આણંદના બોરસદમાં બુલડોઝરવાળી... 300થી વધુ કાચા-પાકા ગેરકાયદે દબાણ દૂર કરાયા
Anand News | બોરસદ નગરપાલિકા દ્વારા આણંદ ચોકડી, વાસદ ચોકડી, મામલતદાર રોડ સહિતના વિસ્તારોમાં ગુરૂવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ ભાડે આપેલી દુકાનોના ભાડૂઆતો દ્વારા કરાયેલા 27 દબાણો સહિત 300થી વધુ કાચા-પાકા દબાણો એક દિવસમાં દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક દબાણકર્તાઓએ વિરોધ કરતા પાલિકા દ્વારા નક્શાઓ સાથે એન્જિનિયરોને બોલાવી, માપણી કરી, દબાણો પર બૂલડોઝર ફેરવ્યા હતા. બોરસદ નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ બાપા સીતારામની મઢુલીનું દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકા દ્વારા દબાણકારોને દિવાળી પહેલા લેખિત નોટિસ ફટકારવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Anand News | બોરસદ નગરપાલિકા દ્વારા આણંદ ચોકડી, વાસદ ચોકડી, મામલતદાર રોડ સહિતના વિસ્તારોમાં ગુરૂવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ ભાડે આપેલી દુકાનોના ભાડૂઆતો દ્વારા કરાયેલા 27 દબાણો સહિત 300થી વધુ કાચા-પાકા દબાણો એક દિવસમાં દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક દબાણકર્તાઓએ વિરોધ કરતા પાલિકા દ્વારા નક્શાઓ સાથે એન્જિનિયરોને બોલાવી, માપણી કરી, દબાણો પર બૂલડોઝર ફેરવ્યા હતા.
બોરસદ નગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ બાપા સીતારામની મઢુલીનું દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકા દ્વારા દબાણકારોને દિવાળી પહેલા લેખિત નોટિસ ફટકારવામાં આવી હતી.