એક વર્ષમાં નવી સિવિલમાં એક લાખ દર્દી ફિઝીયોથેરાપીની સારવાર માટે આવ્યા
- આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ- સૌથી વધુ કમરના દુઃખાવાના 25,000 થી વધુ, ઘૂંટણ તથા ગરદન સહિતની તકલીફના દર્દીઓ પૈકી ૭૦ હજાર સંપુર્ણ સાજા થયા સુરત,:શારીરિક કાર્ય, ગતિશીલતા અને એકંદર સુખાકારી જાળવવા અને પુનઃસ્થાપિત કરવામાં ફિઝિયોથેરાપીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હેતુ છે. આ વર્ષે ફિઝીયોથેરાપીથ સશક્તિકરણ ચળવળ, જીવનને ઉન્નત બનાવવુંધ સૂત્રથી તા. ૮મી સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જોકે એક વર્ષ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ તકલીફોથી પીડાતા અંદાજિત ૮૫ થી ૧ લાખ દર્દીઓ ફિઝિયોથેરાપીની સારવાર માટે આવ્યા હતા જેમાં ૬૦ થી ૭૦ હજાર દર્દી સંપૂર્ણ સાજા થયા છે.તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા, વિકલાંગતાઓને રોકવા અને જીવનની ગુણવત્તા વધારવામાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન વિવિધ તકલીફોના અંદાજિત ૩૦૦૦ હજારો દર્દીઓ જુદાજુદા વિભાગની ઓપીડીમાં સારવાર અર્થે આવે છે. જેમાં કેટલાક દર્દીઓની તકલીફ દૂર કરવા ફિઝિયોથેરાપીની જરૃર પડતી હોય છે. જેથી સિવિલ હોસ્પિટલ અને ફિઝીયોથેરાપી કોલેજ મળી ફિઝિયોથેરાપી વિભાગની બે ઓપીડીમાં આવતા દર્દી તથા જુદા જુદા વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે એક વર્ષમાં અંદાજિત ૮૫ થી ૧ લાખ દર્દી ફિઝીયોથેરાપી જરૃર પડતી હતી. જેમાં સૌથી વધુ કમરના દુઃખાવાના ૨૫,૦૦૦ થી વધુ દર્દીઓ બાદમાં ઘૂંટણ, ગરદન, મગજન સહિતની તકલીફના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જયારે એક વર્ષમાં ૭૦ હજાર થી વધુ દર્દી સંપૂર્ણ સાજા થાય છે. જયારે અન્ય ૩૦ હજારથી વધુ દર્દીની ફિઝિયોથેરાપી ચાલતી હોવાથી તકલીફમાં ધટાડો આવી રહ્યો છે. એવુ ડો. બિનીતા શાહે કહ્યુ હતું. - ફિમોફિલિયાના દર્દીઓને પણ ફિઝિયોથેરાપી અપાય છે હિમોફિલિયાના દર્દીઓને ફિઝિયોથેરાપી આપે છે અને આ તેમની કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.અત્રે એ નોંધવું અગત્યનું છે કે સિવિલ હોસ્પિટલખાતેની હિમોફિલિયા સોસાયટી ભારતની પ્રથમ ડે કેર ફેસિલિટી બની ગઈ છે, જેની પાસે વિશિષ્ટ ફિઝિયો સાથેનો પોતાનો ફિઝિયોથેરાપી વિભાગ છે.ડા.નિશાંત તેજવાણી, ડા.રવિ પટેલ કે જેઓ હિમોફિલિયાની સારવારમાં નિષ્ણાત છ - વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાપત્રો અપાયાસરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં કુશળ અને અનુભવી ફિઝિયોથેરાપી શિક્ષકો અને પ્રિન્સિપાલ ડા.મનમીત કૌર ગિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને દર્દીઓ બંનેને લાભ મળે છે. આ વર્ષે ફિઝિયોથેરાપી કોલેજના ફેકલ્ટી ડો. હિરલ જરીવાલાને વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાના પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમને સ્ટાર પરફોર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવુ ફેકલ્ટી ડો. નિશાંત તેજવાણીએ કહ્યુ હતું. - વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત કોલેજના વિધાર્થી અને ડોકટરો વૃધ્ધા આશ્રમ જશે નવી સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી કોલેજના વિધાર્થી તથા ઇન્ટન સહિત ડોકટરો વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત સોમવારે અડાજણ રોડ પર આવેલા વૃધ્ધા આશ્રમ જઇને જનરલ કસરત કરવાશે, જોકે તેઓ બેસીને હળવી રીતે કસરત કરી જશે. તે અંગે માર્ગદર્શન આપશે. જયારે બપોરે કોલેજમાં વિધાર્થીઓ અને ઇન્ટન ડોકટરો દ્રારા પોસ્ટર, ફિઝિયો ફેર સેર સહિતના ક્રાર્યકમ રાખવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આજે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ
- સૌથી વધુ કમરના દુઃખાવાના 25,000 થી વધુ, ઘૂંટણ તથા ગરદન સહિતની તકલીફના દર્દીઓ
પૈકી ૭૦ હજાર સંપુર્ણ સાજા થયા
સુરત,:
શારીરિક કાર્ય, ગતિશીલતા અને એકંદર સુખાકારી જાળવવા અને પુનઃસ્થાપિત કરવામાં ફિઝિયોથેરાપીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હેતુ છે. આ વર્ષે ફિઝીયોથેરાપીથ સશક્તિકરણ ચળવળ, જીવનને ઉન્નત બનાવવુંધ સૂત્રથી તા. ૮મી સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જોકે એક વર્ષ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ તકલીફોથી પીડાતા અંદાજિત ૮૫ થી ૧ લાખ દર્દીઓ ફિઝિયોથેરાપીની સારવાર માટે આવ્યા હતા જેમાં ૬૦ થી ૭૦ હજાર દર્દી સંપૂર્ણ સાજા થયા છે.
તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા, વિકલાંગતાઓને રોકવા અને જીવનની ગુણવત્તા વધારવામાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન વિવિધ તકલીફોના અંદાજિત ૩૦૦૦ હજારો દર્દીઓ જુદાજુદા વિભાગની ઓપીડીમાં સારવાર અર્થે આવે છે. જેમાં કેટલાક દર્દીઓની તકલીફ દૂર કરવા ફિઝિયોથેરાપીની જરૃર પડતી હોય છે. જેથી સિવિલ હોસ્પિટલ અને ફિઝીયોથેરાપી કોલેજ મળી ફિઝિયોથેરાપી વિભાગની બે ઓપીડીમાં આવતા દર્દી તથા જુદા જુદા વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે એક વર્ષમાં અંદાજિત ૮૫ થી ૧ લાખ દર્દી ફિઝીયોથેરાપી જરૃર પડતી હતી. જેમાં સૌથી વધુ કમરના દુઃખાવાના ૨૫,૦૦૦ થી વધુ દર્દીઓ બાદમાં ઘૂંટણ, ગરદન, મગજન સહિતની તકલીફના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જયારે એક વર્ષમાં ૭૦ હજાર થી વધુ દર્દી સંપૂર્ણ સાજા થાય છે. જયારે અન્ય ૩૦ હજારથી વધુ દર્દીની ફિઝિયોથેરાપી ચાલતી હોવાથી તકલીફમાં ધટાડો આવી રહ્યો છે. એવુ ડો. બિનીતા શાહે કહ્યુ હતું.
- ફિમોફિલિયાના દર્દીઓને પણ ફિઝિયોથેરાપી અપાય છે
હિમોફિલિયાના દર્દીઓને ફિઝિયોથેરાપી આપે છે અને આ તેમની કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.અત્રે એ નોંધવું અગત્યનું છે કે સિવિલ હોસ્પિટલખાતેની હિમોફિલિયા સોસાયટી ભારતની પ્રથમ ડે કેર ફેસિલિટી બની ગઈ છે, જેની પાસે વિશિષ્ટ ફિઝિયો સાથેનો પોતાનો ફિઝિયોથેરાપી વિભાગ છે.ડા.નિશાંત તેજવાણી, ડા.રવિ પટેલ કે જેઓ હિમોફિલિયાની સારવારમાં નિષ્ણાત છ
- વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાપત્રો અપાયા
સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં કુશળ અને અનુભવી ફિઝિયોથેરાપી શિક્ષકો અને પ્રિન્સિપાલ ડા.મનમીત કૌર ગિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને દર્દીઓ બંનેને લાભ મળે છે. આ વર્ષે ફિઝિયોથેરાપી કોલેજના ફેકલ્ટી ડો. હિરલ જરીવાલાને વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસાના પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમને સ્ટાર પરફોર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવુ ફેકલ્ટી ડો. નિશાંત તેજવાણીએ કહ્યુ હતું.
- વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત કોલેજના વિધાર્થી અને ડોકટરો વૃધ્ધા આશ્રમ જશે
નવી સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી કોલેજના વિધાર્થી તથા ઇન્ટન સહિત ડોકટરો વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત સોમવારે અડાજણ રોડ પર આવેલા વૃધ્ધા આશ્રમ જઇને જનરલ કસરત કરવાશે, જોકે તેઓ બેસીને હળવી રીતે કસરત કરી જશે. તે અંગે માર્ગદર્શન આપશે. જયારે બપોરે કોલેજમાં વિધાર્થીઓ અને ઇન્ટન ડોકટરો દ્રારા પોસ્ટર, ફિઝિયો ફેર સેર સહિતના ક્રાર્યકમ રાખવામાં આવ્યો છે.