Banaskanthaના ભાભરમાં દારૂ ભરેલી કારે મારી પલટી, દારૂના રસિયાઓએ ચલાવી દારૂની લૂંટ

ગુજરાતમાં જાણે દારૂબંધી જેવું કઈ રહ્યું જ નથી એમ લાગી રહ્યું છે,આજે ગણતત્ર પર્વના દિવસે બનાસકાંઠાના ભાભર હાઈવે પર દારૂ ભરેલી કારે પલટી મારી દીધી હતી જેમાં કારમાંથી દારૂ નીચે પડયો હતો,કારમાં દારૂ અને બીયર ભરેલા હોવાથી લોકોએ લૂંટ ચલાવી હતી સાથે સાથે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથધરી છે. બનાસકાંઠામાં દારૂ લેવા લોકોની પડાપડી બનાસકાંઠાના ભાભર હાઈવે પર દારૂ ભરેલ કારે પલટી મારી હતી જેને લઈ લોકો દારૂ લેવા માટે પહોંચ્યા હતા સાથે સાથે પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી,કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો સાથે સાથે લોકોએ પણ દારૂની લૂંટ ચલાવી દારૂ તેમના ઘરે લઈ ગયા હતા કાર કોની છે અને તેનો ચાલક કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે,અચાનક કારે પલટી મારી અને કાર તેમાં સંપૂર્ણ પણે નાશ પામી હતી તો ટ્રેકટરના મારફતે કારને લઈ જવામાં આવી છે. બનાસકાંઠામાંથી ઝડપાય છે અવાર-નવાર દારૂબનાસકાંઠા LCBની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ચિત્રાસણી નજીક બાલારામ નદીના રોડ પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી લીધી હતી. આ ફોર્ચ્યુનર ગાડીમાંથી 76 પેટીઓમાં રાખેલા દારૂ બિયરની 2736 બોટલોમાં 3 લાખ 41 હજાર 280 દારૂ ઝડપાયો હતો. જો કે, LCBએ ફોર્ચ્યુનર ગાડી અને પાયલોટિંગ કરતી બ્રેઝા ગાડી સહિત 20 લાખ 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, તેમજ ગાડીઓ મૂકી નાસી જનારા ચાલકો સામે તાલુકા પોલીસ મથકે પ્રોહીબેશન હેઠળ કાર્યવાહી કરાઈ છે.

Banaskanthaના ભાભરમાં દારૂ ભરેલી કારે મારી પલટી, દારૂના રસિયાઓએ ચલાવી દારૂની લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં જાણે દારૂબંધી જેવું કઈ રહ્યું જ નથી એમ લાગી રહ્યું છે,આજે ગણતત્ર પર્વના દિવસે બનાસકાંઠાના ભાભર હાઈવે પર દારૂ ભરેલી કારે પલટી મારી દીધી હતી જેમાં કારમાંથી દારૂ નીચે પડયો હતો,કારમાં દારૂ અને બીયર ભરેલા હોવાથી લોકોએ લૂંટ ચલાવી હતી સાથે સાથે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથધરી છે.

બનાસકાંઠામાં દારૂ લેવા લોકોની પડાપડી

બનાસકાંઠાના ભાભર હાઈવે પર દારૂ ભરેલ કારે પલટી મારી હતી જેને લઈ લોકો દારૂ લેવા માટે પહોંચ્યા હતા સાથે સાથે પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી,કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો સાથે સાથે લોકોએ પણ દારૂની લૂંટ ચલાવી દારૂ તેમના ઘરે લઈ ગયા હતા કાર કોની છે અને તેનો ચાલક કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે,અચાનક કારે પલટી મારી અને કાર તેમાં સંપૂર્ણ પણે નાશ પામી હતી તો ટ્રેકટરના મારફતે કારને લઈ જવામાં આવી છે.

બનાસકાંઠામાંથી ઝડપાય છે અવાર-નવાર દારૂ

બનાસકાંઠા LCBની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ચિત્રાસણી નજીક બાલારામ નદીના રોડ પરથી દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી લીધી હતી. આ ફોર્ચ્યુનર ગાડીમાંથી 76 પેટીઓમાં રાખેલા દારૂ બિયરની 2736 બોટલોમાં 3 લાખ 41 હજાર 280 દારૂ ઝડપાયો હતો. જો કે, LCBએ ફોર્ચ્યુનર ગાડી અને પાયલોટિંગ કરતી બ્રેઝા ગાડી સહિત 20 લાખ 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, તેમજ ગાડીઓ મૂકી નાસી જનારા ચાલકો સામે તાલુકા પોલીસ મથકે પ્રોહીબેશન હેઠળ કાર્યવાહી કરાઈ છે.