Dhrangadhra: જેસડા ગામના પાટીદાર પરિવારના એકના એક દીકરાના મોતથી માતમ છવાયો

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના યુવકનું પાટણ પાસેના ધારપુર ખાતેની મેડીકલ કોલેજમાં રેગીંગના પગલે એકના એક દીકરાનું અવસાન થતા પરિવાર સાથે ગામમાં માતમ છવાઈ ગયો છે.ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના નટવરભાઈ મેથાણીયાનો એકનો એક દીકરો અનિલ પંદર દિવસ પહેલા જ પાટણ પાસેની ધારપુર મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના અભ્યાસ કરવા માટે ગયો હતો. અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ હળવદ ખાતેની સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. એવામાં કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા પજવણી કર્યા બાદ અનિલનું મોત થયાના સમાચાર ગામમાં પહોચતાની સાથે જ પરિવાર સાથે સમગ્ર જેસડા ગામમાં માતમ છવાઈ ગયો હતો. કારણ આખા ગામમાં મેડીકલ ક્ષેત્રે અનિલ સૌપ્રથમ યુવક અભ્યાસ કરવા ગયો હોવાથી ગામલોકોને પણ ગર્વ હતો. ત્યાર સદર મામલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

Dhrangadhra: જેસડા ગામના પાટીદાર પરિવારના એકના એક દીકરાના મોતથી માતમ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના યુવકનું પાટણ પાસેના ધારપુર ખાતેની મેડીકલ કોલેજમાં રેગીંગના પગલે એકના એક દીકરાનું અવસાન થતા પરિવાર સાથે ગામમાં માતમ છવાઈ ગયો છે.

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના નટવરભાઈ મેથાણીયાનો એકનો એક દીકરો અનિલ પંદર દિવસ પહેલા જ પાટણ પાસેની ધારપુર મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના અભ્યાસ કરવા માટે ગયો હતો. અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ હળવદ ખાતેની સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. એવામાં કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા પજવણી કર્યા બાદ અનિલનું મોત થયાના સમાચાર ગામમાં પહોચતાની સાથે જ પરિવાર સાથે સમગ્ર જેસડા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

કારણ આખા ગામમાં મેડીકલ ક્ષેત્રે અનિલ સૌપ્રથમ યુવક અભ્યાસ કરવા ગયો હોવાથી ગામલોકોને પણ ગર્વ હતો. ત્યાર સદર મામલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનોમાં માંગ ઉઠી છે.