Dholka: ધોળકા શહેરમાં નગરપાલિકાના વાંકે રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ યથાવત્

ધોળકા શહેરમાં પાલિકા તંત્રના વાંકે જાહેર માર્ગો પર તેમજ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા જૈસે થે રહેવા પામી છે. જેના પગલે શહેરીજનોને જોખમી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં શહેરના મઘિયા વિસ્તારમાં રખડતા પશુએ એક બાળકને શીંગડે ભેરવતા માથામાં ઈજા પહોંચી હતી. એથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી રહેણાંક તેમજ અન્ય મુખ્ય માર્ગો પર ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આવા રખડતા ઢોર નગરજનોને હાનિ પહોંચાડે છે. આમ છતાં ધોળકા નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામા ના આવતા નગરજનો ભારે નારાજ જણાઈ રહ્યા છે. દરમિયાન ધોળકાના મઘીયા વિસ્તારમા શ્રીરામ સોસાયટી ખાતે ઢોરના ત્રાસના કારણે નાના માસુમ બાળક ધૈર્ય મનોજભાઈ ( ઉંમર વર્ષ પાંચ ) ને ગાયે અડફેટમાં લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ છે. આ માસુમ બાળકની આંખ માં ઈજા થતા રહી ગયેલ હોય માટે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ અન્વયે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ન હોય માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે રસ્તામાં રખડતી ફરતી ગાયો અને આખલાને પકડવા અને તેને ખોડાઢોર પાંજરા પોળ ખાતે મોકલી આપવા કામગીરી કરાવે એમ નગરજનો ઈચ્છી રહ્યા છે.

Dholka: ધોળકા શહેરમાં નગરપાલિકાના વાંકે રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ યથાવત્

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા શહેરમાં પાલિકા તંત્રના વાંકે જાહેર માર્ગો પર તેમજ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા જૈસે થે રહેવા પામી છે. જેના પગલે શહેરીજનોને જોખમી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં શહેરના મઘિયા વિસ્તારમાં રખડતા પશુએ એક બાળકને શીંગડે ભેરવતા માથામાં ઈજા પહોંચી હતી. એથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.

ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી રહેણાંક તેમજ અન્ય મુખ્ય માર્ગો પર ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આવા રખડતા ઢોર નગરજનોને હાનિ પહોંચાડે છે. આમ છતાં ધોળકા નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામા ના આવતા નગરજનો ભારે નારાજ જણાઈ રહ્યા છે. દરમિયાન ધોળકાના મઘીયા વિસ્તારમા શ્રીરામ સોસાયટી ખાતે ઢોરના ત્રાસના કારણે નાના માસુમ બાળક ધૈર્ય મનોજભાઈ ( ઉંમર વર્ષ પાંચ ) ને ગાયે અડફેટમાં લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ છે. આ માસુમ બાળકની આંખ માં ઈજા થતા રહી ગયેલ હોય માટે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ અન્વયે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ન હોય માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે રસ્તામાં રખડતી ફરતી ગાયો અને આખલાને પકડવા અને તેને ખોડાઢોર પાંજરા પોળ ખાતે મોકલી આપવા કામગીરી કરાવે એમ નગરજનો ઈચ્છી રહ્યા છે.