Ahmedabad: 19 મેડિકલ કોલેજોની MBBSની ફીમાં 10થી લઈ 50% સુધીનો વધારો ઝીંકાયો
રાજ્યની ખાનગી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોલજની ફી જાહેરનડિયાદની N.D દેસાઈ કોલેજની વાર્ષિક ફી રૂ.15 લાખથી વધારી રૂ.22.50 લાખ કરી સુરત મેડિ. કોલેજની ફીમાં રૂ.5.14 લાખ, NHL ફીમાં રૂ.4.63 લાખનો વધારો મેડિકલ શિક્ષણની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં MBBSની ફી માત્ર વર્ષ 2024-25ની જાહેર કરાઈ છે, એ સિવાયના કોર્સની ત્રણ વર્ષની ફી જાહેર કરવામાં આવી છે. કમિટીએ જાહેર કરેલી ફીમાં 19 મેડિકલ કોલેજની MBBSની ફીમાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ નડિયાદની એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજને રૂ.7.50 લાખ એટલે કે, 50 ટકાના વધારા સાથે બખ્ખાં કરાવ્યાં છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.15 લાખથી વધારીને રૂ.22.50 લાખ કરાઈ છે જ્યારે સરકારી ક્વોટાની ફી રૂ.7.85 લાખથી વધારી રૂ.9.81 લાખ કરાઈ છે. આ સિવાય સુરત મ્યુનિ. ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ કોલેજની ફીમાં પણ રૂ.5.14 લાખનો વધારો કરાયો છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.14.82 લાખથી વધારી રૂ.19.96 લાખ કરાઈ છે. જોકે સૌથી વધુ રૂ.23 લાખ ફી AMC MET મેડિકલ કોલેજની મંજૂર કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત NHL મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં રૂ.4.63 લાખનો વધારો કરાયો છે. મેડિકલ કોલેજોની વર્ષ-2018-19માં ફી મંજુર કરાઈ હતી, જે વર્ષ-2020માં નવી મંજૂર કરવાની હતી પરંતુ કોરોનાના લીધે ત્રણ વર્ષ કોઈ ફી વધારો કરાયો નહોતો. જોકે હવે 6 વર્ષ બાદ ફી વધારો કરાયો હોવાનુ કમિટીના સભ્યો જણાવી રહ્યાં છે. અત્યારે કમિટી દ્વારા જે નવી ફી મંજૂર કરવામાં આવી છે, જેમાં 19 મેડિકલ કોલેજની એક જ વર્ષની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં 5 કોલેજની ફીમાં 1થી 10 ટકા સુધીનો વધારો કરાયો છે, 4 કોલેજની ફીમાં 11થી 20 ટકાનો વધારો, 7 કોલેજની ફીમાં 21થી 25 ટકા અને 3 કોલેજની ફીમાં 25 ટકાથી વધુનો વધારો કરાયો છે. આવી જ રીતે ડેન્ટલમાં 6 કોલેજની ફીમાં 1થી 10 ટકા, 2 કોલેજની ફીમાં 21થી 25 ટકા અને 1 કોલેજની ફીમાં 25 ટકાથી વધુનો વધારો કરાયો છે. આયુર્વેદિકમાં 11 અને હોમિયોપેથિકમાં 24 કોલેજની ફીમાં 25 ટકાથી પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે. NHL-AMC MET કોલેજમાં MBBSમાં એક કરોડથી વધુ ફી મેડિકલ શિક્ષણમાં પૈસાદારો માટે અનામત ઊભી કરવાનું કારસ્તાન કરાયું હોવાના આક્ષેપ થયા છે. કારણ કે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ સંલગ્ન કોલેજોની MBBSની ફી ખાનગી કોલેજો કરતાં પણ વધુ મંજૂર કરવામાં આવી છે. અમદાવાદની એલજી હોસ્પિટલ સાથે જોડાયેલી AMC MET કોલેજની વાર્ષિક ફી રૂ. 23 લાખ અને એસવીપી હોસ્પિટલ સાથે જોડાયેલી એનએચએલ કોલેજની ફી રૂ.22.50 લાખ મંજૂર કરી છે. આમ કોર્પોરેશનની હોસ્પિટલો સાથે જોડાયેલી કોલેજોમાં પણ મેનેજમેન્ટ ક્વોટામાં MBBS કરવામાં કુલ રૂ.1 કરોડથી વધુની ફી ચૂકવવી પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યની ખાનગી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોલજની ફી જાહેર
- નડિયાદની N.D દેસાઈ કોલેજની વાર્ષિક ફી રૂ.15 લાખથી વધારી રૂ.22.50 લાખ કરી
- સુરત મેડિ. કોલેજની ફીમાં રૂ.5.14 લાખ, NHL ફીમાં રૂ.4.63 લાખનો વધારો
મેડિકલ શિક્ષણની ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં MBBSની ફી માત્ર વર્ષ 2024-25ની જાહેર કરાઈ છે, એ સિવાયના કોર્સની ત્રણ વર્ષની ફી જાહેર કરવામાં આવી છે.
કમિટીએ જાહેર કરેલી ફીમાં 19 મેડિકલ કોલેજની MBBSની ફીમાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ નડિયાદની એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજને રૂ.7.50 લાખ એટલે કે, 50 ટકાના વધારા સાથે બખ્ખાં કરાવ્યાં છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.15 લાખથી વધારીને રૂ.22.50 લાખ કરાઈ છે જ્યારે સરકારી ક્વોટાની ફી રૂ.7.85 લાખથી વધારી રૂ.9.81 લાખ કરાઈ છે. આ સિવાય સુરત મ્યુનિ. ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ કોલેજની ફીમાં પણ રૂ.5.14 લાખનો વધારો કરાયો છે. આ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.14.82 લાખથી વધારી રૂ.19.96 લાખ કરાઈ છે. જોકે સૌથી વધુ રૂ.23 લાખ ફી AMC MET મેડિકલ કોલેજની મંજૂર કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત NHL મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં રૂ.4.63 લાખનો વધારો કરાયો છે.
મેડિકલ કોલેજોની વર્ષ-2018-19માં ફી મંજુર કરાઈ હતી, જે વર્ષ-2020માં નવી મંજૂર કરવાની હતી પરંતુ કોરોનાના લીધે ત્રણ વર્ષ કોઈ ફી વધારો કરાયો નહોતો. જોકે હવે 6 વર્ષ બાદ ફી વધારો કરાયો હોવાનુ કમિટીના સભ્યો જણાવી રહ્યાં છે. અત્યારે કમિટી દ્વારા જે નવી ફી મંજૂર કરવામાં આવી છે, જેમાં 19 મેડિકલ કોલેજની એક જ વર્ષની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં 5 કોલેજની ફીમાં 1થી 10 ટકા સુધીનો વધારો કરાયો છે, 4 કોલેજની ફીમાં 11થી 20 ટકાનો વધારો, 7 કોલેજની ફીમાં 21થી 25 ટકા અને 3 કોલેજની ફીમાં 25 ટકાથી વધુનો વધારો કરાયો છે. આવી જ રીતે ડેન્ટલમાં 6 કોલેજની ફીમાં 1થી 10 ટકા, 2 કોલેજની ફીમાં 21થી 25 ટકા અને 1 કોલેજની ફીમાં 25 ટકાથી વધુનો વધારો કરાયો છે. આયુર્વેદિકમાં 11 અને હોમિયોપેથિકમાં 24 કોલેજની ફીમાં 25 ટકાથી પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે.
NHL-AMC MET કોલેજમાં MBBSમાં એક કરોડથી વધુ ફી
મેડિકલ શિક્ષણમાં પૈસાદારો માટે અનામત ઊભી કરવાનું કારસ્તાન કરાયું હોવાના આક્ષેપ થયા છે. કારણ કે, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ સંલગ્ન કોલેજોની MBBSની ફી ખાનગી કોલેજો કરતાં પણ વધુ મંજૂર કરવામાં આવી છે. અમદાવાદની એલજી હોસ્પિટલ સાથે જોડાયેલી AMC MET કોલેજની વાર્ષિક ફી રૂ. 23 લાખ અને એસવીપી હોસ્પિટલ સાથે જોડાયેલી એનએચએલ કોલેજની ફી રૂ.22.50 લાખ મંજૂર કરી છે. આમ કોર્પોરેશનની હોસ્પિટલો સાથે જોડાયેલી કોલેજોમાં પણ મેનેજમેન્ટ ક્વોટામાં MBBS કરવામાં કુલ રૂ.1 કરોડથી વધુની ફી ચૂકવવી પડશે.