જેને પપ્પા કહીને બોલાવે છે તે 12 વર્ષની બાળાને માતાના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
- દીકરીને પેટમાં દુખાવો થતા ડોક્ટર પાસે જતા તે ગર્ભવતી હોવાની જાણ થઈ : માતાના મિત્રએ બાળકીને પોતાના 62 વર્ષના મિત્રને હવાલે પણ કરી હતી - બાળકીની માતાએ ઘરકંકાસને લીધે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મિત્ર સંજય પાટીલ સાથે વિના લગ્ને સંસાર માંડયો હતો અને તેના થકી સાડા છ વર્ષની પુત્રી પણ છે સુરત, : સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી જેને પપ્પા કહીને બોલાવે છે તે માતાના 40 વર્ષના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચરી તેમજ પોતાના 62 વર્ષના મિત્રને પણ હવાલે કરી ગર્ભવતી બનાવતા કાપોદ્રા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.બાળકીને હાલ પાંચ માસનો ગર્ભ હોય પોલીસે તેના ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી અનુસૂચિત જનજાતિની 30 વર્ષીય શ્રમજીવી મહિલા સીમાબેન ( નામ બદલ્યું છે ) ના લગ્ન તેના સમાજના જ યુવાન સાથે થયા હતા.તેના થકી તે એક દીકરી અને એક દીકરાની માતા બની હતી.જોકે, ઘરકંકાસને લીધે વર્ષ 2013 માં સીમાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને વર્ષ 2014 માં તે પોતાના મિત્ર સંજય તાતેરાવ પાટીલ ( ઉ.વ.40, રહે.મકાન નં.69, ઘેલાણીનગર, મુર્ધા કેન્દ્ર, કાપોદ્રા, સુરત ) સાથે લગ્ન કે કોઈ કરાર વિના પતિ-પત્નીની જેમ રહેવા લાગી હતી.તેના થકી સાડા છ વર્ષ અગાઉ તે એક બાળકીની માતા પણ બની હતી.જોકે, સંજય સાથે પણ અવારનવાર ઝઘડા થતા હોય તે ત્રણ વર્ષ અગાઉ કામરેજમાં ત્રણેય બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.સંજય ભલે તેનાથી અલગ રહેતો હતો પણ ત્રણેય બાળકો તેને પપ્પા કહીને બોલાવતા હોય તે અવારનવાર બાળકોને મળવા આવતો હતો અને રજાના દિવસે બાળકોને ફરવા અને પોતાના ઘરે પણ લઈ જતો હતો.દરમિયાન, બે દિવસ અગાઉ સીમાની ધો.7 માં ભણતી સૌથી મોટી 12 વર્ષીય દીકરી રીના ( નામ બદલ્યું છે ) એ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી કરાવી તો તેને પાંચ માસનો ગર્ભ હોવાની જાણ થઈ હતી.આ અંગે સીમાએ પૂછતાં રીનાએ જણાવ્યું હતું કે પપ્પા ત્રણેયને દોઢ વર્ષથી પોતાના ઘરે લાવતા હતા ત્યારે તેના નાના ભાઈ-બહેનને પૈસા આપી દુકાને મોકલતા અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા હતા.એટલું જ નહીં પપ્પાએ તેમના ઘર નજીક રહેતા મોટી ઉંમરના હીરામન કાકાને પણ હવાલે કરતા તેમણે પણ બે-ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું અને પપ્પાએ તેવી ધમકી આપી હતી કે આ વાત તું મમ્મીને કહેશે તો હું તને મારી નાખીશ.રીનાએ આથી માતાને કોઈ વાત કરી નહોતી.દીકરીની વાત સાંભળી ચોંકેલી સીમાએ છેવટે આજે મળસ્કે કાપોદ્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને તેના મિત્ર હીરામન કાકા વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાટીલ અને તેના 62 વર્ષીય મિત્ર હીરામણ કિશનભાઈ સીંગનેની ધરપકડ કરી હતી.પોલીસે ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.વધુ તપાસ એસીપી ( એ ડિવિઝન ) વી.આર.પટેલ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દીકરીને પેટમાં દુખાવો થતા ડોક્ટર પાસે જતા તે ગર્ભવતી હોવાની જાણ થઈ : માતાના મિત્રએ બાળકીને પોતાના 62 વર્ષના મિત્રને હવાલે પણ કરી હતી
- બાળકીની માતાએ ઘરકંકાસને લીધે પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મિત્ર સંજય પાટીલ સાથે વિના લગ્ને સંસાર માંડયો હતો અને તેના થકી સાડા છ વર્ષની પુત્રી પણ છે
સુરત, : સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી જેને પપ્પા કહીને બોલાવે છે તે માતાના 40 વર્ષના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચરી તેમજ પોતાના 62 વર્ષના મિત્રને પણ હવાલે કરી ગર્ભવતી બનાવતા કાપોદ્રા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.બાળકીને હાલ પાંચ માસનો ગર્ભ હોય પોલીસે તેના ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી અનુસૂચિત જનજાતિની 30 વર્ષીય શ્રમજીવી મહિલા સીમાબેન ( નામ બદલ્યું છે ) ના લગ્ન તેના સમાજના જ યુવાન સાથે થયા હતા.તેના થકી તે એક દીકરી અને એક દીકરાની માતા બની હતી.જોકે, ઘરકંકાસને લીધે વર્ષ 2013 માં સીમાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને વર્ષ 2014 માં તે પોતાના મિત્ર સંજય તાતેરાવ પાટીલ ( ઉ.વ.40, રહે.મકાન નં.69, ઘેલાણીનગર, મુર્ધા કેન્દ્ર, કાપોદ્રા, સુરત ) સાથે લગ્ન કે કોઈ કરાર વિના પતિ-પત્નીની જેમ રહેવા લાગી હતી.તેના થકી સાડા છ વર્ષ અગાઉ તે એક બાળકીની માતા પણ બની હતી.જોકે, સંજય સાથે પણ અવારનવાર ઝઘડા થતા હોય તે ત્રણ વર્ષ અગાઉ કામરેજમાં ત્રણેય બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.
સંજય ભલે તેનાથી અલગ રહેતો હતો પણ ત્રણેય બાળકો તેને પપ્પા કહીને બોલાવતા હોય તે અવારનવાર બાળકોને મળવા આવતો હતો અને રજાના દિવસે બાળકોને ફરવા અને પોતાના ઘરે પણ લઈ જતો હતો.દરમિયાન, બે દિવસ અગાઉ સીમાની ધો.7 માં ભણતી સૌથી મોટી 12 વર્ષીય દીકરી રીના ( નામ બદલ્યું છે ) એ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી કરાવી તો તેને પાંચ માસનો ગર્ભ હોવાની જાણ થઈ હતી.આ અંગે સીમાએ પૂછતાં રીનાએ જણાવ્યું હતું કે પપ્પા ત્રણેયને દોઢ વર્ષથી પોતાના ઘરે લાવતા હતા ત્યારે તેના નાના ભાઈ-બહેનને પૈસા આપી દુકાને મોકલતા અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા હતા.એટલું જ નહીં પપ્પાએ તેમના ઘર નજીક રહેતા મોટી ઉંમરના હીરામન કાકાને પણ હવાલે કરતા તેમણે પણ બે-ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું અને પપ્પાએ તેવી ધમકી આપી હતી કે આ વાત તું મમ્મીને કહેશે તો હું તને મારી નાખીશ.રીનાએ આથી માતાને કોઈ વાત કરી નહોતી.
દીકરીની વાત સાંભળી ચોંકેલી સીમાએ છેવટે આજે મળસ્કે કાપોદ્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને તેના મિત્ર હીરામન કાકા વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાટીલ અને તેના 62 વર્ષીય મિત્ર હીરામણ કિશનભાઈ સીંગનેની ધરપકડ કરી હતી.પોલીસે ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.વધુ તપાસ એસીપી ( એ ડિવિઝન ) વી.આર.પટેલ કરી રહ્યા છે.