Rajkotમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, કહ્યું, સમાજમાં ના કરો ખોટી રાજનીતિ

રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા નામ લીધા વગર સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા,જાહેર મંચ પરથી તેમણે સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે,હુ જે કામ કરૂ છુ તેના કારણે સમાજમાં અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે,પણ હું જયેશ રાદડિયા કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ. નામ લીધા વગર જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા નામ લીધા વગર જાહેર મંચ પરથી રાદડિયાએ વિરોધી પર પ્રહાર કર્યો હતો,અને કહ્યું કે 2 થી 5 લોકો ટપોરી ગેંગ જેવા છે,અને સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે સાથે-સાથે આવા લોકોને સારું થાય છે તે જોવાતું નથી,રાજનીતિમાં લેવાદેવા નથી તેમ છત્તા સમાજમાં રાજનીતિ કરે છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે,આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે પણ હું કામ કરતો આવ્યો છુ માટે મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરુર નથી. 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન હતું રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 'પ્રેમનું પાનેતર' નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે યોજાય છે સમૂહ લગ્ન આ શાહી સમૂહ લગ્નોત્સવમાં દરેક વર-વધુનો વિન્ટેજ કારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સાથે જ રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ કેન્દ્ર બન્યા. 75 વિઘામાં યોજાનારા આ સમૂહલગ્નમાં 10 હજાર સ્વયંસેવકોએ પોતાની સેવા આપી છે. શાહી સમુહલગ્નોત્સવમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Rajkotમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, કહ્યું, સમાજમાં ના કરો ખોટી રાજનીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા નામ લીધા વગર સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા,જાહેર મંચ પરથી તેમણે સમાજના અમુક વ્યકિતઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે,હુ જે કામ કરૂ છુ તેના કારણે સમાજમાં અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે,પણ હું જયેશ રાદડિયા કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ.

નામ લીધા વગર જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા

નામ લીધા વગર જાહેર મંચ પરથી રાદડિયાએ વિરોધી પર પ્રહાર કર્યો હતો,અને કહ્યું કે 2 થી 5 લોકો ટપોરી ગેંગ જેવા છે,અને સમાજની બે ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખે છે સાથે-સાથે આવા લોકોને સારું થાય છે તે જોવાતું નથી,રાજનીતિમાં લેવાદેવા નથી તેમ છત્તા સમાજમાં રાજનીતિ કરે છે અને અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે,આ ટપોરી ગેંગ મને પાડી દેવા માટે કામ કરે છે પણ હું કામ કરતો આવ્યો છુ માટે મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરુર નથી.

511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન હતું

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 'પ્રેમનું પાનેતર' નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દર વર્ષે યોજાય છે સમૂહ લગ્ન

આ શાહી સમૂહ લગ્નોત્સવમાં દરેક વર-વધુનો વિન્ટેજ કારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સાથે જ રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ કેન્દ્ર બન્યા. 75 વિઘામાં યોજાનારા આ સમૂહલગ્નમાં 10 હજાર સ્વયંસેવકોએ પોતાની સેવા આપી છે. શાહી સમુહલગ્નોત્સવમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.