Ahmedabad: સિંધુભવન રોડ પર વાહન ચેકિંગમાં શખ્સે પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ

સિંધુભવન રોડ ગોટીલા ગાર્ડન પાસે ગુરુવારે રાત્રીના પોલીસ કાફ્લો વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે સમયે એક વર્ના કારની આગળ નંબર પ્લેટ ન હોવાથી કાર રોકવા પોલીસે ઈશારો કર્યો હતો.છતાં પણ કાર ચાલકે પોલીસના કાફ્લા વચ્ચેથી કાર ચલાવીને ગોટીલા ગાર્ડન કટ આગળથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એક કાર આવી જતા વર્ના કારે યુ-ટર્ન મારીને પરત પકવાન ચાર રસ્તા તરફ્ પૂરઝડપે વાંકીચૂકી કાર ચલાવીને આટલા બધા પોલીસના કાફ્લા વચ્ચેથી ફરાર થઈ ગયો હતો. તેમજ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. બેદરકારીપૂર્વક મનુષ્યવધ કરવાના ઈરાદે કાર ચલાવી હોવાથી બોડકદેવ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીએ તેનું નામ પ્રિન્સ શાંતુભાઈ ઠક્કર ગોતામાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. ત્રણ વર્ષથી નરોડા ખાતે પિતા સાથે ગોળનો વેપાર કરે છે. મિત્ર સાથે કાર લઈને સિંધુભવન રોડ પર ફરવા નિકળ્યો હતો અને કારમાં કાળા કાચ અને આગળ નંબર પ્લેટ ન હોવાથી પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા જતા કાર આવી રીતે ચલાવી હોવાનું જણાવ્યું હતુ.

Ahmedabad: સિંધુભવન રોડ પર વાહન ચેકિંગમાં શખ્સે પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિંધુભવન રોડ ગોટીલા ગાર્ડન પાસે ગુરુવારે રાત્રીના પોલીસ કાફ્લો વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે સમયે એક વર્ના કારની આગળ નંબર પ્લેટ ન હોવાથી કાર રોકવા પોલીસે ઈશારો કર્યો હતો.

છતાં પણ કાર ચાલકે પોલીસના કાફ્લા વચ્ચેથી કાર ચલાવીને ગોટીલા ગાર્ડન કટ આગળથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એક કાર આવી જતા વર્ના કારે યુ-ટર્ન મારીને પરત પકવાન ચાર રસ્તા તરફ્ પૂરઝડપે વાંકીચૂકી કાર ચલાવીને આટલા બધા પોલીસના કાફ્લા વચ્ચેથી ફરાર થઈ ગયો હતો. તેમજ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. બેદરકારીપૂર્વક મનુષ્યવધ કરવાના ઈરાદે કાર ચલાવી હોવાથી બોડકદેવ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીએ તેનું નામ પ્રિન્સ શાંતુભાઈ ઠક્કર ગોતામાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. ત્રણ વર્ષથી નરોડા ખાતે પિતા સાથે ગોળનો વેપાર કરે છે. મિત્ર સાથે કાર લઈને સિંધુભવન રોડ પર ફરવા નિકળ્યો હતો અને કારમાં કાળા કાચ અને આગળ નંબર પ્લેટ ન હોવાથી પોલીસને જોઈને ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા જતા કાર આવી રીતે ચલાવી હોવાનું જણાવ્યું હતુ.