પ્રોફેસરે રૂપિયા આપ્યા નહી અને પોલીસની મદદથી તેઓના રૂપિયા બચી ગયા અને આરોપીઓ સામે સુરત સાયબર સેલે ગુનો નોંધ્યો.