Ahmedabad: SVPI એરપોર્ટ દ્વારા 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કર્યું છે. જેનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઓક્ટોબર 2024થી 10મી જાન્યુઆરી 2025 સુધી તેમાં ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એક્ટિવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગીફ્ટ્સ જીતી શકે છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક આ અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા મુસાફરો ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ માણવાનો લાભ લઈ શકશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ માણી શકશે. હાલમાં એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે. જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમા વાઉચર્સ, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં SVPIA ખાતે રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતા મુસાફરોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે. મુસાફરોને આકર્ષક ભેટ પણ અપાશે પ્રવાસીઓને વન નેશન બિલિયન સેલિબ્રેશન્સમાં ભાગ લઈને 80થી વધુ બ્રાન્ડ્સ અને 100થી વધુ વિશિષ્ટ રીતે ક્યુરેટેડ બ્રાન્ડ પ્રમોશન સાથે તેમના અનુભવને ઉન્નત કરવા SVPIA દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એરપોર્ટ મુસાફરોના અનુભવને યાદગાર બનાવવા સતત કાર્યરત નોંધનીય છે કે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા મુસાફરોના અનુભવને યાદગાર બનાવવા સતત કાર્ય કરતુ રહે છે. થોડા દિવસો પહેલા અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટમાં મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

Ahmedabad: SVPI એરપોર્ટ દ્વારા 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કર્યું છે. જેનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે.

વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ

આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઓક્ટોબર 2024થી 10મી જાન્યુઆરી 2025 સુધી તેમાં ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એક્ટિવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગીફ્ટ્સ જીતી શકે છે.


વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક

આ અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા મુસાફરો ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ માણવાનો લાભ લઈ શકશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ માણી શકશે. હાલમાં એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે. જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમા વાઉચર્સ, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં SVPIA ખાતે રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતા મુસાફરોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.


મુસાફરોને આકર્ષક ભેટ પણ અપાશે

પ્રવાસીઓને વન નેશન બિલિયન સેલિબ્રેશન્સમાં ભાગ લઈને 80થી વધુ બ્રાન્ડ્સ અને 100થી વધુ વિશિષ્ટ રીતે ક્યુરેટેડ બ્રાન્ડ પ્રમોશન સાથે તેમના અનુભવને ઉન્નત કરવા SVPIA દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

એરપોર્ટ મુસાફરોના અનુભવને યાદગાર બનાવવા સતત કાર્યરત

નોંધનીય છે કે, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા મુસાફરોના અનુભવને યાદગાર બનાવવા સતત કાર્ય કરતુ રહે છે. થોડા દિવસો પહેલા અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટમાં મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.