Ahmedabadની સાબરમતી સેન્ટ્રલ જેલ બની વિદ્યાનું મંદિર, વાંચીને તમે પણ કહેશો વાહ

Jan 26, 2025 - 09:00
Ahmedabadની સાબરમતી સેન્ટ્રલ જેલ બની વિદ્યાનું મંદિર, વાંચીને તમે પણ કહેશો વાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની સાબરમતી જેલમાં એક કેદીએ 42 ડીગ્રી અને 20 જેટલા સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે. વર્ષ 2008 થી જેલમાં સજા દરમિયાન કેદીએ મેળવી વિદ્યાની સિધ્ધિ. જેલના 16 વર્ષના કારાવાસમાં ચિરાગ રાણા નામના કેદીએ સંદેશ ન્યુઝ સમક્ષ પોતાની વાત કરી રજૂ.રાજ્યપાલના હસ્તે સન્માનિત થયેલા કેદી ચિરાગ રાણા કોણ છે,વાંચો આ સ્ટોરી

42 ડિગ્રી લીધી

જીવન સ્વર્ગમાંથી નર્કમા જતુ રહયુ હોય તેવી અનુભુતી જેલમા કરી રહેલા ચિરાગ રાણા એ જેલમાં રહી શિક્ષણક્ષેત્રે પ્રગતી કરી.અને જેલમા રહીને એક- બે નહિ પરંતુ 42 જેટલી ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરી સર્ટીફીકેટ મેળવવાની સિધ્ધી પ્રાપ્ત કરી છે.તેમના જીવનની વાત કરીએ તો 2008મા ચિરાગભાઈ 25 વર્ષના હતા ત્યારે હત્યા કેસમા તેમને જેલમા જવુ પડયુ હતુ.ત્યારે જીવન નર્ક થઈ ગયુ હોય તેવુ અનુભવ થતો હતો અને જયારે 2012મા તેમને સજા થઈ તો જીવન ખતમ થઈ ગયુ હોય તેવુ વિચારતા હતા. આ દરમિયાન જેલના અન્ય એક કેદીને જોઈને તેમને પ્રોત્સાહન મળ્યુ અને જેલમા 30 સર્ટીફીકેટ મેળવી રેકોર્ડ સર્જનાર કેદીનો રેકોર્ડ તોડવાનો નિર્ણય કર્યો.

42 જેટલા સર્ટીફીકેટ મેળવીને જેલમા શિક્ષણ ક્ષેત્રે ઈતિહાસ સર્જયો

બીકોમ થયેલા ચિરાગભાઈએ એમકોમની પરિક્ષામા નાપાસ થયા બાદ અભ્યાસ છોડી દીધો હતો.જેલમા ફરી એક વખત અભ્યાસ શરૂ કરવાની તક મળી શરૂઆતમા આધ્યાત્મિક પર પીજી ડિપ્લોમા કર્યુ અને જેલમા એમકોમ પાસ કર્યુ જેલમા અભ્યાસને જ પોતાનુ જીવન બનાવ્યુ અગ્રેજી ઓછુ આવડતુ હોવાથી અગ્રેજીના વિષય સાથે બીએ કર્યુ અને પોલીટીકલ સાયન્સમા એમએ કર્યુ,ચિરાગભાઈએ એમબીએ કરવાનુ પણ સપનુ પણ જેલમા રહીને પૂર્ણ કર્યુ.એટલુ જ નહિ તેમણે ગુજરાતી વિષયમા એમએ કર્યુ અને આધ્યાત્નિક વિષય પર એમસીએ કર્યુ.5 માસ્ટર ડિગ્રી સહિત 42 જેટલા સર્ટીફીકેટ મેળવીને જેલમા શિક્ષણ ક્ષેત્રે ઈતિહાસ સર્જયો.

શિક્ષણ જીવનમા નવો માર્ગ બતાવે છે

જેલમા કેદીઓના કૈશલ્યના વિકાસ માટે જુદા જુદા પોર્જેકટ ચાલી રહયા છે.આ પ્રોજકટમા પણ મહત્વની ભૂમિકા ચિરાગ રાણાની છે.જેલની સજા દરેક કેદી માટે નર્ક સમાન હોય છે.આ નર્કને ચિરાગ રાણાએ જેલ નહિ પરંતુ વિધામંદિર સમજીને પોતાની જીવનને બદલ્યુ છે.જે ખુદ ચિરાગભાઈ સ્વીકારી રહયા છે. સાથે જ જેલમા ચિરાગ એક શિક્ષક બનીને 100થી વધુ કેદીઓને અભ્યાસમા મદદરૂપ બને છે.એટલુ જ નહિ કેદીઓની માનસિકતાને લઈને કામ કરતી સમર્થ નામની સંસ્થામા ચિરાગ રાણા જોડાયેલા છે.જે પોતાની હતાશા તો દૂર કરે છે,પરંતુ કેદીઓનુ કાઉન્સીલીંગ કરીને તેમને પણ જીવનમા નવો માર્ગ બતાવે છે.

રાજયપાલે પણ સન્માન કર્યુ

આ ઉપરાંત બ્લાઈન્ડ પીપલ માટે અંધજન મંડળ સાથે મળીને ધોરણ 1 થી એલએલબી અને યુપીએસસી કે જીપીએસની પરિક્ષાના પુસ્તકોનુ વોઈઝ રેકોર્ડીગ કરે છે.તેમણે 900થી વધુ પુસ્તકોનુ રેકોડીંગ કર્યુ છે.જેલમા રહીને શિક્ષાની સાથે તેઓ સેવા પણ આપી રહયા છે.જેલમા કેદી ચિરાગ રાણા દરેક કેદીઓ માટે ઉદાહરણ રૂપ છે.તેમણે કેદીઓને જેલમા અભ્યાસનુ પ્રોત્સાહન આપ્યુ.તેમની આ ડિગ્રી અને સર્ટીફીકેટ જોઈને રાજયપાલ દ્રારા પણ સન્માન કરવામા આવ્યુ ગુસ્સો અને ભૂલના કારણે કેદીઓ જેલની સજા ભોગવી રહયા છે.તેઓમા પરિવર્તન આવે છે.પંરતુ સમાજ તેમને સ્વીકારતુ નથી.તો જેલમાથી છુટયા બાદ કેદીઓને નવા જીવન માટે રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવાની સરકારને માંગ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0