Surendranagarમાં કલેકટરની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના "પ્રજાસત્તાક પર્વ"ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાશ્રી કે.સી.સંપટ દ્વારા દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મુળી પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવે આ મહામુલી આઝાદીના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા સમાહર્તા કે.સી.સંપટે સૌ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણે જે ધરા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છીએ એ મુળી પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવે છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ જ એક મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરવા, જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે કલેકટરે વિવિધ વિભાગો દ્વારા થયેલી કામગીરી થકી જિલ્લાની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે જિલ્લાનો વહીવટ વધુ સુદ્રઢ થશે. આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા સહિત પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે. નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે. વિશ્વને નેતૃત્વ પાડવા સક્ષમ બન્યા છીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં "વિકસિત ગુજરાત" થકી "વિકસિત ભારત"નાં નિર્માણમાં યોગદાન આપવાનો ભાવ વ્યક્ત કરતાં સમાહર્તાએ વધુમાં કહ્યું હતું કે, આપણો દેશ ખરા અર્થમાં ત્યારે જ વિકસિત બનશે, જ્યારે અંત્યોદયનાં વિચારને ચરિતાર્થ કરીશું. આ વિચારને અનુરૂપ વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીએ. ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણથી જ વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન મળે છે. ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનું માર્ગ ચીંધે છે. આજે આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવામાં અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવામાં વિશ્વને નેતૃત્વ પાડવા સક્ષમ બન્યા છીએ. બહુમાન પણ કરવામાં આવ્યું વધુમાં યુવાઓને ટકોર કરતાં કહ્યું હતું કે, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ત્યારે ટેકનોલોજીકલ વિકાસના પગલે સાયબર ક્રાઈમ જેવા નવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. યુવાનોએ ટેકનોલોજીનો દુરપયોગ થતો અટકાવી, લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ - AI અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો માનવ વિકાસ માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ શૃંખલામાં કલેકટર કે.સી.સંપટનાં હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૮ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મુળી તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર ૩૯ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી પ્રજાસત્તાક પર્વના આ કાર્યક્રમમાં અ. અ કન્યા પે.સે. શાળા નં.૫ મુળી, એમ.ડી.આર કન્યા વિધાલય-મુળી, શ્રી તેજેન્દ્રપ્રસાદજી મા. તથા ઉ.મા શાળા, મુળી,સરસ્વતી વિદ્યામંદીર પ્રા.શાળા, મુળી, પે.સે શાળા નં-૧ મુળી, મોડેલ સ્કુલ -મુળીનાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, કચ્છી લોક નૃત્ય, તલવાર રાસ, પિરામીડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે વિજેતા કૃતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર નિકુંજ પટેલની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને કલેકટરશ્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. પ્લાટુન, બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો. વિજેતા પ્લાટુનને પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ થકી આજીવિકા, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, ડ્રોન ટેક્નોલોજી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા PMJAY યોજના, માતૃવંદના યોજના, આભા કાર્ડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' તેમજ મહિલાલક્ષી યોજનાઓ, આઈ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડી, લીડ બેન્ક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય યોજનાઓ, ચુંટણી વિભાગ દ્વારા મતદાતા જાગૃતિ, પુરવઠા વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના, ઈ.કે.વાય.સી. વગેરે થીમ આધારિત કુલ ૧૦ જેટલા આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો સર્વે શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યો, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પુરવઠા અધિકારી એ. કે. ગજ્જર, જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝા, મુળી મામલતદાર વી.એમ. પટેલ, તાલુકા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના "પ્રજાસત્તાક પર્વ"ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાશ્રી કે.સી.સંપટ દ્વારા દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
મુળી પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવે
આ મહામુલી આઝાદીના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા સમાહર્તા કે.સી.સંપટે સૌ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણે જે ધરા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છીએ એ મુળી પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવે છે.
વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ જ એક મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરવા, જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે.
પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે
કલેકટરે વિવિધ વિભાગો દ્વારા થયેલી કામગીરી થકી જિલ્લાની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે જિલ્લાનો વહીવટ વધુ સુદ્રઢ થશે. આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા સહિત પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે. નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે.
વિશ્વને નેતૃત્વ પાડવા સક્ષમ બન્યા છીએ
વર્ષ ૨૦૪૭ સુધીમાં "વિકસિત ગુજરાત" થકી "વિકસિત ભારત"નાં નિર્માણમાં યોગદાન આપવાનો ભાવ વ્યક્ત કરતાં સમાહર્તાએ વધુમાં કહ્યું હતું કે, આપણો દેશ ખરા અર્થમાં ત્યારે જ વિકસિત બનશે, જ્યારે અંત્યોદયનાં વિચારને ચરિતાર્થ કરીશું. આ વિચારને અનુરૂપ વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીએ. ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણથી જ વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન મળે છે. ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનું માર્ગ ચીંધે છે. આજે આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવામાં અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવામાં વિશ્વને નેતૃત્વ પાડવા સક્ષમ બન્યા છીએ.
બહુમાન પણ કરવામાં આવ્યું
વધુમાં યુવાઓને ટકોર કરતાં કહ્યું હતું કે, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ત્યારે ટેકનોલોજીકલ વિકાસના પગલે સાયબર ક્રાઈમ જેવા નવા પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. યુવાનોએ ટેકનોલોજીનો દુરપયોગ થતો અટકાવી, લોકોમાં જનજાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ - AI અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો માનવ વિકાસ માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ શૃંખલામાં કલેકટર કે.સી.સંપટનાં હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૮ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મુળી તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર ૩૯ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી
પ્રજાસત્તાક પર્વના આ કાર્યક્રમમાં અ. અ કન્યા પે.સે. શાળા નં.૫ મુળી, એમ.ડી.આર કન્યા વિધાલય-મુળી, શ્રી તેજેન્દ્રપ્રસાદજી મા. તથા ઉ.મા શાળા, મુળી,સરસ્વતી વિદ્યામંદીર પ્રા.શાળા, મુળી, પે.સે શાળા નં-૧ મુળી, મોડેલ સ્કુલ -મુળીનાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, કચ્છી લોક નૃત્ય, તલવાર રાસ, પિરામીડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તકે વિજેતા કૃતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર નિકુંજ પટેલની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને કલેકટરશ્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. પ્લાટુન, બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો. વિજેતા પ્લાટુનને પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.
મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ થકી આજીવિકા, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, ડ્રોન ટેક્નોલોજી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા PMJAY યોજના, માતૃવંદના યોજના, આભા કાર્ડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' તેમજ મહિલાલક્ષી યોજનાઓ, આઈ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડી, લીડ બેન્ક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય યોજનાઓ, ચુંટણી વિભાગ દ્વારા મતદાતા જાગૃતિ, પુરવઠા વિભાગ દ્વારા ઉજ્જવલા યોજના, ઈ.કે.વાય.સી. વગેરે થીમ આધારિત કુલ ૧૦ જેટલા આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો સર્વે શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યો, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પુરવઠા અધિકારી એ. કે. ગજ્જર, જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝા, મુળી મામલતદાર વી.એમ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.