Junagadh: 9 કુખ્યાતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ, 5 લોકોને પોલીસે ઝડપ્યા
જુનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ગુન્હાઓ આચરતી જૂનાગઢની 4 ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જુનાગઢ પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને આચરતી જુનાગઢની ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.10 વર્ષથી ગંભીર ગુનાઓને આપતા અંજામ જેમાં સલમાન ઉર્ફે સલીયો, ઉર્ફે સલીમ તૈયબભાઈ વિશળ રહે.રામદેવપરા જુનાગઢ, નાઝીમ હબીબભાઈ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી.ગીરસોમનાથ,સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે. દોલતપરા નેમીનાથનગર જુનાગઢ,અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે. રામદેવપરા જુનાગઢ,આમદ હુસેનભાઇ નારેજા રહે. રામદેવપરા, જુનાગઢ,અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ રહે. રામદેવપરા જુનાગઢ,અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે. રામદેવપરા જુનાગઢ,જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ રહે. દોલતપરા જુનાગઢ,સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે. દોલતપરા જુનાગઢના તમામ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો છે. ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા આ ગેંગ છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઈજા, ખાનગી મિલકતને નુકસાન, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહિબિશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, અજીત ઉર્ફે મંત્રી, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો, સાજીદ ઉર્ફે બોળો નામના પાંચ આરોપીઓને પોલીસે પકડી ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તેમજ ગુજસીટોકના ગુનામાં આ ગેંગના બે આરોપી નાઝીબ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે અગાઉના ગુનામાં હાલ બંને જેલ હવાલે છે અને સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો હાલ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બંને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ ગેંગના 9 સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 25 ગુના, નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ 21 ગુના, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ વિરુદ્ધ 22 ગુના, અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ 9 ગુના, અસલમ ઉર્ફે છમિયો વિરૂદ્ધ 6 ગુના, જુસબ ઉર્ફે કાર્યો વિરુદ્ધ 22 ગુના, અને સાજીદ ઉર્ફે બોળો વિરુદ્ધ 23 મળી આ ગેંગ વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જુનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ચાર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકના ગુનાઓ નોંધ્યા છે. જેમાં કુલ 29 આરોપીઓને અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ ગેંગના આરોપીઓ સિવાય અન્ય શખ્સો ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ગુન્હાઓ આચરતી જૂનાગઢની 4 ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે જુનાગઢ પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગંભીર ગુનાઓને આચરતી જુનાગઢની ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.
10 વર્ષથી ગંભીર ગુનાઓને આપતા અંજામ
જેમાં સલમાન ઉર્ફે સલીયો, ઉર્ફે સલીમ તૈયબભાઈ વિશળ રહે.રામદેવપરા જુનાગઢ, નાઝીમ હબીબભાઈ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી.ગીરસોમનાથ,સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે. દોલતપરા નેમીનાથનગર જુનાગઢ,અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા રહે. રામદેવપરા જુનાગઢ,આમદ હુસેનભાઇ નારેજા રહે. રામદેવપરા, જુનાગઢ,અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજ રહે. રામદેવપરા જુનાગઢ,અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા રહે. રામદેવપરા જુનાગઢ,જુસબ ઉફ્રે કારીયો તૈયબ વિશળ રહે. દોલતપરા જુનાગઢ,સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ રહે. દોલતપરા જુનાગઢના તમામ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુન્હો દાખલ કર્યો છે.
ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા
આ ગેંગ છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ગંભીર ઈજા, ખાનગી મિલકતને નુકસાન, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, પ્રોહિબિશન, જુગારધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગુજસીટોક ગેંગના પાંચ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં સલીમ ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો, અજીત ઉર્ફે મંત્રી, આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારીયો, સાજીદ ઉર્ફે બોળો નામના પાંચ આરોપીઓને પોલીસે પકડી ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી
તેમજ ગુજસીટોકના ગુનામાં આ ગેંગના બે આરોપી નાઝીબ હબીબ સોઢા, અમીન ઉર્ફે છોટે અગાઉના ગુનામાં હાલ બંને જેલ હવાલે છે અને સલમાન ઉર્ફે સલીયો અને અસલમ ઉર્ફે છમીયો હાલ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બંને આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ ગેંગના 9 સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં 25 ગુના, નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ 21 ગુના, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ વિરુદ્ધ 22 ગુના, અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ 9 ગુના, અસલમ ઉર્ફે છમિયો વિરૂદ્ધ 6 ગુના, જુસબ ઉર્ફે કાર્યો વિરુદ્ધ 22 ગુના, અને સાજીદ ઉર્ફે બોળો વિરુદ્ધ 23 મળી આ ગેંગ વિરુદ્ધ કુલ 153 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
જુનાગઢ પોલીસે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ ચાર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકના ગુનાઓ નોંધ્યા છે. જેમાં કુલ 29 આરોપીઓને અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પકડાયેલ ગેંગના આરોપીઓ સિવાય અન્ય શખ્સો ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.