BZ Scam: મહાઠગના કારણે 3500થી વધારે વિદ્યાર્થીઓ અને 350ના સ્ટાફનું ભાવી અદ્ધરતાલ

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં BZ કૌભાંડ મામલે 6000 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે ભુપેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષ અગાઉ ગ્રો મોર કેમ્પસ પોતાના નામે કર્યું હતું. જો કે હવે ગ્રો મોરમાં અભ્યાસ કરતા 3500થી વધારે વિદ્યાર્થીઓ તેમજ 350થી વધારેના સ્ટાફ માટે કપરા દિવસો આવે તો નવાઈ નહીં. આગામી 7 દિવસ બાદ જો આર્થિક સહયોગ ન થાય તો BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ શર્ટ ડાઉન કરાશે.સ્ટાફને પગાર આપવા 90 લાખથી 1 કરોડ રૂપિયાની જરૂર સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં BZ કૌભાંડના પગલે કેટલાય લોકો માટે વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે તેનો સૌથી મોટો ભોગ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બની શકે તેમ છે, ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં 3500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમજ 350થી વધારેનો સ્ટાફ વિદ્યાર્થીઓના અભ્યાસ સહિત તેમનો હોસ્ટેલ ખર્ચ, ભોજન ખર્ચ, ટ્રાવેલિંગ સહિત સ્થાનિય અધિકારીઓના પગાર મામલે માસિક એકાદ કરોડનું ભારણ આવે છે. BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસને શટડાઉન કરવું પડી શકે જોકે ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ગયા હોવાના પગલે એકમાત્ર તેમની જ સહી થકી તમામ વહીવટ થઈ રહ્યો હતો, સાથોસાથ ભુપેન્દ્રસિંહ ઝાલાના એકાઉન્ટ CID દ્વારા ફ્રીજ કરાયા છે. ત્યારે અત્યારથી જ BZ એજ્યુકેશન કેમ્પસના ખર્ચ પુરા કરવા ભારે સમસ્યા સ્વરૂપ બની રહ્યા છે. BZ કેમ્પસમાં અત્યારે જ 90 લાખથી એકાદ કરોડની જરૂરિયાત છે, ત્યારે આગામી એક સપ્તાહમાં જો રકમ ન ચૂકવાઈ તો વહીવટી કર્મચારીઓ સહિત અન્ય 350 જેટલા સ્ટાફને પગાર આપવા માટે કોઈ રકમ ન રહેતા 7 દિવસ બાદ BZ એજ્યુકેશન કેમ્પસ બંધ થઈ શકે છે. આ મામલે ચેરિટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ જોકે આ મામલે આજે ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હાલ તો તેમને પણ પત્ર લેવાની ના કહી છે. તેમજ રાજ્ય સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું છે, જોકે આ તમામ વચ્ચે 3500 વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલ બનવા જઈ રહ્યું છે તે નક્કી છે. 

BZ Scam: મહાઠગના કારણે 3500થી વધારે વિદ્યાર્થીઓ અને 350ના સ્ટાફનું ભાવી અદ્ધરતાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં BZ કૌભાંડ મામલે 6000 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે ભુપેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષ અગાઉ ગ્રો મોર કેમ્પસ પોતાના નામે કર્યું હતું. જો કે હવે ગ્રો મોરમાં અભ્યાસ કરતા 3500થી વધારે વિદ્યાર્થીઓ તેમજ 350થી વધારેના સ્ટાફ માટે કપરા દિવસો આવે તો નવાઈ નહીં. આગામી 7 દિવસ બાદ જો આર્થિક સહયોગ ન થાય તો BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ શર્ટ ડાઉન કરાશે.

સ્ટાફને પગાર આપવા 90 લાખથી 1 કરોડ રૂપિયાની જરૂર

સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં BZ કૌભાંડના પગલે કેટલાય લોકો માટે વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે તેનો સૌથી મોટો ભોગ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બની શકે તેમ છે, ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં 3500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમજ 350થી વધારેનો સ્ટાફ વિદ્યાર્થીઓના અભ્યાસ સહિત તેમનો હોસ્ટેલ ખર્ચ, ભોજન ખર્ચ, ટ્રાવેલિંગ સહિત સ્થાનિય અધિકારીઓના પગાર મામલે માસિક એકાદ કરોડનું ભારણ આવે છે.

BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસને શટડાઉન કરવું પડી શકે

જોકે ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ગયા હોવાના પગલે એકમાત્ર તેમની જ સહી થકી તમામ વહીવટ થઈ રહ્યો હતો, સાથોસાથ ભુપેન્દ્રસિંહ ઝાલાના એકાઉન્ટ CID દ્વારા ફ્રીજ કરાયા છે. ત્યારે અત્યારથી જ BZ એજ્યુકેશન કેમ્પસના ખર્ચ પુરા કરવા ભારે સમસ્યા સ્વરૂપ બની રહ્યા છે. BZ કેમ્પસમાં અત્યારે જ 90 લાખથી એકાદ કરોડની જરૂરિયાત છે, ત્યારે આગામી એક સપ્તાહમાં જો રકમ ન ચૂકવાઈ તો વહીવટી કર્મચારીઓ સહિત અન્ય 350 જેટલા સ્ટાફને પગાર આપવા માટે કોઈ રકમ ન રહેતા 7 દિવસ બાદ BZ એજ્યુકેશન કેમ્પસ બંધ થઈ શકે છે.

આ મામલે ચેરિટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ

જોકે આ મામલે આજે ચેરિટી કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હાલ તો તેમને પણ પત્ર લેવાની ના કહી છે. તેમજ રાજ્ય સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું છે, જોકે આ તમામ વચ્ચે 3500 વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરતાલ બનવા જઈ રહ્યું છે તે નક્કી છે.