Surendranagar: મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, ખોટ ખાવાનો આવ્યો વારો
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ બાદ મગફળીના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ સુરેન્દ્રનગરની બજારોમાં મગફળીના પ્રતિ મણના ભાવ માત્ર 700થી 1,000 રૂપિયા સુધીના મળી રહ્યા છે.મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે અને ભાવ ન મળતા ખેડૂતોને ખોટ ખાવાની નોબત સર્જાઈ છે. વરસાદના પગલે મગફળીનું ઉત્પાદન માત્ર 20 ટકા થયું છે. બીજી તરફ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે તો તેને 3 મહિને પાકના રૂપિયા મળતા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવે તો તેવા ખેડૂતોને પાક નુકસાન સહાય પણ ન મળતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે હવે મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જુનાગઢ જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત થોડા દિવસ પહેલા જ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે ખેતરમાં વાવેલો મગફળીનો પાક નિષ્ફળ જતા દાનાભાઈ નાથાભાઈ બાબરીયા નામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું. મૃતક દાનાભાઈ બાબરીયાને 4 દીકરીઓ છે અને પિતાના મૃત્યુ બાદ ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો તહેવાર પર જ દાનાભાઈ બાબરીયાએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું. જ્યારે દાનાભાઈ બાબરીયાના ભાઈ કિશન બાબરીયાએ મૃતક દાનાભાઈ બાબરીયાએ ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી મૃતક દાનાભાઈ બાબરીયા પાક નિષ્ફળ જવાના કારણે ચૂપચાપ રહેતા હતા અને મોટાભાગે તે ખેતરમાં જ દિવસ પસાર કરતા અને આર્થિક સંકળામણ અને મગફળીનો પાક નિષ્ફળ જવાને કારણે હવે કોઈ ઉત્પાદન થશે નહીં તેવી ચિંતામાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તેમના પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ બાદ મગફળીના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ સુરેન્દ્રનગરની બજારોમાં મગફળીના પ્રતિ મણના ભાવ માત્ર 700થી 1,000 રૂપિયા સુધીના મળી રહ્યા છે.
મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા
મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે અને ભાવ ન મળતા ખેડૂતોને ખોટ ખાવાની નોબત સર્જાઈ છે. વરસાદના પગલે મગફળીનું ઉત્પાદન માત્ર 20 ટકા થયું છે. બીજી તરફ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે તો તેને 3 મહિને પાકના રૂપિયા મળતા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવે તો તેવા ખેડૂતોને પાક નુકસાન સહાય પણ ન મળતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે હવે મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જુનાગઢ જિલ્લામાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત
થોડા દિવસ પહેલા જ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે ખેતરમાં વાવેલો મગફળીનો પાક નિષ્ફળ જતા દાનાભાઈ નાથાભાઈ બાબરીયા નામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું. મૃતક દાનાભાઈ બાબરીયાને 4 દીકરીઓ છે અને પિતાના મૃત્યુ બાદ ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો તહેવાર પર જ દાનાભાઈ બાબરીયાએ આપઘાત કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું. જ્યારે દાનાભાઈ બાબરીયાના ભાઈ કિશન બાબરીયાએ મૃતક દાનાભાઈ બાબરીયાએ ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી
જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી મૃતક દાનાભાઈ બાબરીયા પાક નિષ્ફળ જવાના કારણે ચૂપચાપ રહેતા હતા અને મોટાભાગે તે ખેતરમાં જ દિવસ પસાર કરતા અને આર્થિક સંકળામણ અને મગફળીનો પાક નિષ્ફળ જવાને કારણે હવે કોઈ ઉત્પાદન થશે નહીં તેવી ચિંતામાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તેમના પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.