Ahmedabad: કમર દર્દના દર્દીઓના હૃદયના ઓપરેશન કર્યા
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને મોતના મુખમાં ધકેલી પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવાનો ખેલ ખેલ્યો છે. આ હોસ્પિટલમાં ભૂતકાળમાં સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓ અત્યારે ટેન્શનમાં છે, તેઓ પણ માને છે કે, તેમની સાથે ખોટી સારવાર થઈ છે. હવે પિરાણા ગામના કિસ્સા સામે આવી રહ્યા છે, ખ્યાતિ હોસ્પિટલે જૂન 2023માં પિરાણા ગામે પણ કેમ્પ યોજ્યો હતો, જેમાં કમરના દુખાવાની તકલીફ હતી તેમને હૃદય રોગની બીમારી હોવાનું કહીને સ્ટેન્ટ નાખી દીધા હતા, ગામમાંથી 10 લોકોને સારવાર માટે બોલાવ્યા હતા, જે પૈકી ઓપરેશન બાદ બે દર્દીનાં મોત થયાં હતાં, આ દાવો પિરાણા ગામના લોકો કરી રહ્યા છે. પિરાણાના બચુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, 26મી જૂન 2023ના રોજ 75 વર્ષીય દર્દી વિનોદ ઠાકોરની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી, તેમને કમરના દુખાવાની તકલીફ હતી પરંતુ હૃદયની બીમારી હોવાનું કહીને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી, આજે તેમની બીમારી વધી ગઈ છે, શ્વાસ લેવામાં તકલીફ રહે છે, આયુષ્યમાન યોજનામાં પૈસા કમાવવા માટે ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી સારવાર કરી દેવાઈ છે તેવું અમને લાગે છે. જયંતીભાઈ ઠાકોર નામના અન્ય એક દર્દીને શ્વાસની તકલીફ હતી, તેમની પણ હૃદયની સર્જરી થઈ જેમાં તેમનું મોત થયું હતું. એ જ રીતે મીનાબહેન નામના દર્દીનું પણ મોત થયું હતું.પિરાણાના લોકો કહે છે કે, જૂન 2023માં 10 લોકોના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન થયા, જેમાંથી બે લોકોનાં મોત થયા હતા. કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર સામે આવ્યું એ પછી રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ગામ લોકો કહે છે કે, કેટલાક લોકોને કમરની તકલીફ હતી તેમને પણ ધમનીમાં બ્લોકેજ બતાવીને ઓપરેશન કરી દીધા હતા. ઓપરેશનની જાણ સુદ્ધાં પરિવારને કરવામાં આવી નહોતી. વિનોદભાઈ અને બચુભાઈને કમરની તકલીફ હતી તેમને સ્ટેન્ટ મૂક્યા હતા. પિરાણાથી ખ્યાતિ હોસ્પિટલે લવાયેલા લોકો પાસે આયુષ્યામાન કાર્ડ નહોતું પરંતુ હોસ્પિટલે સર્જરી માટે તાત્કાલિક કાર્ડ બનાવી આપ્યા હતા અને એ પછી ઓપરેશન થયા છે. પોલીસ તપાસમાં હજુ નવા ઘટસ્ફોટ થાય તેવો વર્તારો છે. આ પ્રકરણમાં સામાન્ય લોકોને ન્યાય અને વળતર મળશે કે કેમ તે એક મોટો સવાલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને મોતના મુખમાં ધકેલી પીએમ-જેએવાયમાંથી નાણાં કમાવવાનો ખેલ ખેલ્યો છે. આ હોસ્પિટલમાં ભૂતકાળમાં સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓ અત્યારે ટેન્શનમાં છે,
તેઓ પણ માને છે કે, તેમની સાથે ખોટી સારવાર થઈ છે. હવે પિરાણા ગામના કિસ્સા સામે આવી રહ્યા છે, ખ્યાતિ હોસ્પિટલે જૂન 2023માં પિરાણા ગામે પણ કેમ્પ યોજ્યો હતો, જેમાં કમરના દુખાવાની તકલીફ હતી તેમને હૃદય રોગની બીમારી હોવાનું કહીને સ્ટેન્ટ નાખી દીધા હતા, ગામમાંથી 10 લોકોને સારવાર માટે બોલાવ્યા હતા, જે પૈકી ઓપરેશન બાદ બે દર્દીનાં મોત થયાં હતાં, આ દાવો પિરાણા ગામના લોકો કરી રહ્યા છે.
પિરાણાના બચુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, 26મી જૂન 2023ના રોજ 75 વર્ષીય દર્દી વિનોદ ઠાકોરની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી, તેમને કમરના દુખાવાની તકલીફ હતી પરંતુ હૃદયની બીમારી હોવાનું કહીને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી, આજે તેમની બીમારી વધી ગઈ છે, શ્વાસ લેવામાં તકલીફ રહે છે, આયુષ્યમાન યોજનામાં પૈસા કમાવવા માટે ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી સારવાર કરી દેવાઈ છે તેવું અમને લાગે છે. જયંતીભાઈ ઠાકોર નામના અન્ય એક દર્દીને શ્વાસની તકલીફ હતી, તેમની પણ હૃદયની સર્જરી થઈ જેમાં તેમનું મોત થયું હતું. એ જ રીતે મીનાબહેન નામના દર્દીનું પણ મોત થયું હતું.પિરાણાના લોકો કહે છે કે, જૂન 2023માં 10 લોકોના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન થયા, જેમાંથી બે લોકોનાં મોત થયા હતા. કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર સામે આવ્યું એ પછી રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ગામ લોકો કહે છે કે, કેટલાક લોકોને કમરની તકલીફ હતી તેમને પણ ધમનીમાં બ્લોકેજ બતાવીને ઓપરેશન કરી દીધા હતા. ઓપરેશનની જાણ સુદ્ધાં પરિવારને કરવામાં આવી નહોતી. વિનોદભાઈ અને બચુભાઈને કમરની તકલીફ હતી તેમને સ્ટેન્ટ મૂક્યા હતા. પિરાણાથી ખ્યાતિ હોસ્પિટલે લવાયેલા લોકો પાસે આયુષ્યામાન કાર્ડ નહોતું પરંતુ હોસ્પિટલે સર્જરી માટે તાત્કાલિક કાર્ડ બનાવી આપ્યા હતા અને એ પછી ઓપરેશન થયા છે. પોલીસ તપાસમાં હજુ નવા ઘટસ્ફોટ થાય તેવો વર્તારો છે. આ પ્રકરણમાં સામાન્ય લોકોને ન્યાય અને વળતર મળશે કે કેમ તે એક મોટો સવાલ છે.