Suratની ગોડાદરા પોલીસનો નિવૃત્ત પોલીસ પરિવાર પર જ અત્યાચાર, ફરિયાદીને બનાવ્યો આરોપી
સુરતની ગોડાદરા પોલીસની ગુંડાગીરી સામે આવી. ગોડદરા પોલીસ દ્વારા જ નિવૃત્ત પોલીસ પરિવાર પર અત્યાચર આચરવામાં આવ્યો. પોલીસે ફરિયાદ કરનાને જ આરોપી બનાવી દીધો.શહેરના આસપાસ આવાસમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા નિર્દોષને દંડવામાં આવ્યો. પોલીસને ઘટનાની જાણ કરવી અથવા ફરિયાદ કરવી પણ હવે લોકો માટે આફતરૂપ બને છે.પથ્થરમારાની ઘટનામાં પોલીસમાં કરી ફરિયાદઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના આસપાસ આવાસમાં પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાને લઈને મકાનમાલિક દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાના બદલે મકાનમાલિકને આરોપી બનાવી દઈ અટકાયતમાં લીધો. આ મકાન એક નિવૃત પોલીસ ઓફિસરનું છે. નિવૃત્ત પોલીસ ઓફિસરના પરિવાર આસપાસ આવાસમાં રહે છે. દરમ્યાન ગુંડાતત્ત્વો દ્વારા તેમના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેને લઈને મકાનમાલિક રોહિત બાદલે પોલીસની મદદ માંગતા 100 નંબર ડાયલ કર્યો. મકાનમાલિક માંગી પોલીસની મદદપથ્થરમારાની ઘટનામાં પરિવારના લોકોને વધુ કોઈ હાનિ ના પંહોચે અને ગુંડાત્ત્તવો તેમના મકાનને વધુ નુકસાન ના પંહોચાડે માટે મકાન માલિકે ગોડાદરા પોલીસની મદદ લીધી. પરંતુ ગોડાદરા પોલીસ ફરિયાદી ને જ ઊંચકીને લઈ ગઈ. પોલીસે પથ્થરમારા અંગે ફરિયાદ કરનારને પૂરી દીધો. પોલીસને જાણ કરનાર રોહિતને આરોપી બનાવી દીધો અને તેમના પરિવારની મહિલાને પણ હેરાન કરવામાં આવ્યા. ફરિયાદ કરનાર રોહિત બાદલના પરિવારની મહિલાઓને પણ મહિલા પોલીસ કર્મીઓએ લાફા અને લાત માર્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત માતા અને નાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નિવૃત પોલીસ પરિવારને હેરાનગતિગોડાદરા પોલીસ દ્વારા નિવૃત પોલીસ પરિવારને જ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો. નિવૃત્ત પોલીસ પરિવારનો શખ્સ ગુંડાતત્ત્વોથી થતી હેરાનગતિને લઈને ફરિયાદ કરવા પંહોચ્યો હતો. પરંતુ ગોડદાર પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી દેવાનો પરિવારે આક્ષેપ કરતાં સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું કે પોલીસ જ પોલીસની મદદ કરતી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની ગોડાદરા પોલીસની ગુંડાગીરી સામે આવી. ગોડદરા પોલીસ દ્વારા જ નિવૃત્ત પોલીસ પરિવાર પર અત્યાચર આચરવામાં આવ્યો. પોલીસે ફરિયાદ કરનાને જ આરોપી બનાવી દીધો.શહેરના આસપાસ આવાસમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા નિર્દોષને દંડવામાં આવ્યો. પોલીસને ઘટનાની જાણ કરવી અથવા ફરિયાદ કરવી પણ હવે લોકો માટે આફતરૂપ બને છે.
પથ્થરમારાની ઘટનામાં પોલીસમાં કરી ફરિયાદ
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના આસપાસ આવાસમાં પથ્થરમારાની ઘટના બની હતી. ઘટનાને લઈને મકાનમાલિક દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી.પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાના બદલે મકાનમાલિકને આરોપી બનાવી દઈ અટકાયતમાં લીધો. આ મકાન એક નિવૃત પોલીસ ઓફિસરનું છે. નિવૃત્ત પોલીસ ઓફિસરના પરિવાર આસપાસ આવાસમાં રહે છે. દરમ્યાન ગુંડાતત્ત્વો દ્વારા તેમના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેને લઈને મકાનમાલિક રોહિત બાદલે પોલીસની મદદ માંગતા 100 નંબર ડાયલ કર્યો.
મકાનમાલિક માંગી પોલીસની મદદ
પથ્થરમારાની ઘટનામાં પરિવારના લોકોને વધુ કોઈ હાનિ ના પંહોચે અને ગુંડાત્ત્તવો તેમના મકાનને વધુ નુકસાન ના પંહોચાડે માટે મકાન માલિકે ગોડાદરા પોલીસની મદદ લીધી. પરંતુ ગોડાદરા પોલીસ ફરિયાદી ને જ ઊંચકીને લઈ ગઈ. પોલીસે પથ્થરમારા અંગે ફરિયાદ કરનારને પૂરી દીધો. પોલીસને જાણ કરનાર રોહિતને આરોપી બનાવી દીધો અને તેમના પરિવારની મહિલાને પણ હેરાન કરવામાં આવ્યા. ફરિયાદ કરનાર રોહિત બાદલના પરિવારની મહિલાઓને પણ મહિલા પોલીસ કર્મીઓએ લાફા અને લાત માર્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત માતા અને નાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
નિવૃત પોલીસ પરિવારને હેરાનગતિ
ગોડાદરા પોલીસ દ્વારા નિવૃત પોલીસ પરિવારને જ ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો. નિવૃત્ત પોલીસ પરિવારનો શખ્સ ગુંડાતત્ત્વોથી થતી હેરાનગતિને લઈને ફરિયાદ કરવા પંહોચ્યો હતો. પરંતુ ગોડદાર પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી દેવાનો પરિવારે આક્ષેપ કરતાં સાથે દુઃખ પણ વ્યક્ત કર્યું કે પોલીસ જ પોલીસની મદદ કરતી નથી.