Banaskantha: ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું અપહરણ કરી નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠામાં દાંતીવાડાની કિશોરીનું અપહરણ કરી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું. 18 વર્ષીય કિશોરીને અપહરણ કરી ગઢ ગામ નજીક લઈ જઈને બે શખ્સો દુષ્કર્મ આચારીને ફરાર થયા. કિશોરીના પરિવારે દાંતીવાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. દાંતીવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી દાંતીવાડા પંથકના એક ગામમાં રવિવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યુ હતુ. તેણીને પાલનપુર તાલુકાના ગઢ નજીક લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદીજુદી ટીમો બનાવી અજાણ્યા બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી. દાંતીવાડા પંથકના ગામની સગી બે બહેનો રવિવારે સાંજના ગામની દૂધ ડેરીએ દૂધ ભરાવી ખેતરમાં ચાલતા જવા નીકળી હતી. તે દરમિયાન ઇકોમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ બિભત્સ માગણી કરી હતી. આથી બંને ડરીને દોડી હતી. જેમનો પીછો કરી મોટી 18 વર્ષિય કિશોરીનું બંને શખ્સોએ ઇકોમાં અપહરણ કર્યુ હતુ. અને વારાફરતી દુષ્કર્મ ગુજારી પાલનપુરના ગઢ નજીક મુકીને બંને જણાં ફરાર થઇ ગયા હતા. ત્યાંથી સગીરા વિમળા વિધાલય નજીક આવેલા પેટ્રોલપંપે ગઇ હતી. અને પરિવારને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જ્યાં પરિવારજનો પોલીસ સાથે ત્યાં પહોચ્યા હતા. અને સગીરાને પોલીસ મથકે લવાઇ હતી. આ અંગે તેણીએ બે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કે. ડી. બારોટે જણાવ્યુ હતું કે, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમો બનાવી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સગીરાનું મેડીકલ ચેકઅપ કરાયું છે. સગીરાના પિતાનું અવસાન થયેલ છે દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના પિતા મૃત્યુ પામ્યા છે. બંને બહેનો ખેતરે જઇ રહી હતી. ત્યારે ઇકોમાં આવેલા શખ્સોએ તેમની પાસે બિભત્સ માગણી કરી હતી. જેથી બંને બહેનો દોડી હતી. જ્યાં નાની બહેન બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી. અને ખેતર માલિકને ઘટનાની જાણ કરતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતાં બધા પોલીસ મથકે પહોંચ્યા હતા.

Banaskantha: ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું અપહરણ કરી નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં દાંતીવાડાની કિશોરીનું અપહરણ કરી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું. 18 વર્ષીય કિશોરીને અપહરણ કરી ગઢ ગામ નજીક લઈ જઈને બે શખ્સો દુષ્કર્મ આચારીને ફરાર થયા. કિશોરીના પરિવારે દાંતીવાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

દાંતીવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી

દાંતીવાડા પંથકના એક ગામમાં રવિવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી કિશોરીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યુ હતુ. તેણીને પાલનપુર તાલુકાના ગઢ નજીક લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ અંગે પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદીજુદી ટીમો બનાવી અજાણ્યા બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.

દાંતીવાડા પંથકના ગામની સગી બે બહેનો રવિવારે સાંજના ગામની દૂધ ડેરીએ દૂધ ભરાવી ખેતરમાં ચાલતા જવા નીકળી હતી. તે દરમિયાન ઇકોમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ બિભત્સ માગણી કરી હતી. આથી બંને ડરીને દોડી હતી. જેમનો પીછો કરી મોટી 18 વર્ષિય કિશોરીનું બંને શખ્સોએ ઇકોમાં અપહરણ કર્યુ હતુ. અને વારાફરતી દુષ્કર્મ ગુજારી પાલનપુરના ગઢ નજીક મુકીને બંને જણાં ફરાર થઇ ગયા હતા.

ત્યાંથી સગીરા વિમળા વિધાલય નજીક આવેલા પેટ્રોલપંપે ગઇ હતી. અને પરિવારને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જ્યાં પરિવારજનો પોલીસ સાથે ત્યાં પહોચ્યા હતા. અને સગીરાને પોલીસ મથકે લવાઇ હતી. આ અંગે તેણીએ બે અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દાંતીવાડા પોલીસ મથકના પીઆઈ કે. ડી. બારોટે જણાવ્યુ હતું કે, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમો બનાવી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સગીરાનું મેડીકલ ચેકઅપ કરાયું છે.

સગીરાના પિતાનું અવસાન થયેલ છે

દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના પિતા મૃત્યુ પામ્યા છે. બંને બહેનો ખેતરે જઇ રહી હતી. ત્યારે ઇકોમાં આવેલા શખ્સોએ તેમની પાસે બિભત્સ માગણી કરી હતી. જેથી બંને બહેનો દોડી હતી. જ્યાં નાની બહેન બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી. અને ખેતર માલિકને ઘટનાની જાણ કરતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતાં બધા પોલીસ મથકે પહોંચ્યા હતા.