Kheda: માતર તાલુકાના સોખડાની સોસાયટીમાં ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા
ચરોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ચોરીના બનાવોની અફવાઓને અફવા બજાર ગરમ રહેતુ હોવાની શકયતાઓ સેવાઈ રહી હતી.પણ માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી જય મહારાજ પાર્ક સોસાયટીમાં શનિવારની રાત્રી અને રવિવારની વહેલી સવારના સમયે બુકાનધારી અજાણ્યા ઈસમો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.જોકે સોસાયટીના પાડોશીના મકાનના દરવાજાનો અવાજ આવતા બુકાનધારી તસ્કરો તુરત જ નાસી છુટયા હતા. જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સ્થાનીકોએ પોલીસેને રાત્રીના સમયે સંપર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શકયો ન હોવાનુ સ્થાનિકોએ વધુમાં જણાવ્યુ હતુ. આ અંગે મળેલ માહીતી મુજબ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અંગેની અફવાઓથી સાવધાન રહેવા, આવા બનાવ અંગે પોલીસને જાણ કરવા જેવી બાબતો સોશીયલ મીડીયામાં જોવા મળતી રહી છે. ત્યારે માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી જય મહારાજ પાર્ક સોસાયટીમાં શનીવારની રાત્રી અને રવિવારની પરોઢે અજાણ્યા બુકાનધારી 3 ઈસમોએ તેમનો ચોરીનો પ્લાન બનાવીને ઘરમાં પેસવાની ટ્રાય કરીરહયા હતા.જેમાં 2 અજાણ્યા બુકાનધારી ઘરની ઓસરીમમાં પ્રવેશીને પાછળના ભાગનુ લોખડનો દરવાજો તોડીને ઘરમાં જવાનો પ્રયાસ કરતા હતા. જયારે અન્ય એક ઈસમ ઘરની બહાર દિવાલની પાછળ રહીને સમગ્ર દેખરેખ રાખી રહયો હતો. આ દરમ્યાન સોસાયટીમાં સામેના ઘરનો લોખંડનો દરવાજો કોઈક કારણસર ખોલીને ફરીથી બંધ કરવાનો અવાજ આવતા તથા ચોર હોવાની બુમાબુમ થતાંની સાથે અજાણ્યા બુકાનઘારીઓ ઉંઘી પુછડીયે ઘરમાંથી દિવાલ કુદીને નાસી ગયા હતા. ઘર માલિક સામાજિક પ્રસંગે બહાર ગયા હતા. જેને પગલે ઘરમાં કોઈ હાજર ન હતુ. સ્થાનીકોએ આ અંગે રાત્રીના સમયે જ માતર પોલીસને જાણ કરવા સંપર્ક કર્યો હતો. પણ માતર પોલીસનો સંપર્ક થઈ શકયો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ચોરી કરવાના પ્રયસા અંગેના ત્રણેય તસ્કરોના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ. ખેડા જિલ્લા ગ્રામ્યમાં પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ કરાતુ હોવાની વાત કાગળે વાઘ સમાન હાલમાં જોવા મળી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચરોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ચોરીના બનાવોની અફવાઓને અફવા બજાર ગરમ રહેતુ હોવાની શકયતાઓ સેવાઈ રહી હતી.પણ માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી જય મહારાજ પાર્ક સોસાયટીમાં શનિવારની રાત્રી અને રવિવારની વહેલી સવારના સમયે બુકાનધારી અજાણ્યા ઈસમો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.
જોકે સોસાયટીના પાડોશીના મકાનના દરવાજાનો અવાજ આવતા બુકાનધારી તસ્કરો તુરત જ નાસી છુટયા હતા. જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સ્થાનીકોએ પોલીસેને રાત્રીના સમયે સંપર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શકયો ન હોવાનુ સ્થાનિકોએ વધુમાં જણાવ્યુ હતુ.
આ અંગે મળેલ માહીતી મુજબ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અંગેની અફવાઓથી સાવધાન રહેવા, આવા બનાવ અંગે પોલીસને જાણ કરવા જેવી બાબતો સોશીયલ મીડીયામાં જોવા મળતી રહી છે. ત્યારે માતર તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી જય મહારાજ પાર્ક સોસાયટીમાં શનીવારની રાત્રી અને રવિવારની પરોઢે અજાણ્યા બુકાનધારી 3 ઈસમોએ તેમનો ચોરીનો પ્લાન બનાવીને ઘરમાં પેસવાની ટ્રાય કરીરહયા હતા.જેમાં 2 અજાણ્યા બુકાનધારી ઘરની ઓસરીમમાં પ્રવેશીને પાછળના ભાગનુ લોખડનો દરવાજો તોડીને ઘરમાં જવાનો પ્રયાસ કરતા હતા. જયારે અન્ય એક ઈસમ ઘરની બહાર દિવાલની પાછળ રહીને સમગ્ર દેખરેખ રાખી રહયો હતો. આ દરમ્યાન સોસાયટીમાં સામેના ઘરનો લોખંડનો દરવાજો કોઈક કારણસર ખોલીને ફરીથી બંધ કરવાનો અવાજ આવતા તથા ચોર હોવાની બુમાબુમ થતાંની સાથે અજાણ્યા બુકાનઘારીઓ ઉંઘી પુછડીયે ઘરમાંથી દિવાલ કુદીને નાસી ગયા હતા.
ઘર માલિક સામાજિક પ્રસંગે બહાર ગયા હતા. જેને પગલે ઘરમાં કોઈ હાજર ન હતુ. સ્થાનીકોએ આ અંગે રાત્રીના સમયે જ માતર પોલીસને જાણ કરવા સંપર્ક કર્યો હતો. પણ માતર પોલીસનો સંપર્ક થઈ શકયો ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ચોરી કરવાના પ્રયસા અંગેના ત્રણેય તસ્કરોના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ. ખેડા જિલ્લા ગ્રામ્યમાં પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલિંગ કરાતુ હોવાની વાત કાગળે વાઘ સમાન હાલમાં જોવા મળી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.