Surat: ઉધનામાં નજીવી બાબતે વેપારીની સરાજાહેર કરાઈ હત્યા, પોલીસે હત્યારાની કરી ધરપકડ
સુરતના ઉધના વિસ્તારમાં મહાવીર માર્કેટ આગળ પાર્કિંગના ઝઘડામાં વેપારીની સરાજાહેર હત્યાની ચકચારિત ઘટના બની છે, ઉધના પોલીસ મથક પાસે જ બદમાશ સાથે જીભાજોડી કરવામાં વેપારીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સીસીટીવી કેમેરાના આધારે હત્યારા નીરજ ગંગારામની ધરપકડ કરાઈ છે.ટપોરીઓમાં પોલીસનો કોઈ ડર જ નહીં ઉધનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી મહાવીર માર્કેટના પાકિંગમાં એક વેપારીની હત્યા કરાઈ હતી. આ જ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારી સાથે વાહન મૂકવા જગ્યા આપવા બાબતે માથાભારે યુવકે ઝઘડો કરી ચાકુથી ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ મથકની પાસે જ વેપારીની સરેઆમ કરવામાં આવેલી ઘાતકી હત્યાના બનાવથી ટપોરીઓમાં પોલીસનો કોઈ ડર જ નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. ઉધનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર મહાવીર માર્કેટ છે. આ માર્કેટમાં ડિંડોલી મધુરમ સર્કલ પાસે રહેતા સુભાષ ડાલચંદ ખટીક ઈલેક્ટ્રોનીક્સની દુકાન ધરાવે છે. વાહન પાર્ક કરવાની બાબતે અજાણ્યા શખ્સે કરી હત્યા રાકેશ સેલ્સ નામની આ દુકાન અને 44 વર્ષીય સુભાષ ખટીકનું આ વિસ્તારમાં સારું નામ છે. સોમવારે બપોરે સુભાષ ખટીક દુકાને આવ્યો હતો. માર્કેટની આગળ પાકિંગ એરિયામાં તે વાહન મૂકવા માટે જગ્યા શોધી રહ્યો હતો. દરમિયાન એક યુવક ત્યાં વાહન મૂકવામાં અડચણરૂપ થાય એ રીતે ઉભો હતો. સુભાષે યુવકને વાહન ખસેડવા કહ્યું હતું, એ યુવકે ગુસ્સે ભરાઈને વાહન મારું નથી, હું નહીં ખસેડું એમ કહ્યું હતું. ત્યારબાદ સુભાષ તેનું વ્હીકલ મૂકીને દુકાનમાં ગયો હતો. જ્યાંથી તે પરત આવ્યો અને અજાણ્યા સાથે માથાકૂટ કરતાં તેણે ગાળા ગાળી કરવા માડી હતી. આ સાંભળી સુભાષ ખટીક તેની નજીક ગયો અને ગાળો કેમ દે છે એમ કહી ઝપાઝપી કરી હતી. વેપારીનું સારવાર દરમિયાન થયું મોત આ દરમિયાન એ અજાણ્યા યુવકે તેની પાસેનું ચાકુ કાઢી સુભાષને ઘા માર્યા હતા. ઊંડા ઘા વાગતા સુભાષ લોહીલુહાણ થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો. ઝઘડો અને પછી ખૂની હુમલો થતાં ત્યાં એકઠા થઈ ગયેલા ટોળાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, સુભાષને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ત્યારે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા ફૂટેજથી તપાસ આરંભી હતી. સીસીટીવી કેમેરાથી ઓળખ કર્યા બાદ ટેક્નિકલ સર્વેલન્સથી પગેરૂ દાબી હત્યારા નીરજ ગંગારામની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઉધના વિસ્તારમાં મહાવીર માર્કેટ આગળ પાર્કિંગના ઝઘડામાં વેપારીની સરાજાહેર હત્યાની ચકચારિત ઘટના બની છે, ઉધના પોલીસ મથક પાસે જ બદમાશ સાથે જીભાજોડી કરવામાં વેપારીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સીસીટીવી કેમેરાના આધારે હત્યારા નીરજ ગંગારામની ધરપકડ કરાઈ છે.
ટપોરીઓમાં પોલીસનો કોઈ ડર જ નહીં
ઉધનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી મહાવીર માર્કેટના પાકિંગમાં એક વેપારીની હત્યા કરાઈ હતી. આ જ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારી સાથે વાહન મૂકવા જગ્યા આપવા બાબતે માથાભારે યુવકે ઝઘડો કરી ચાકુથી ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ મથકની પાસે જ વેપારીની સરેઆમ કરવામાં આવેલી ઘાતકી હત્યાના બનાવથી ટપોરીઓમાં પોલીસનો કોઈ ડર જ નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. ઉધનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર મહાવીર માર્કેટ છે. આ માર્કેટમાં ડિંડોલી મધુરમ સર્કલ પાસે રહેતા સુભાષ ડાલચંદ ખટીક ઈલેક્ટ્રોનીક્સની દુકાન ધરાવે છે.
વાહન પાર્ક કરવાની બાબતે અજાણ્યા શખ્સે કરી હત્યા
રાકેશ સેલ્સ નામની આ દુકાન અને 44 વર્ષીય સુભાષ ખટીકનું આ વિસ્તારમાં સારું નામ છે. સોમવારે બપોરે સુભાષ ખટીક દુકાને આવ્યો હતો. માર્કેટની આગળ પાકિંગ એરિયામાં તે વાહન મૂકવા માટે જગ્યા શોધી રહ્યો હતો. દરમિયાન એક યુવક ત્યાં વાહન મૂકવામાં અડચણરૂપ થાય એ રીતે ઉભો હતો. સુભાષે યુવકને વાહન ખસેડવા કહ્યું હતું, એ યુવકે ગુસ્સે ભરાઈને વાહન મારું નથી, હું નહીં ખસેડું એમ કહ્યું હતું. ત્યારબાદ સુભાષ તેનું વ્હીકલ મૂકીને દુકાનમાં ગયો હતો. જ્યાંથી તે પરત આવ્યો અને અજાણ્યા સાથે માથાકૂટ કરતાં તેણે ગાળા ગાળી કરવા માડી હતી. આ સાંભળી સુભાષ ખટીક તેની નજીક ગયો અને ગાળો કેમ દે છે એમ કહી ઝપાઝપી કરી હતી.
વેપારીનું સારવાર દરમિયાન થયું મોત
આ દરમિયાન એ અજાણ્યા યુવકે તેની પાસેનું ચાકુ કાઢી સુભાષને ઘા માર્યા હતા. ઊંડા ઘા વાગતા સુભાષ લોહીલુહાણ થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો. ઝઘડો અને પછી ખૂની હુમલો થતાં ત્યાં એકઠા થઈ ગયેલા ટોળાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી, સુભાષને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ત્યારે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા ફૂટેજથી તપાસ આરંભી હતી. સીસીટીવી કેમેરાથી ઓળખ કર્યા બાદ ટેક્નિકલ સર્વેલન્સથી પગેરૂ દાબી હત્યારા નીરજ ગંગારામની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.