'રાજકોટના બંને મ્યુનિ.કમિશનર જાહેરમાં માફી માગે..', ગુજરાત હાઈકોર્ટના જજ કેમ ગુસ્સે થયા?
Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટની શુક્રવારે (27મી સપ્ટેમ્બર) સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઈકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, 'આ બંને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમને આ કરૂણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.'હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોની ઝાટકણી કાઢીગુજરાત હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓએ(આ બંને મ્યુનિસિપલ કમિશનરોએ) આ બાબતમાં વ્યકિતગત ધ્યાન રાખ્યું હોત તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બની જ ના હોત અને નિર્દોષ લોકોમાં તેમાં માર્યા ગયા ના હોત.' હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોને નોટિસ જારી કરી તેમની આ મામલામાં કઈ રીતે જવાબદારી બનતી નથી તે મુદ્દે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ભારે આલોચના કરતાં વધુમાં જણાવ્યું કે, 'એક મ્યુનિસિપલ કમિશનર (અમિત અરોરા) તો ગેમ ઝોનનાં ઉદ્ઘાટનમાં પણ ગયા હતા. તેના ફોટો વાઈરલ થયા છે. તેમાં કલેક્ટર પણ હતા. શું મ્યુનિસિપલ કમિશનરને આ ગેમ ઝોનના સ્ટ્રક્ચર વિશે ખ્યાલ ના આવ્યો. તેમણે શા માટે એલર્ટ ના કર્યા..?' તેઓએ શું આંખ બંધ કરી દીધી હતી? ખરેખર તેની તપાસ થવી જરૂરી હતી. જેથી સરકારે ફરી એકવાર બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, આ તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત હતી.'ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ કંઈ નાનો બનાવન ન હતો. તેઓ આમ કહી પોતાને નિર્દોષ સાબિત કરી શકે નહીં. તેઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે ગેમ ઝોનનું સંપૂર્ણ માળખુ તૈયાર હતું. આ એક સૌથી કમનસીબ બનાવ હતો અને વહીટવટીતંત્ર ઉપર મોટા ધબ્બા સમાન છે. આ એક ખુબ જ દુ:ખદ બાબત છે, ત્યારે કમિટી તેમને શીરપાવ આપવાનો પ્રયત્નકરે છે. કમિટીના સભ્યો પણ અધિકારીઓ જ છે અને તેઓ પોતાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'સરકારે મ્યુનિસિપલ કમિશનરોનો બચાવ કરતાં પુનરોચ્ચાર કર્યો કે, 'તેઓએ સત્તા તાબાના અધિકારીઓને આપી હતી અને તેમણે જાણ કરી નહોતી, તેથી તેઓને દોષી ના ગણી શકાય.' જો કે, ચીફ જસ્ટિસે આ બચાવને ફગાવતાં જણાવ્યું કે, 'તાબાના અધિકારીઓને સત્તા આપી દેવાથી જવાબદારી પૂરી થઇ જતી નથી. તેઓ કોર્પોરેશનના વડા હતા અને સમગ્ર મામલામાં ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી.' ચીફ જસ્ટિસે બંને મ્યુનિસિપલ કમિશનરોના વલણને લઈને પણ ઝાટકણી કાઢી હતી કે, 'આ બંને અધિકારીઓ (મ્યુનિસિપલ કમિશનર)ને કોઈ પસ્તાવાનો ભાવ જ નથી, તેઓ માફી માગવા પણ ઇચ્છુક નથી અને પોતાની જ બાબતને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે. જો તેઓએ કાળજી રાખી હોત તો બનાવ અટકાવી શકાયો હોત. તેઓએ પોતાની વ્યક્તિગત રીતે એફિડેવીટ ફાઈલ કરવી જોઈએ. જો તમારાથી કંઈ ખોટું થયું હોત તો તમને દોષનો ભાવ થવો જોઇએ.'હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'ટીઆરપી ગેમઝોનનું માળખું એક દિવસ કે થોડા મહિના નહીં, પરંતુ પૂરા બે વર્ષ સુધી ઊભુ રહ્યું હતું. આવા કોઇ એકાદ બે બનાવ નથી. સમગ્ર રાજ્યમાં કયાંકને ક્યાંક કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને તે અવારનવાર છે.'તમામ કોર્પોરેશનો અને ન.પા.માં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે જવાબ મંગાયોહાઇકોર્ટે કેસની સુનાવણી બાદ રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં કુલ મહેકમ, કુલ ખાલી જગ્યાઓ સહિતની વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને રાજયના ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને નિર્દેશ કર્યો હતો. તો, રાજયની શાળાઓમાં પણ ફાયરસેફ્ટી મુદ્દે નિયમોનું કેટલા અંશે પાલન થયું છે તે અંગેનો અહેવાલ રજૂ કરવા પણ સરકારને તાકીદ કરી કેસની વધુ સુનાવણી 18મી ઓકટોબરે રાખી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટની શુક્રવારે (27મી સપ્ટેમ્બર) સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઈકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, 'આ બંને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમને આ કરૂણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.'
હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોની ઝાટકણી કાઢી
ગુજરાત હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓએ(આ બંને મ્યુનિસિપલ કમિશનરોએ) આ બાબતમાં વ્યકિતગત ધ્યાન રાખ્યું હોત તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બની જ ના હોત અને નિર્દોષ લોકોમાં તેમાં માર્યા ગયા ના હોત.' હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોને નોટિસ જારી કરી તેમની આ મામલામાં કઈ રીતે જવાબદારી બનતી નથી તે મુદ્દે જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ભારે આલોચના કરતાં વધુમાં જણાવ્યું કે, 'એક મ્યુનિસિપલ કમિશનર (અમિત અરોરા) તો ગેમ ઝોનનાં ઉદ્ઘાટનમાં પણ ગયા હતા. તેના ફોટો વાઈરલ થયા છે. તેમાં કલેક્ટર પણ હતા. શું મ્યુનિસિપલ કમિશનરને આ ગેમ ઝોનના સ્ટ્રક્ચર વિશે ખ્યાલ ના આવ્યો. તેમણે શા માટે એલર્ટ ના કર્યા..?' તેઓએ શું આંખ બંધ કરી દીધી હતી? ખરેખર તેની તપાસ થવી જરૂરી હતી. જેથી સરકારે ફરી એકવાર બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, આ તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત હતી.'
ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ કંઈ નાનો બનાવન ન હતો. તેઓ આમ કહી પોતાને નિર્દોષ સાબિત કરી શકે નહીં. તેઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે ગેમ ઝોનનું સંપૂર્ણ માળખુ તૈયાર હતું. આ એક સૌથી કમનસીબ બનાવ હતો અને વહીટવટીતંત્ર ઉપર મોટા ધબ્બા સમાન છે. આ એક ખુબ જ દુ:ખદ બાબત છે, ત્યારે કમિટી તેમને શીરપાવ આપવાનો પ્રયત્નકરે છે. કમિટીના સભ્યો પણ અધિકારીઓ જ છે અને તેઓ પોતાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
સરકારે મ્યુનિસિપલ કમિશનરોનો બચાવ કરતાં પુનરોચ્ચાર કર્યો કે, 'તેઓએ સત્તા તાબાના અધિકારીઓને આપી હતી અને તેમણે જાણ કરી નહોતી, તેથી તેઓને દોષી ના ગણી શકાય.' જો કે, ચીફ જસ્ટિસે આ બચાવને ફગાવતાં જણાવ્યું કે, 'તાબાના અધિકારીઓને સત્તા આપી દેવાથી જવાબદારી પૂરી થઇ જતી નથી. તેઓ કોર્પોરેશનના વડા હતા અને સમગ્ર મામલામાં ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી.'
ચીફ જસ્ટિસે બંને મ્યુનિસિપલ કમિશનરોના વલણને લઈને પણ ઝાટકણી કાઢી હતી કે, 'આ બંને અધિકારીઓ (મ્યુનિસિપલ કમિશનર)ને કોઈ પસ્તાવાનો ભાવ જ નથી, તેઓ માફી માગવા પણ ઇચ્છુક નથી અને પોતાની જ બાબતને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે. જો તેઓએ કાળજી રાખી હોત તો બનાવ અટકાવી શકાયો હોત. તેઓએ પોતાની વ્યક્તિગત રીતે એફિડેવીટ ફાઈલ કરવી જોઈએ. જો તમારાથી કંઈ ખોટું થયું હોત તો તમને દોષનો ભાવ થવો જોઇએ.'
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'ટીઆરપી ગેમઝોનનું માળખું એક દિવસ કે થોડા મહિના નહીં, પરંતુ પૂરા બે વર્ષ સુધી ઊભુ રહ્યું હતું. આવા કોઇ એકાદ બે બનાવ નથી. સમગ્ર રાજ્યમાં કયાંકને ક્યાંક કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને તે અવારનવાર છે.'
તમામ કોર્પોરેશનો અને ન.પા.માં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે જવાબ મંગાયો
હાઇકોર્ટે કેસની સુનાવણી બાદ રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં કુલ મહેકમ, કુલ ખાલી જગ્યાઓ સહિતની વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને રાજયના ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને નિર્દેશ કર્યો હતો. તો, રાજયની શાળાઓમાં પણ ફાયરસેફ્ટી મુદ્દે નિયમોનું કેટલા અંશે પાલન થયું છે તે અંગેનો અહેવાલ રજૂ કરવા પણ સરકારને તાકીદ કરી કેસની વધુ સુનાવણી 18મી ઓકટોબરે રાખી હતી.