ગુજરાતમાં જળપ્રલય! 28 જિલ્લામાં રેડ ઍલર્ટ, તો 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, ડેમ છલકાયા

Red Alert and Orange Alert in Gujarat : ગુજરાતમાં ભારે વરસાદના લીધે તબાહીના દૃશ્યો સર્જાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવાહડફમાં નોંધાયો છે. અત્યાર સુધી 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. હવામાન વિભાગે આજે (મંગળવારે) 27 ઑગસ્ટના રોજ ગુજરાતના 28 જિલ્લામાં ભારે વરસાદના લીધે રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, ખેડા, પંચમહાલ, મોરબી, અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. વહેલી સવારથી વરસાદ શરુ, રાજકોટમાં સૌથી વધુ વરસાદરાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ 142 મી.મી રાજકોટ શહેરમાં ખાબક્યો છે, જ્યારે રાજકોટના લોધિકામાં 125 મી.મી, કોટડા સંગાણીમાં 92 મી.મી, ચોટીલામાં 87 મી.મી, ખેડાના મહુધામાં 82 મી.મી, દ્વારકામાં 72 મી.મી, કલ્યાણપુરમાં 70 મી.મી, થાનગઢમાં અને વાંકાનેરમાં 66 મી.મી, જૂનાગઢના કેશોદમાં 61 મી.મી, ભાનવડમાં 59 મી.મી, વિસાવદર અને ખંભાળિયામાં 55 મી.મી, ચૂડા, ગોંડલ અને મેંદરડામાં 51 મી.મી વરસાદ ખાબક્યો છે. જ્યારે 188 તાલુકામાં 50 મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં ગુજરાતના 14 તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ વધુ વરસાદ અને 100 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ક્યાં રેડ ઍલર્ટ તો ક્યાં ઑરેન્જ ઍલર્ટ હવામાન વિભાગે અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 99.66 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108 ટકા, સૌરાષ્ટ્રમાં 102 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 99 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80 ટકા વરસાદ ખાબક્યો છે. NDRF-SDRF ની ટીમો તૈનાતતમને જણાવી દઈએ કે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં એનડીઆરડીની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તૈનાત કરવામાં આવી છે. જે બચાવ અને રાહતકાર્યોમાં મદદ કરી રહી છે. રાજ્યમાં વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

ગુજરાતમાં જળપ્રલય! 28 જિલ્લામાં રેડ ઍલર્ટ, તો 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, ડેમ છલકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Red Alert and Orange Alert in Gujarat : ગુજરાતમાં ભારે વરસાદના લીધે તબાહીના દૃશ્યો સર્જાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવાહડફમાં નોંધાયો છે. અત્યાર સુધી 14 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. 

હવામાન વિભાગે આજે (મંગળવારે) 27 ઑગસ્ટના રોજ ગુજરાતના 28 જિલ્લામાં ભારે વરસાદના લીધે રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, ખેડા, પંચમહાલ, મોરબી, અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. 

વહેલી સવારથી વરસાદ શરુ, રાજકોટમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ 142 મી.મી રાજકોટ શહેરમાં ખાબક્યો છે, જ્યારે રાજકોટના લોધિકામાં 125 મી.મી, કોટડા સંગાણીમાં 92 મી.મી, ચોટીલામાં 87 મી.મી, ખેડાના મહુધામાં 82 મી.મી, દ્વારકામાં 72 મી.મી, કલ્યાણપુરમાં 70 મી.મી, થાનગઢમાં અને વાંકાનેરમાં 66 મી.મી, જૂનાગઢના કેશોદમાં 61 મી.મી, ભાનવડમાં 59 મી.મી, વિસાવદર અને ખંભાળિયામાં 55 મી.મી, ચૂડા, ગોંડલ અને મેંદરડામાં 51 મી.મી વરસાદ ખાબક્યો છે. જ્યારે 188 તાલુકામાં 50 મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં ગુજરાતના 14 તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ વધુ વરસાદ અને 100 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

ક્યાં રેડ ઍલર્ટ તો ક્યાં ઑરેન્જ ઍલર્ટ 

હવામાન વિભાગે અમદાવાદ, સુરત, વડોદરા, ડાંગ, દાહોદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 99.66 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે, સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108 ટકા, સૌરાષ્ટ્રમાં 102 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 99 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80 ટકા વરસાદ ખાબક્યો છે. 

NDRF-SDRF ની ટીમો તૈનાત

તમને જણાવી દઈએ કે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં એનડીઆરડીની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તૈનાત કરવામાં આવી છે. જે બચાવ અને રાહતકાર્યોમાં મદદ કરી રહી છે. રાજ્યમાં વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.